વૉકરના શબની ઓળખમાં મુશ્કેલી, પોસ્ટમાર્ટમમાં વિલમ્બ!
લૉસ એંજલ્સ, 2 ડિસેમ્બર : હૉલીવુડ અભિનેતા પૉલ વૉકરના મોતની તપાસ કરતા અધિકારીઓનું કહેવું છે કે વૉકરના શબની ઓળખ કરવા માટે તેમના દાંતના નમૂનાનો સહારો લેવો પડશે.

મળતી માહિતી મુજબ અકસ્માત વખતે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફૅમ પૉલ વૉકર તથા રોડ્સ એક જ કારમાં સવાર હતાં. ટીએમજેડ.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ બંને શબોના પરીક્ષણ માટે ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સમય લાગશે. મોતની તપસા કરતા અધિકારીએ શબોના દાંતોના નમૂનાની માંગણી કરી છે કે જેથી શબોની ઓળખવિધિમાં મદદ મળે. આ અકસ્માત કૅલીફોર્નિયાના સાંતા ક્લેરિયા ખાતે થયો હતો.
ચાલો આપને બતાવીએ પૉલ વૉકરની કેટલીક તસવીરો :

પૉલ વૉકર : 1973-2013
પૉલ વૉકરનો જન્મ 12મી સપ્ટેમ્બર, 1973ના રોજ થયો હતો. ગત 12મી સપ્ટેમ્બરે જ તેમણે 40મો જન્મ દિવસ ઉજવ્યો હતો અને 30મી નવેમ્બર, 2013ના રોજ તેમનું નિધન થઈ ગયું.

ફૅન્સ આઘાતમાં
તેમના નિધનથી તેમના લાખો-કરોડો ફૅન્સ આઘાતમાં સરી પડ્યાં છે.

અફવા
થોડાક વખત અગાઉ જ પૉલના મોતના ખોટા સમાચાર આવ્યા હતાં કે જેથી લોકો આશ્ચર્યમાં પડી ગયા હતાં.

સત્ય સાબિત થયું
થોડાક જ દિવસ બાદ શનિવારે બીજા સમાચાર આવ્યા અને તે સાચા હતાં.

તપાસ ચાલુ
જોકે પૉલ વૉકરના કાર અકસ્માતના કારણો અંગે તપાસ ચાલી રહી છે.

દાંતના નમૂના જરૂરી
તપાસ કરતા અધિકારીઓનું કહેવું છે કે વૉકરના શબની ઓળખ કરવા માટે તેમના દાંતના નમૂનાનો સહારો લેવો પડશે.

કૅલીફોર્નિયામાં રહેતા હતાં
પૉલ વૉકર સાઉથ કૅલીફોર્નિયામાં રહેતા હતાં.

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફૅમ
40 વર્ષીય પૉલ વૉકર હૉલીવુડ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં પોતાના રોલ અંગે બહુ ફૅમસ થયા.

દીકરી એકલી
તેમની 15 વરસની પુત્રી મેડો થોડાક જ વરસ અગાઉ કૅલીફોર્નિયા શિફ્ટ થઈ હતી કે જેથી તે પોતાના પિતા પાસે રહી શકે.

અવિશ્વસનીય
પૉલના નિધનના સમાચાર ફરીથી આવ્યાં, તો કોઈને વિશ્વાસ જ ન થયો. પૉલની કારમાં આગ કેમ લાગી અને તેમના અકસ્માતનું કારણ શુ હતું તે અંગે તપાસ ચાલી રહી છે.

છેલ્લુ ટ્વીટ
પોતાના છેલ્લા ટ્વીટમાં પૉલ વૉકરે પોતાની એક તસવીર પોતાના સાથી કલાકોર વીન ડીસલ તેમજ ટ્રીસે ગિબસન સાથે પોસ્ટ કરી હતી.

મિત્રનું પણ મોત
અકસ્માત વખતે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફૅમ પૉલ વૉકર તથા રોડ્સ એક જ કારમાં સવાર હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
