આ એક્ટ્રેસનો ખુલાસો, કોલેજમાં ડ્રગ્સ આપી શારીરિક શોષણ કર્યું અને પછી...
આ એક્ટ્રેસનો ખુલાસો, કોલેજમાં ડ્રગ્સ આપી શારીરિક શોષણ કર્યું અને પછી...
નવી દિલ્હીઃ નેટફ્લિક્સ સીરિઝ 'રિવરડેલ' ફેમ એક્ટ્રેસ કેમિલા મંડેસે પોતાની અંગત જિંદગી સાથે જોડાયેલ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કોલેજના દિવસોમાં તેમની સાથે એક ભયાનક ઘટના ઘટી હતી. હાલમાં આપેલ એક ઈન્ટર્વ્યૂમાં કેમિલાએ જણાવ્યુ્ં કે જ્યારે તેઓ ન્યૂયોર્ક યૂનિવર્સિટીમાં ભણી રહી હતી, ત્યારે તેનો રેપ થયો હતો. મેગઝીનને આપેલ ઈન્ટર્વ્યૂમાં 25 વર્ષીય કેમિલાએ કહ્યું કે, 'મારો બહુ ખરાબ અનુભવ રહ્યો. એક શખ્સે ડ્રગ્સ આપી મારું યૌન શોષણ કર્યું.' જો કે આ ટોપિક પર કેમિલાએ વધુ વાત ન કરી અને માત્ર એટલું કહ્યું કે આ ઘટના બાદ મેં નક્કી કરી લીધું હતું કે ખુદની સુરક્ષિત અને કમ્ફર્ટેબલ રાખવા માટે તે જિંદગીમાં કંઈપણ કરશે.

યૂનિવર્સિટીમાં પહેલું વર્ષ મુશ્કેલ હતું
સ્પૉટ બૉયમાં છપાયેલ એક રિપોર્ટ મુજબ એક્ટ્રેસે કોલેજના જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે કૉલેજમાં પહેલું વર્ષ બહુ મુશ્કેલ હતું. કેમિલાએ આગળ જણાવ્યું કે તેની સાથે આ ઘટના ત્યારે થઈ જ્યારે તેણે ન્યૂયોર્ક યૂનિવર્સિટીના ટિસ્ક સ્કૂલ ઑફ આર્ટ્સમાં દાખલો મેળવ્યો હતો. સ્કૂલના પહેલા વર્ષમાં તેની સાથે થયું તે ખરાબ અનુભવને કેમિલા આજસુધી નથી ભૂલી શકી. કેમિલા કહે છે કે આજે પણ જ્યારે મને લાગે છે કે હું મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છું તો વિચારું છું કે હું શારીરિક રૂપે મારા માટે શું કરી શકું છું.

ઘટના બાદ પીઠ પર ટેટૂ બનાવ્યું
આ ઘટના બાદ તેણે પોતાની પીઠ પર ટેટૂ બનાવ્યું. આ ટેટૂમાં લખ્યું હતું, 'To buid a home'. કેમિલાએ કહ્યું કે આ ટૂટે તેને યાદ અપાવે છે કે ખુદની સાથે તેણ પોતાની આજુબાજુના વાતાવરણને પણ મજબૂત બનાવવાનું છે. કેમિલાએ ક્યું કે તે પોતાના ફેન્સ માટે રોલ મોડેલ બનવા માંગે છે.

વર્કફ્રન્ટ પર કેમિલા મેંડેસ
કેમિલાના શો રિવરડેલના 3 સીઝન સફળતાપૂર્વક ટેલિકાસ્ટ થઈ ચૂક્યાં છે. ચોથી સીઝન પણ તૈયાર છે. તે ધી ન્યૂ રોમેન્ટિક અને ધી પરફેક્ટ ડેટ જેવી હૉલીવુડ ફિલ્મોમાં કામ પણ કરી ચૂકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
