Pics : ગાગા નહીં, મૅડોના છે હાઈએસ્ટ પેઇડ ગાયિકા!
મુંબઈ, 21 નવેમ્બર : લૅડી ગાગાના ફૅન્સને સાંભળીને કદાચ સારૂ નહીં લાગે, પણ હકીકત આ જ છે કે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ગાયિકા લૅડી ગાગા નહીં, પણ પૉપ સનસનાટી મૅડોના છે. અરે આમ અમે નથી કહેતા, પણ ફોર્બ્સ મૅગેઝીન આમ કહે છે કે જેણે મૅડોનાને સૌથી વધુ કમાણી કરનાર પૉપ ગાયિકાના તમગાથી નવાજ્યા છે.
ફીમેલફર્સ્ટ.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ 55 વર્ષીય મૅડોનાએ પોતાના એમડીએમએ વિશ્વ સંગીત પ્રવાસના કારણે જૂન-2012થી મે-2013 દરમિયાન 12.5 કરોડ ડૉલરની કમાણી કરી છે, જ્યારે ગાગાએ 8 કરોડ ડૉલર કમાવ્યાં છે. આ યાદીમાં રૉકસ્ટાર બોન જોવી ત્રીજા સ્થાને, ગાયબ ટૉબી કીથ ચોથા અને કોલ્ડપ્લે પાંચમા સ્થાને છે. યાદીના ટોચના દસ લોકોમાં જસ્ટિન બીબર (5.8 કરોડ ડૉલર), ટેલર સ્વિફ્ટ (5.5 કરોડ ડૉલર), એલ્ટન જ્હૉન (5.4 કરોડ ડૉલર) અને બિયોંસે નોલ્સ (5.3 કરોડ ડૉલર) તેમજ કેની ચેસ્ની (5.3 કરોડ ડૉલર)નો પણ સમાવેશ થાય છે.
જોકે મૅડોનાનું તાજેતરમાં જ રિલીઝ થયેલું આલબમ એમડીએમએ સમ્પૂર્ણપણે ફ્લૉપ થઈ ગયું છે, પરંતુ આમ છતાં મૅડોના સૌથી અમીર છે. નોંધનીય છે કે મૅડોના ચાર બાળકોના માતા છે અને તેમનો સૌથી મોટો દીકરો 16 વર્ષનો છે. મૅડોનાના સેક્સી અંદાજના સામાન્યથી લઈ ખાસ સૌ દીવાના છે. મૅડોનાએ હવે 300એમ કૅસેટો વેચી છે કે જે પોતાની રીતે એક અનોખો રેકૉર્ડ છે. સિંગર, ડાન્સર, રાઇટર, ડાયરેક્ટર મૅડોનાનો વિવાદો સાથે પણ નાતો રહ્યો છે. ક્યારેક તેઓ પોતાના ઉત્તેજક ડાન્સ, તો ક્યારેક ઉત્તેજક હરકતોના કારણે હૅડલાઇન બની જાય છે.
આવો આપને બતાવીએ મૅડોનાના કેટલાંક આશ્ચર્યજનક કારનામાઓ.

મૅડોનાને છે અમીર
ફોર્બ્સ પત્રિકાના જણાવ્યા મુજબ લૅડી ગાગા નહીં, પણ મૅડોના છે સૌથી વધુ કમાણી કરનાર ગાયિકા. આવો આપને બતાવીએ મૅડોનાના કેટલાંક આશ્ચર્યજનક કારનામાઓ. સ્લાઇડર ફેરવતા જાઓ.

ઓબામાનું ટૅટૂ
અમેરિકન રાષ્ટ્રપતિ ચુંટણીના પ્રચાર દરમિયન મૅડોનાએ સ્ટેજ શો કર્યો. તે દરમિયાન તેમણે પોતાની નગ્ન પીઠ તરફ ઇશારો કર્યો કે જેની ઉપર બરાક ઓબામાનું ટૅટુ કોતરાયેલુ હતું. આ રીતે તેમણે લોકોને ઓબામાને વોટ આપવાની અપીલ કરી હતી.

અંતર્વસ્ત્રો ઉતારી ફેંક્યા
ઇસ્તાંબુલ ખાતે મૅડોનાએ પોતાના લાઇવ કૉન્સર્ટ દરમિયાન લગભગ 55000 પ્રશંસકો સામે પોતાના અંતર્વસ્ત્રો ઉતારી ફેંક્યા હતાં. એટલું જ નહિં, તેમણે લોકોને પોતાનું જમણું સ્તન સુદ્ધા બતાવ્યુ હતું.

બટ્ટ બતાવ્યા
ન્યુયૉર્કમાં સૅન્ડી વાવાઝોડામાં બર્બાદ થયેલ લોકો માટે ફંડ-ફાળો એકત્ર કરવા મૅડોનાએ ખુલ્લેઆમ પોતાના બટ્ટ લોકોને બતાવ્યા હતાં. આના પછી લોકોએ આશ્ચર્યજનક રીતે ફંડ-ફાળો આપ્યો હતો.

અચાનક ન્યુડ
ફોટોગ્રાફર ટૉમ મુનરોની પાર્ટીમાં અચાનક જ મૅડોના સૌની સામે ન્યુડ થઈ ડાંસ કરવા લાગ્યા હતાં. એવું તેમણે એક પુરુષ મૉડેલને આકર્ષવા માટે કર્યુ હતું.

ડેટિંગ
પૉપ ગાયિકા મૅડોના હાલ પોતાના કરતાં 19 વરસ નાના બ્રાહિમ રચિકી સાથે ડેટિંગ કરી રહ્યાં છે. આ અગાઉ તેમના સંબંધો બ્રાઝીલના મૉડેલ જિસસ લૂઝ સાથે હતાં.

દંડ
હૉલીવુડના જાણીતા પૉપ સિંગર મૅડોનાએ હોમોસેક્સ્યુલિટીને ટેકો આપતાં રશિયન એક્ટિવિસ્ટ દ્વારા 10.5 મિલિયન ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
