Uncensored : ખતરોં કે ખિલાડીમાં એજાઝે ગૌહરની મજાક ઉડાડી!
મુંબઈ, 14 એપ્રિલ : ખતરોં કે ખિલાડી 5ની સફર જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ શો અંગે લોકોનો રસ પણ વધતો જાય છે. હજી સુધી તો રોહિત શેટ્ટી દ્વારા અપાયેલ મજાના અને રુંઆટા ઊભા કરી દેનાર સ્ટંટ્સ અંગે દર્શકો ઉત્સુક હતાં, પરંતુ હવે શોનો સૌથી મોટો રસપ્રદ પૉઇંટ આવી રહ્યો છે કે જ્યારે કુશાલ ટંડનના શો છોડ્યા બાદ એજાઝ ખાનની એન્ટ્રી થનાર છે.
બિગ બૉસ 7 દરમિયાન એજાઝ ખાન, ગૌહર ખાન તથા કુશાલ ટંડન વચ્ચે ઝગડાં તથા લવ ટ્રાયએંગલના પગલે શોને બહુ સારી ટીઆરપી મળી હતી. હવે ફરી એક વાર એજાઝ ખાન તથા ગૌહર ખાનને એક સાથે લાવી ચૅનલ વાળાઓએ ટીઆપરીને એક બૂસ્ટ આપવાનો ઇંતેજામ કર્યો છે. જોકે આ ટર્નિંગ પૉઇંટ ખતરોં કે ખિલાડીના દિગ્દર્શકો તથા ચૅનલ વાળાઓને બ હુ મોંઘો પણ પડી રહ્યો છે.
કારણ કે ગૌહરે સ્પષ્ટ શબ્દોમાં ચૅનલ વાળાઓને જણાવી દીધું કે એજાઝ ખાનને તેઓ શોમાં તો લાવી રહ્યાં છે, પરંતુ તેઓ શોમાં ગૌહર ખાન કે પછી કુશાલ ટંડન અંગે કંઈ પણ કૉમેંટ તો દૂર, તેમના નામો પણ લેતા જોવા ન મળવા જોઇએ, પરંતુ ભલા એજાઝને કોણ રોકી શકે. ચૅનલ વાળઓને પણ ખબર છે કે શોની ટીઆરપી માટે એજાઝનું બોલવું કેટલું જરૂરી છે. ખાસ તો જ્યારે ગૌહર ખાન શોમાં હોય. રવિવારે જ્યારે ખભામાં ઈજા બાદ કુશાલ ટંડન ખતરોં કે ખિલાડી 5માંથી બહાર થઈ ગયાં, તો એજાઝ ખાનને તેમના સ્થાને એન્ટ્રી આપવામાં આવી. પછી એક એવી ઘટના બની કે શોના દિગ્દર્શક તો આશ્ચર્યમાં મૂકાઈ ગયાં.
ચાલો તસવીરો સાથે જાણીએ કે સેટ પર શું થયું :

કુશાલે છોડ્યો શો
કુશાલ ટંડને રવિવારે મિલિટ્રી ટાસ્ક દરમિયાન પોતાના ખભે ઈજા થયા બાદ શો છોડી દીધો. તે પછી એજાઝ ખાનને શોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી કે જેથી ગૌહર ખાન અપસેટ હતાં.

રોહિત શેટ્ટીનો નવો ટાસ્ક
બીજા દિવસે રોહિત શેટ્ટીએ એક ગેમ દરમિયાન કેટલાંક ગીતોના બોલ આપ્યાં કે જેમાં દરેક ગીત શોના કોઈ એક કંટેસ્ટંટને ડેડિકેટેડ હતું. એક ફની ગીત રણવીર શૌરીને ડેડિકેટ થયું અને પછી એજાઝ ખાને યાદ આ રહી હૈ તેરી યાદ આ રહી હૈ... ગીત ગાયું કે જેણે ગૌહર ખાનને ડેડિકેટ કર્યું.

ગૌહર ભડક્યાં
એજાઝે ગૌહરને ગીત ડેડિકેટ કર્યું, તો ગૌહરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે સેટ ઉપર જ પોતાની નારાજગી વ્યક્ત કરી.

ગૌહરની નારાજગી
ગૌહરે જણાવ્યું - મેં પહેલા જ કહ્યુ હતું કે એજાઝ શોમાં આવશે, તો હું શો છોડી જતી રહીશ. પછી જ્યારે એજાઝને લાવવાની વાત થઈ, ત્યારે તો ગૌહરે એમ પણ કહ્યું કે એજાઝના મોઢે કુશાલ કે તેમનું નામ ન નિકળવું જોઇએ.

સેટ પર બબાલ
સેટ પર ગૌહરે બહુ બબાલ કરી. બીજી બાજુ એજાઝને પણ રોષ થઈ આવ્યો કે આ એક ટાસ્ક હતો, મેં જાણી-જોઈને કશુ નથી કર્યું. દિગ્દર્શકે ગૌહરને સમજાવતાં કહ્યું કે તેઓ શોનું શૂટિંગ ચાલવા દે. બાકી કોઈ પ્રોબ્લેમ હોય, તો ચૅનલ વાળાઓ સાથે વાત કરે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
