લૉસ એંજલ્સ, 7 ડિસેમ્બર : હૉલીવુડ અભિનેતા પૉલ વાકરનો પરિવાર તેમને ખાસ રીતે સન્માનિત કરવા માંગે છે અને તેના માટે તેમના અંતિમ સંસ્કારની ખાસ તૈયારી ચાલી રહી છે.
ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ હસ્તી પૉલનું કૅલીફોર્નિયાના સાંતા ક્લૅરિટા ખાતે ગત 30મી નવેમ્બરના રોજ એક કાર અકસ્માતમાં નિધન થઈ ગયુ હતું. હૉલીવુડલાઇફ વેબસાઇટના જણાવ્યા મુજબ 4થી ડિસેમ્બરે આવેલા પોસ્ટમાર્ટમ રિપોર્ટ બાદ પણ તેમના પરિવારને વિશ્વાસ નહોતો થતો કે પૉલ વૉકર હવે દુનિયામાં નથી રહ્યાં. હવે તેમનો પરિવાર પૉલને છેલ્લી વિદાઈ આપવાનું આયોજન કરી રહ્યો છે.
એક સૂત્રે જણાવ્યું - પૉલ વૉકરના પરિવારે હજી સુધી પૉલના અંતિમ સંસ્કારનો દિવસ નક્કી નથી કર્યો. આશા છે કે તેઓ આવતા અઠવાડિયએ આ અંગે વિચાર કરશે. પરિવારજનો ઇચ્છે છે કે જે કોઈ પણ અંતિમ સંસ્કારમાં જોડાવા માંગે છે, તે અવશ્ય આવે. પૉલ વૉકર છેલ્લા સાત વરસથી 23 વર્ષીય વિદ્યાર્થિની જૅસમીન પિલચાર્ડ ગોસનેલ સાથે ડેટિંગ કરતા હતાં.