ઑસ્કર અવૉર્ડ સેરેમની દરમિયાન વિલ સ્મિથની પત્ની વિશે કહી આવી વાત, બધા સામે મારી દીધો લાફો
ઑસ્કર અવૉર્ડઝ વિતરણ દરમિયાન અભિનેતા વિલ સ્મિથ અને ક્રિસ રૉક વચ્ચે ચડભડ સામે આવી છે.
લૉસ એંજેલસઃ ઑસ્કર અવૉર્ડઝ વિતરણ દરમિયાન અભિનેતા વિલ સ્મિથ અને ક્રિસ રૉક વચ્ચે ચડભડ સામે આવી છે. આ બોલાચાલી એટલી હદે પહોંચી ગઈ કે વિલ સ્મિથે ઑસ્કર અવૉર્ડના સ્ટેજ પર આવીને ક્રિસ રૉકને મોઢા પર લાફો મારી દીધો. વાસ્તવમાં રૉક ઑસ્કર અવૉર્ડ આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા હતા ત્યાં ડૉક્યુમેન્ટરી કેટેગરીમાં અવૉર્ડ આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા હતા પરંતુ આ દરમિયાન ક્રિસ રૉકે વિલ સ્મિથની પત્નીને લઈને એક મજાક કરી, જે વિલ સ્મિથને ગમી નહિ અને તે સ્ટેજ પર પહોંચ્યા અને તેને લાફો મારી દીધો.

બધાની સામે નેશનલ ટીવી પર માર્યો લાફો
ક્રિસ રૉક જ્યારે ડૉક્યુમેન્ટરી કેટેગરીમાં અવૉર્ડની ઘોષણા દરમિયાન વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથને મજાકમાં જીઆઈ જેમ, વાસ્તમાં જેડાએ પોતાના માથાના વાળ બધા કપાવીને તેને ક્લીન શેવ કરાવી દીધા હતા. આને લઈને ક્રિસ રૉકે મજાક કરી હતી ત્યારબાદ સ્મિથે સ્ટેજ પર પહોંચ્યા અને ક્રિસના ચહેરા પર લાફો મારી દીધો. જો કે, પહેલા લોકોને લાગ્યુ કે વિલ સ્મિથે આ મજાકમાં કર્યુ છે પરંતુ પોતાની સીટ પર પાછા આવ્યા બાદ સ્મિથ ક્રિસ રૉક પર બૂમો પાડીને કહે છે કે મારી પત્નીનુ નામ પોતાના મોઢેથી લેતો નહિ.

સહુ કોઈ ચોંકી ગયા
જે રીતે વિલ સ્મિથે રૉકને સ્ટેજ પર જઈને માર્યુ ત્યારબાદ ત્યાં હાજર દર્શકો ચોંકી ગયા. ક્રિસ રૉક બાદ આગલા પ્રેઝન્ટેટર ડિડી સ્ટેજ પર પહોંચ્યા તો તેમણે આ આખી સ્થિતિને સ્પષ્ટ કરી. ડિડીએ કહ્યુ કે વિલ સ્મિથ અને ક્રિસ રૉક આપણે આ આખા મુદ્દાને પરિવારની જેમ ઉકેલીશુ. હાલમાં આપણે પ્રેમથી આગળ વધી રહ્યા છે. તમે બધા લોકો જોશ બતાવો. વળી, આ વિવાદ દરમિયાન ડેંજેલ વૉંશિગ્ટને વિલ સ્મિથ સાથે વાત કરી અને કહ્યુ કે પોતાની બધી સારી પળોમાં ખૂબ સાવધાન રહેવુ જોઈએ કારણકે આ સમયે શેતામ તમારી પાસે આવે છે.

પ્રોડ્યુસરે વિલ સ્મિથ સાથે કરી વાત
અવૉર્ડ સેરેમની દરમિયાન ઘણી વાર અલગ-અલગ સભ્યોએ વિલ સ્મિથ સાથે વાત કરી. ઑસ્કરના પ્રોડ્યુસર વિલ પેકરે પણ વિલ સ્મિથ સાથે વાત કરી. તમને જણાવી દઈએ કે વિલ સ્મિથને કિંગ રિચર્ડમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે બેસ્ટ એક્ટરની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. આના માટે તેમને બાદમાં ઑસ્કર અવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા. જો કે, બાદમાં વિલ સ્મિથે અવૉર્ડ લેતી વખતે પોતે કરેલ કૃત્ય બદલ માફી માંગી.

જાતે જ કરાવ્યુ છે માથાને શેવ
નોંધનીય વાત છે કે પિંકેટ સ્મિથે ગયા વર્ષે પોતાના માથાના વાળ એટલા માટે શેવ કરાવ્યા હતા કારણકે તે અલોપેસિયા સામે ઝઝૂમી રહી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા આની માહિતી આપીને લખ્યુ હતુ કે હવે આ વળાંક પર હું માત્ર હસી શકુ છુ. તમે સહુ જાણો છો કે હું અલોપેસિયા સામે લડી રહી છુ. એક દિવસ અચાનક મે મારુ માથુ શેવ કરાવી લીધુ. પરંતુ હવે મારા માટે આ છૂપાવવુ મુશ્કેલ બનશે. માટે મે વિચાર્યુ કે હું આને તમારા સહુ સાથે શેર કરીશુ અને તમે બધા ફરીથી મને સવાલ નહિ પૂછો. હું અને એલોપેસિયા હવે દોસ્ત રહીશુ.
#badboys3 #gijane2 #willsmith #chrisrock #oscars #besttvever
— Guy Springthorpe (the pistol slug) (@GuySpringthorpe) March 28, 2022
Can't believe what I just saw live on screen pic.twitter.com/YiijPRQENt
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
