Pics : ધ એક્સ ફૅક્ટરમાં પરફૉર્મ નહીં કરે લૅડી ગાગા
લંડન, 4 ઑક્ટોબર : જાણીતા પૉપ ગાયિકા લૅડી ગાગાએ રિયલિટી શો ધ એક્સ ફૅક્ટરમાં પોતાનું ખાસ પરફૉર્મન્સ નહીં આપવાની ધમકી આપી છે. તેમણે આ પગલું શોના નિર્ણાયક શૅરોન ઑસબૉર્ન દ્વારા તેમની સામે કરાયેલ અભદ્ર ટિપ્પણી બાદ ભર્યું છે. ઑસબૉર્ને ગાગાને તેમની આત્મકથામાં એક અધમ તથા પાખંડી મહિલા ગણાવી હતી.
ડેલીસ્ટાર.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ ઑસબૉર્ને દાવો કર્યો છે કે લૅડી ગાગાએ પોતાના ફૅન્સને તેમના 28 વર્ષીય પુત્રી કૅલીને ઑનલાઇન ગાળો આપી પરેશાન કરવા કહ્યુ હતું. કહેવાય છે કે 27 વર્ષીય ગાગાએ ઑસબૉર્ન સામે વળતો પ્રહાર કરતા જણાવ્યુ હતું કે જે છત તળે ઑસબૉર્ન હશે, ત્યાં પરફૉર્મ કરવાનું મન નથી.
એક સૂત્રે જણાવ્યું કે ગાગાની ટિપ્પણી અંગે ઑસબૉર્ને કોઈ પ્રત્યુત્તર વાળ્યો નથી અને હવે ગાગાનો પરફૉર્મ નહીં કરવાનો નિર્ણય એક ગંભીર મુદ્દો બની ગયો છે. એમ તો શોના નિર્માતા લૅડી ગાગાને પ્રસ્તુતિ આપવા માટે રિઝવવાની દરેક રીત અપનાવવા તૈયાર છે. આ શોના માલિકના એક નજીકના સૂત્રે જણાવ્યું - મને વિશ્વાસ છે કે લૅડી ગાગાને મનાવવા માટે અમારાથી જે થઈ શકશે, અમે કરીશું.

ધ સીક્રેટ સર્વિસમાં મહેમાન કલાકાર
લૅડી ગાગા ફિલ્મ ધ સીક્રેટ સર્વિસમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવશે. ગાગાએ બ્રિટિશ દિગ્દર્શક મૅથ્યુ વૉનને શૂટિંગ માટે એક દિવસનો સમય ફાળવ્યો છે.

મંચ ઉપર જીવંત
તાજેતરમાં જ લૅડી ગાગાએ જણાવ્યુ હતું કે તેઓ મંચ ઉપર જીવંત અનુભવે છે. તેમણે જણાવ્યુ હતું - જ્યારે હું મંચ ઉપર નથી હોતી, તો હું જીવંત નથી અનુભવતી, પણ જ્યારે હું મંચ ઉપર હોઉ છું, તો એવું લાગે છે કે હું જે પણ વિચારુ છું અને જે કંઈ અનુભવું છે, તે બધુ મારી પાસે છે.

કમાણીમાં ટોચે
પૉપ ગાયિકા લૅડી ગાગાએ ફોર્બ્સ પત્રિકા દ્વારા જાહેર કરાયેલ સૌથી વધુ કમાણી કરનાર 30 હસ્તીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

સર્જરી
લૅડી ગાગા તાજેતરમાં જ સર્જરીમાંથી પસાર થયાં હતાં. ત્યાર પછી તેમના કમબૅકની ચર્ચાઓ ચાલતી રહી છે.

આ જાહેરાતે મચ્યો હોબાળો
લૅડી ગાગાએ ગત વર્ષે પોતાનો 24 કલાકનો સમય પોતાના એક ફૅન અને એક મહેમાન સાથે ગાળવાની વાત કરી અને બોલી બોલાવી હોબાળો મચાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
