ચોંકાવનારો ખુલાસો : Sex ઘેલો માયકલ જૅક્સન પાસે હતું ‘કામ’ કોડ વર્ડ લિસ્ટ...
લૉસ એંજલ્સ, 7 ઑગસ્ટ : પૉપ જગતની જાણીતી હસ્તી સ્વર્ગસ્થ માયકલ જૅક્સનના મોત બાદ પણ તેમની સાથે સંકળાયેલ કોઇ પણ વાતનો ખુલાસો થાય કે તે આશ્ચર્ય અને વિચારતા કરનાર હોય છે. આ વખતે પણ આવું જ થયું છે. માયકલ જૅક્સનના યૌન શોષણ અંગેના વિવાદો સૌથી વધુ ચર્ચાસ્પદ રહ્યાં છે અને તાજેતરમાં જ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.
માયકલ જૅક્સનના મોત બાદ પણ વિવાદો સાથે તેમનો નાતો ખતમ નથી થયો. એક વરસ પહેલા નૃત્ય દિગ્દર્શક વેડ રૉબસને માયકલ જૅક્સન સામે આરોપ લગાવ્યો હતો કે તેઓ બાળકોનું જાતિય શોષણ કરતી વખતે બેડરૂમની બહાર ઍલાર્મ લગાવી લેતા હતાં કે જેથી તેઓ ઝડપાઈ ન જાય.
વેડ રૉબસને જૅક્સન વિરુદ્ધ 2005માં જાતિય શોષણના ખટલા દરમિયાન શોષણ કર્યાનો ઇનકાર કર્યો હતો, પરંતુ જૅક્સનના મોત બાદ જુલાઈ-2013માં તેમણે જૅક્સનની સમ્પત્તિમાં ભાગની માંગ કરી માયકલ જૅક્સન સામે આરોપ લગાવ્યો હતો કે 1990માં જ્યારે તેમની ઉમર 7 વર્ષની હતી, ત્યારે માયકલ જૅક્સને તેમનું જાતિય શોષણ કર્યુ હતું.
માયકલ જૅક્સન પોતાના સેક્સ સ્કૅન્ડલને લઈને સતત ચર્ચામાં રહેતા આવ્યાં છે અને વેડ રૉબસનના ખુલાસા બાદ તાજેતરમાં જ વધુ એક ખુલાસો થયો છે. આ નવો ખુલાસો વધુ ચોંકાવનારો છે કે જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે માયકલ જૅક્સન સેક્સ ઘેલા હતાં અને તેમની પાસે સેક્સ કરવાની તેમની ઇચ્છા વ્યક્ત કરતા કોડ વર્ડ્સની આખી યાદી હતી.
ચાલો તસવીરો સાથે જોઇએ આ ચોંકાવનારો ખુલાસો :

સેફચકનો નવો ખુલાસો
સ્વર્ગસ્થ પૉપ ગાયક માયકલ જૅક્સન સામે છેડતીનો આરોપ લગાવનાર જેમ્સ સેફચકનો દાવો છે કે જૅક્સન પાસે સેક્સ કરવાની ઇચ્છાનો સંકેત આપતા ગુપ્ત શબ્દોની એક યાદી હતી.

કોણ છે સેફચક
36 વર્ષીય જેમ્સ સેફચક માયકલ જૅક્સનની હયાતીમાં તેમની સામે આરોપ છેડતીના આરોપ લગાવી ચુક્યા છે.

સો વખત છેડતી કરી
સેફચકનો કેસ લગતા વકીલોએ અદાલતમાં દસ્તાવેજો દાખલ કરી દાવો કર્યો કે થ્રિલર હિટમેકર ગીતના ગાયક માયકલ જૅક્સને સેફચકના પ્રૌઢ હોવા સુધી ચાર વરસમાં લગભગ 100 વાર તેમની છેડતી કરી.

વારસા વિરુદ્ધ કેસની માંગ
સેફચકના વકીલોએ અદાલત પાસે સેફચકને જૅક્સનના વારસા વિરુદ્ધ એક કેસ દાખલ કરવાની મંજૂરી માંગી.

એડમાં જૅક્સન-સેફચક
માયકલ જૅક્સન અને જેમ્સ સેફચક 1980ના દાયકામાં પેપ્સીની એક જાહેરખબરમાં સાથે નજરે પડ્યા હતાં.

સેફચકે દરરોજ સુવૂ પડતું
સેફચકના વકીલોએ દાખલ કરેલ દસ્તાવેજોમાં આરોપ લગાવાયો છે કે સેફચકે દરરોજ જૅક્સન સાથે સુવૂ પડ્યું.

સેક્સ કોડ વર્ડ
દસ્તાવેજોમાં તેવો પણ દાવો કરાયો છે કે માયકલ જૅક્સન સેક્સ માટે કોડ વર્ડ વાપરતા હતાં.

જૅક્સનના વકીલોનો બચાવ
બીજી બાજુ માયકલ જૅક્સનના વારસા તરફથી કેસ લડતાં વકીલોની દલીલ છે કે સેફચકના દાવાઓ ફગાવી દેવા જોઇએ, કારણ કે તે બહુ મોડેથી કરાયા છે.

સુનાવણી સપ્ટેમ્બરમાં
આ કેસની વધુ સુનાવણી 4થી સપ્ટેમ્બરના રોજ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
