એવેંજર્સ ઈન્ફિનીટી વોર, 300 કરોડ ક્લબમાં એન્ટ્રી ફાઈનલ
હૉલીવુડની ફિલ્મ એવેંજર્સ ઈન્ફિનીટી વોરે ભારતમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. બીજા વીકએન્ડમાં પણ આ ફિલ્મ જબરજસ્ત કમાણી કરી રહી છે.
હૉલીવુડની ફિલ્મ એવેંજર્સ ઈન્ફિનીટી વોરે ભારતમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. બીજા વીકએન્ડમાં પણ આ ફિલ્મ જબરજસ્ત કમાણી કરી રહી છે. અત્યાર સુધી એવેન્જર્સ ઈન્ફિનીટી વૉરનું કલેક્શન 185 કરોડ સુધી પહોંચી ચૂક્યુ છે.
બીજા શનિવારે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો અને લગભગ 50 ટકાના વધારા સાથે ફિલ્મે 10 કરોડની કમાણી કરી. તો શુક્રવારે ફિલ્મે 7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. અને રવિવારની કમાણી 12થી 14 કરોડ જેટલી મનાઈ રહી છે.
જો કે હજીય આવનાર દિવસોમાં દરેક વીક એન્ડમાં એવેન્જર્સની કમાણી વધે તેવી શક્યતા છે. શાળાઓમાં ઉનાળાનું વેકેશન આ ફિલ્મને ફાયદો કરાવી શકે છે. ત્યારે જો ફિલ્મ 300 કરોડ ક્લબમાં સામેલ થશે તો કોઈ નવાઈ નથી.

હૉલીવુડની ફિલ્મો નવો પડકાર બની
બોલીવુડની ફિલ્મો માટે હૉલીવુડની ફિલ્મો નવો પડકાર બની રહી છે. આ ફિલ્મો માત્ર બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી જ નથી કરતી પરંતુ બોલીવુડની ફિલ્મોને હરિફાઈ પણ પૂરી પાડે છે.

એક અઠવાડિયામાં 150 કરોડની કમાણી
આ ફિલ્મોનો દર્શક વર્ગ હવે હિંદી ડબિંગની સાથે 3ડી, 2ડી શો બાદ વધતો દેખાઈ રહ્યો છે. આવી જ લેટેસ્ટ મુસીબત છે એન્જર્સ ઈન્ફિનિટી વૉર. આ ફિલ્મે માત્ર એક અઠવાડિયામાં 150 કરોડની કમાણી કરી લીધી છે. એટલું જ નહીં ફિલ્મે ભારતમાં બોક્સ ઓફિસ પર 15 રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.

આ દાયકાની સૌથી મોટી ફિલ્મ
માર્વેલ યુનિવર્સની લેટેસ્ટ ફિલ્મ એવેન્જર્સ ઈન્ફિનિટી વૉર આ દાયકાની સૌથી મોટી ફિલ્મ છે. અને 27 એપ્રિલે રિલીઝ થયા બાદ હજી સુધી ફિલ્મને લઈ લોકોનો ઉત્સાહ યથાવત્ છે. અમેરિકા સહિત અન્ય દેશોમાં ફિલ્મ જબરજસ્ત કમાણી કરી રહી છે, તો ફિલ્મે ભારતમાં પણ ગામ ગાંડુ કર્યું છે.

એવેન્જર્સ ભારતમાં ચાર ભાષાઓમાં રિલીઝ
અત્યાર સુધીમાં આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 150 કરોડની કમાણી કરી ચૂકી છે, જે કોઈ પણ હૉલીવુડ ફિલ્મ માટે ઉપલબ્ધિ છે. એવેન્જર્સ ભારતમાં ચાર ભાષાઓમાં રિલીઝ થઈ છે, દરેક ભાષામાં થ્રીડી અને ટુડી બંને ફોર્મેટ ઉપલબ્ધ છે.

2018ની સૌથી વધુ ઓક્યુપન્સી
પહેલા જ દિવસે એવેન્જર્સે 90થી 100 ટકાની ઓક્યુપન્સી નોંધાવીને રેકોર્ડ બનાવ્યો. આ ફિલ્મ 2018માં સૌથી વધુ દર્શકો મેળવનારી ફિલ્મ પદ્માવતને પાછળ છોડી ચૂકી છે.

સૌથી વધુ ઓક્યુપન્સીવાળી હૉલીવુડ ફિલ્મ
ભારતમાં અત્યાર સુધી કોઈ પણ હૉલીવુડ ફિલ્મ પહેલા દિવસે 60 ટકાથી વધારે ઓક્યુપન્સી નથી નોંધાવી શકી. પરંતુ એવેન્જર્સ આવું કરનારી પહેલી હૉલીવુડ ફિલ્મ બની છે.

2018ની સૌથી મોટી ઓપનર
બાગી 2 ની 25 કરોડની ઓપનિંગને પછાડીને એવેન્જર્સ ઈન્ફિનિટી વૉર, 31 કરોડના ઓપનિંગ સાથે 2019ની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની છે.

