#Oscar માં પણ ટ્રંપનો વિરોધ, ભૂરી રિબન પહેરી પહોંચ્યા સિતારાઓ
ટ્રંપ પ્રશાસન દ્વારા ઇરાન, ઇરાક, સીરિયા, લીબિયા, યમન, સૂડાન અને સોમાલિયાના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે.
ઑસ્કાર 2017ના મંચ પર જ્યારે 89મા અકાદમી પુરસ્કારોની જાહેરાત માટે કેટલીક દિગ્ગજ હસતીઓ મંચ પર આવી ત્યારે જાણે સિતારાઓથી ઝળહળતા એવોર્ડ સમારંભમાં રાજકારણીય રંગો પણ જોવા મળ્યા હતા. અકાદમી પુરસ્કારોની જાહેરાત માટે જ્યારે કેટલીક દિગ્ગજ હસતીઓએ મંચ પર આવી ત્યારે તેઓએ પોતાની રીતે ટ્રંપ સરકારનો વિરોધ કર્યો હતો.

ટ્રંપ સરકારની નિર્ણયના વિરોધમાં ભૂરી રિબન
એવોર્ડ ફંક્શન દરમિયાન રૂથ નેગા અને બેરી જેંકિંસ સહિત ઘણી હસતીઓએ ભૂરી રિબિન પહેરી ડોનાલ્ડ ટ્રંપ ના યાત્રા પ્રતિબંધ ના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભૂરા રંગની રિબિન અમેરિકન સિવિલ લિબર્ટિઝ યુનિયન(એસીએલયૂ)નું પ્રતિક છે અને તે 'સ્ટેન્ડ વિથ એસીએલયૂ' ના નામથી એક નવા અભિયાનનો ભાગ પણ છે. આ માટે જ આ સિતારાઓએ ભૂરા રંગની રિબિન લગાવી હતી.
7 મુસ્લિમ દેશોના નાગરિકોના પ્રવેશ સામે વિરોધ
ઉલ્લેખનીય છે કે, ટ્રંપ પ્રશાસન દ્વારા ઇરાન, ઇરાક, સીરિયા, લીબિયા, યમન, સૂડાન અને સોમાલિયાના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. ટ્રંપના આ નિર્ણયનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે.
બ્રિટન, ફ્રાંસ અને જર્મનીથી લઇને ઇન્ડોનેશિયા અને ઇરાન સુધી ટ્રંપના આ આદેશની આલોચના થઇ રહી છે. જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલ એ કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધની વૈશ્વિક લડાઇમાંનો ઉદ્દેશ એ નથી કે કોઇ દેશના નાગરિકના આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
