Pics : માયકલ જૅક્સનના વણસાંભળેલા ગીતો લૉન્ચ થશે
લંડન, 13 ઑગસ્ટ : પૉપ જગતની જાણીતી હસ્તી સ્વર્ગસ્થ માયકલ જૅક્સનના ભૂતપૂર્વ સંગીત નિર્માતાએ તેમના વણસાંભળેલા ગીતોને લૉન્ચ કરવાનું આયોજન કર્યું છે.
કૉન્ટૅક્ટમ્યુઝિક.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ પોતાના ભાઈ રૉડની સાથે ડાર્કચાઇલ્ડમાં કામ કરનાર ફ્રેડ જરકિંસ તૃતીયે દાવો કર્યો છે કે એક યોજના હેઠળ તેઓ માયકલ જૅક્સનનું સંગીત તથા વીડિયો ફુટેજ એકઠાં કરી રહ્યાં છે. નોંધનીય છે કે માયકલ જૅક્સનનું જૂન-2009માં વધુ પડતી દવા લેવાના કારણે મોત થઈ ગયુ હતું.
ફ્રેડે જણાવ્યું - અમારી પાસે જૅક્સનના ઘણા બધાં અપ્રદર્શિત ગીતો અને વીડિયો ફુટેજ છે. અમે એક પ્રોજેક્ટ બનાવ્યું છે કે જેમાં અમે આ ગીતોને જોડીશું. ફ્રેડે 2001માં જૅક્સન સાથે ઇનવિંસિબલ આલબમમાં કામ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે તે દિવસો તેમના કૅરિયરના સૌથી સારા દિવસો હતાં, કારણ કે માયકલ જૅક્સન ખૂબ જ નિશ્ચિંત અને મસ્ત માણસ હતાં. ફ્રેડે જણાવ્યું - હું તેમની સાથે માત્ર બે જ વરસ કામ કરી શક્યો. સાચે જ તેઓ બિંદાસ્ત હતાં. હકીકતમાં અમે એક સારા મિત્ર બની ગયા હતાં.
આવો તસવીરો સાથે જાણીએ માયકલ જૅક્સન અંગે વધુ વિગતો :

વધુ પડતી દવાઓ બની મોત
માયકલ જૅક્સનનું મોત ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયુ હતું. ડેલી મેલના જણાવ્યા મુજબ વધુ પડતી માત્રામા ડ્રગ્સ લેવાના પગલે માયકલના હિપ્સ એટલા સખત થઈ ગયા હતાં કે એક વાર ડૉક્ટરનું ઇંજેક્શન જ તુટી ગયુ હતું.

યૌન શોષણનો આરોપ
નૃત્ય દિગ્દર્શક વેડ રૉબસને માયકલ જૅક્સન સામે આરોપ લગાવ્યો હતો કે તેઓ બાળકોનું જાતિય શોષણ કરતી વખતે બેડરૂમની બહાર ઍલાર્મ લગાવી લેતા હતાં કે જેથી તેઓ ઝડપાઈ ન જાય.

પુત્રીએ કર્યો આપઘાતનો પ્રયાસ
માયકલના પુત્રી પેરિસે થોડાક મહીના અગાઉ કૅલીફોર્નિયાના કાલાબાસાસ ખાતે આવેલ પોતાના ઘરે પોતાના કાંડાની નસ કાપી લીધી હતી. તે પછી તેને તરત હૉસ્પિટલે લઈ જવાઈ હતી.

સાંભળવા મળશે વણસાંભળેલા ગીતો
માયકલ જૅક્સનના ભૂતપૂર્વ સંગીત નિર્માતાએ તેમના વણસાંભળેલા ગીતોને લૉન્ચ કરવાનું આયોજન કર્યું છે.

ફ્રેડનો પ્રોજેક્ટ
ફ્રેડ જરકિંસ તૃતીયે દાવો કર્યો છે કે એક યોજના હેઠળ તેઓ માયકલ જૅક્સનનું સંગીત તથા વીડિયો ફુટેજ એકઠાં કરી રહ્યાં છે.

ફ્રેડ પાસે છે સંગ્રહ
ફ્રેડે જણાવ્યું - અમારી પાસે જૅક્સનના ઘણા બધાં અપ્રદર્શિત ગીતો અને વીડિયો ફુટેજ છે. અમે એક પ્રોજેક્ટ બનાવ્યું છે કે જેમાં અમે આ ગીતોને જોડીશું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