સૌથી મોટી હૉલીવુડ ઓપનિંગ
અત્યાર સુધી સૌથી મોટી હૉલીવુડ ઓપનિંગ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7 હતી, જેણે 12.30 કરોડનું ઓપનિંગ મેળવ્યું હતું, પરંતુ એવેન્જર્સ ઈન્ફઇનિટી વર 31 કરોડનું ઓપનિંગ કરી ચૂકી છે.

સૌથી મોટી માર્વેલ ફિલ્મ
એવેન્જર્સ એજ ઓફ અલ્ટ્રોને ભારતમાં 10 કરોડનું ઓપનિંગ કર્યું હતું. પરંતુ ઈન્ફિનિટી વૉર 31 કરોડના ઓપનિંગ સાથે માર્વેલ યુનિવર્સની સૌથી મોટી ઓપનર બની ચૂકી છે.

ટોપ 10માં સામેલ
આમિર ખાનની દંગલ અને સલમાન ખાનની કિકને ટોપ 10માં પાછળ છોડીને એવેન્જર્સ ભારતમાં સૌથી વધુ ઓપનિંગ કરનારી 10મી ફિલ્મ બની છે. આ રેકોર્ડ કરનાર એવેન્જર્સ પહેલી હૉલીવુડ ફિલ્મ પણ છે.

સૌથી મોટો શનિવાર
2018માં શનિવારનું સૌથી વધારે કલેક્શન પણ એવેન્જર્સના નામે રહ્યું છે. ફિલ્મ શનિવારે 31 કરોડ કમાઈ ચૂકી છે. આ પહેલા આ રેકોર્ડ 27 કરોડના આંકડા સાથે પદ્માવતના નામે હતો.

સૌથી મોટો રવિવાર
2019માં રવિવારે સૌથી વધુ કલેક્શનનો રેકોર્ડ પણ એવેન્જર્સના નામે છે. રવિવારે આ ફિલ્મ 32.5 કરોડનું કલેક્શન કરી ચૂકી છે. આ પહેલા આ રેકોર્ડ પણ 31 કરોડ સાથે પદ્માવતના નામે હતો.

સૌથી મોટો હૉલીવુડ વીક એન્ડ
એવેન્જર્સે હૉલીવુડનો સૌથી મોટો ઓપનિંગ વીક એન્ડ પણ પોતાના નામે કર્યો છે. આ પહેલા જંગલ બુક 40 કરોડ સાથે, એવેન્જર્સ એજ ઓફ અલ્ટ્રોન 36 કરોડ સાથે આ રેકોર્ડ ધરાવતી હતી. પરંતુ ઈન્ફિનિટી વોરે 94 કરોડનો ધમાકેદાર વીક એન્ડ બનાવ્યો છે.

2018નો બીજો સૌથી મોટો વીક એન્ડ
એવેન્જર્સ ભલે ઢગલો રેકોર્ડ તોડી ચૂકી હોય, પરંતુ પદ્માવતનો 114 કરોડનો વીકેએન્ડનો રેકોર્ડ નથી તોડી શકી, પરંતુ છતાંય આ ફિલ્મ ભારતમાં 2018ની બીજી સૌથી મોટી ઓપનિંગ વીક એન્ડ કરનાર ફિલ્મ બની છે.

સૌથી મોટો એવેન્જર વીક એન્ડ
ઈન્ફિનિટી વૉર એવેન્જર સિરીઝની પણ સૌથી મોટો વીક એન્ડ ધરાવતી ફિલ્મ છે. આ પહેલા આ રેકોર્ડ 36 કરોડ સાથે એજ ઓફ અલ્ટ્રોનના નામે હતો.

5 દિવસ સતત
એવેન્જર્સ પહેલી એવી હૉલીવુડ ફિલ્મ છે, જેણે 5 દિવસ સતત 20 કરોડ કે તેનાથી વધુ કમાણી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 31 કરોડ, બીજા દિવસે 30 કરોડ, ત્રીજા દિવસે 32 કરોડ, ચોથા દિવસે 20 કરોડ, પાંચમા દિવસે પણ 20 કરોડની કમાણી કરી છે.

સૌથી ફાસ્ટ 150 કરોડ
સાત દિવસમાં જ 150 કરોડના કલેક્શન સાથે એવેન્જર્સ સૌથી ઝડપી 150 કરોડ કમાનાર પહેલી હૉલીવુડ ફિલ્મ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ જંગલબુકના નામે હતો. જંગલબુક ફિલ્મે 20 દિવસમાં 150 કરોડની કમાણી કરી હતી.

સૌથી મોટું ઓપનિંગ અઠવાડિયું
156 કરોડની કમાણી કરીને એવેન્જર્સ ભારતમાં એક સપ્તાહમાં સૌથી વધુ કલેક્શન કરનાર ફિલ્મ બની ચૂકી છે. આ પહેલા 74 કરોડના આંકડા સાથે આ રેકોર્ડ જંગલ બુકના નામે હતો.

2018નું સૌથી મોટું બીજુ સપ્તાહ
પદ્માવતના 166 કરોડ બાદ, એવેન્જર્સ ઇન્ફિનિટી 2018ની બીજી સૌથી મોટી ફિલ્મ છે જેણે એક સપ્તાહમાં સૌથી વધુ કમાણી કરી હોય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
