ન્યૂ યર પાર્ટીમાં અમેરિકન સિંગરે તોડી બધી હદ, બીયર કેનની બ્રા પહેરીને કર્યો સ્ટેજ શો
અમેરિકી સિંગર કેટી પેરીએ નવા વર્ષના પ્રસંગે કંઈક એવુ કર્યુ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ છે.
વૉશિંગ્ટનઃ આખી દુનિયાએ વર્ષ 2022નુ દિલથી સ્વાગત કર્યુ છે. ભારતમાં કોરોનાના પ્રતિબંધો વચ્ચે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. વળી, આખી દુનિયા પણ નવા વર્ષના સ્વાગતમાં ઉભી રહી. પરંતુ આ દરમિયાન અમેરિકી સિંગર કેટી પેરીએ નવા વર્ષના પ્રસંગે કંઈક એવુ કર્યુ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ છે.

બીયર કેનવાળો પહેર્યો કૉસ્ચ્યુમ
પોતાના દમદાર અવાજ માટે જાણીતી કેટી પેરીએ અમેરિકાના લાસ વેગાસમાં પોતાના શોમાં કંઈક એવુ કર્યુ જે હવે આખી દુનિયામાં છવાઈ ચૂક્યુ છે. કેટી પેરીએ શોમાં બીયર કેનવાળો કૉસ્ચ્યુમ પહેર્યો જેના ફોટા ઈન્ટરનેટપર વાયરલ થઈ રહ્યા છે.

લાસ વેગાસમાં પ્લે રેસીડેન્સીમાં કર્યુ પરફૉર્મ
કહેવાય છે કે પૉપ સ્ટાર કેટી પેરી પોતાના ફેન્સને પ્રભાવિત કરવામાં ક્યારેય નિષ્ફળ નથી ગઈ પછી ભલે તે તેમનુ મ્યુઝિક હોય કે પછી તેના કપડા. હવે હાલમાં જ કેટી પેરીએ લાસ વેગાસમાં પ્લે રેસીડેન્સીમાં પરફૉર્મ કર્યુ જેમાં તેણે બીયર કેનવાળા બ્રા સાથે મિની ડ્રેસ પહેરીને સ્ટેજ પર આગ લગાવી દીધી જેને જોઈને તેના ફેન્સ પર ચોંકી ગયા.

પૉપ સ્ટારે સ્ટેજ પર મચાવી ધૂમ
પૉપ સ્ટારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના અમુક ફોટા શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંગરે સિલ્વર કલરનો ખૂબ સુંદર ડ્રેસ પહેર્યો છે અને ડ્રેસના અપર પર બે બીયર કેન લાગેલા છે. બીયર કેનવાળી બ્રા સાથે પૉપ સ્ટારે સ્ટેજ પર ધૂમ મચાવી દીધી છે.

બ્રાની અંદરથી બીયરની કેન કાઢી અને...
એટલુ જ નહિ અહીં બધાને ચોંકાવનારી વાત એ છે કે પોતાના પર્ફૉર્મન્સ દરમિયાન સિંગરે પોતાની બ્રાની અંદરથી બીયરની કેન કાઢી અને સ્ટેજ પર જ પીવા લાગી. ફૉક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ 37 વર્ષીય સિંગરે લાસ વેગાસમાં 'પ્લે' રેસીડેન્સીની ઓપનિંગ નાઈટમાં પોતાના જબરદસ્ત પરફૉર્મન્સ માટે બીયર બ્રા પહેરી હતી. પેરીએ રિસૉર્ટસ વર્લ્ડ લાસ વેગાસમાં 'પ્લે'ની નાઈટ દરમિયાન પરફૉર્મ કર્યુ હતુ.

ખૂબ જ સુંદર લાગી રહી હતી કેટી
રિપોર્ટ મુજબ પૉપ સ્ટાર કેટી પેરીએ પ્રોગ્રામમાં ઘણા લાંબા સમય સુધી પરફૉર્મ કર્યુ જેમાં સિંગરે ખૂબ ધમાલ મચાવી. આ દરમિયાન કેટી પેરીએ મશરુમ જેવો ગેટઅપ પણ લીધો હતો જેનો રેડ લુક હતો. તેણે માથાથી લઈને પગ સુધી રેડ આઉટફિટ કેરી કર્યો હતો જેમાં કેટી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

હૉલિવુડની ઘણી નામાંકિત પૉપ સિંગર છે કેટી પેરી
તમને જણાવી દઈએ કે કેટી પેરી હૉલિવુડની ઘણી નામાંકિત પૉપ સિંગર છે. આ ઉપરાંત તે સૉંગ રાઈટર અને સ્ટેજ પરફૉર્મર છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો કેટીએ ઑરલેન્ડો બ્લૂમ સાથે સગાઈ કરી છે. આ કપલે ઓગસ્ટ 2020માં પોતાના પહેલા બાળક ડેજી નામની દીકરીનુ સ્વાગત કર્યુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
