અવકાશમાં પ્રસ્તુતિ જ નહીં આપે, લગ્ન પણ કરશે લૅડી ગાગા!
લૉસ એંજલ્સ, 19 ઑગસ્ટ : હૉલીવુડ સિંગર લૅડી ગાગા પોતાના અજબ-ગજબ કારનામાઓ માટે જાણીતા છે. તાજેતરમાં ફીફા વર્લ્ડ કપ દરમિયાન આખા વિશ્વને પોતાના રંગે રંગનાર લૅડી ગાગા સમયાંતરે કંઇક ને કંઇક એવું કરતા રહે છે કે જેથી તેઓ ચર્ચામાં રહે છે.
પૉપ સ્ટાર લૅડી ગાગા થોડાક સમય અગાઉ પોતાના આગામી ઈપીઆઈએક્સ મૂળ દસ્તાવેજી ચિત્ર હૂ ધ એફ - કે ઇઝ આર્થર ફોગલની એક ક્લિપમાં ખુલાસો કર્યો હતો કે વર્ષ 2009માં મોંસ્ટર બૉલ પ્રવાસ દરમિયાન તેઓ કંગાળ હતાં. ગાગાએ જણાવ્યું - મારી પાસે બૅંકમાં મારા નામે ત્રીસ લાખ ડૉલર હતાં અને મેં તે તમામ ડૉલર્સ પોતાના સ્ટેજ પરફૉર્મન્સ ઉપર ઉડાડી દીધાં. લૅડી ગાગાએ જણાવ્યું - મને યાદ છે કે હું ઘરે ગઈ અને પોતાના પિતા સાથે હતી. પપ્પાએ કહ્યું કે મને સમજાતુ નથી... તમે રેડિયો પર છવાયેલી છો. સૌ કોઈ તમારા વિશે વાત કરી રહ્યાં છે અને તમે..., પરંતુ પછી મને પોતાની ભૂલનો અહેસાસ થયો અને મેં પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી અને મારી પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરી ગઈ.
હવે લૅડી ગાગા વધુ એક નવી વાત લઈને લોકો સામે આવ્યાં છે. જોકે આ વખતે તેમણે એક મહેચ્છા વ્યક્ત કરી છે. ચાલો તસવીરો સાથે જોઇએ શું છે લૅડી ગાગાની મહેચ્છા?

ગાગાની મહેચ્છા
પૉપ સ્ટાર લૅડી ગાગા પોતાના પ્રેમી અને અભિનેતા ટાયલર કિન્ની સાથે 2015ના આરંભે અંતરિક્ષમાં લગ્ન કરવા માંગે છે.

વર્જિન ગૅલેટિક પ્રોજેક્ટ
28 વર્ષીય લૅડી ગાગા ટાયલર કિન્ની સાથે તે વખતે લગ્ન કરવા માંગે છે કે જ્યારે તેઓ નાસાના નોંધનીય પ્રોજેક્ટ વર્જિન ગૅલેટિક ફ્લાઇટ પર સવાર હશે.

અંતરિક્ષ ઉડાન મોટી તક
ગાગા અને ટાલર લગ્નગ્રંથિથી જોડાવા માંગે છે અને તેમનું માનવું છે કે આ દિશામાં આગળ વધવા માટે અંતરિક્ષની ઉડાન એક બહુ મોટી તક છે.

અંતરિક્ષમાં પરફૉર્મન્સ
લૅડી ગાગા નાસાની આ અંતરિક્ષ યાત્રા દરમિયાન ખાસ ફ્લાઇટમાં પરફૉર્મન્સ આપવાનાં છે.

એક સીટના અઢી લાખ ડૉલર
આ ઉડાનમાં એક સીટ પામવા માટે 2,50,000 ડૉલર ખર્ચવા પડશે.

ગાગાને ઇંતેજાર
લૅડી ગાગા આ સુવર્ણ પ્રસંગનો ઇંતેજાર પ્રેમ સંદેશનો પ્રસાર કરવા માટે કરી રહ્યા છે.

સન્માનની વાત
ગાગાએ જણાવ્યું - અંતરિક્ષમાં પ્રસ્તુતિ આપવી સન્માનની વાત છે.

પોતાને પડકાર
ગાગાએ જણાવ્યું - હું પોતાને કંઇક એવું કરવાનો પડકાર આપવા માંગુ છું કે જે માત્ર લોકોને સાથ જ નહીં લાવે, પણ તેમાં પ્રેમનો સંદેશ પણ હશે અને તે દૂર સુધી જતો હશે.

સોનમની લૉટરી કેવી રીતે લાગી?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
