76 વર્ષીય હૉલીવુડ એક્ટ્રેસ Margaret Nolan નું નિધન
76 વર્ષીય હૉલીવુડ એક્ટ્રેસ Margaret Nolan નું નિધન
લંડનઃ હૉલીવુડની મશહૂર એક્ટ્રેસ માર્ગરેટ નોલન (Margaret Nolan)નું 76 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. નોલનને વર્ષ 1964માં રિલીઝ થયેલ મશહૂર ફિલ્મ સીરિઝ જેમ્સ બોન્ડ (James Bond)ની ફિલ્મ ગોલ્ડફિંગરથી ઓળખવામાં આવે છે. તેમનું નિધન પાંચ ઓક્ટોબરે જ થઈ ગયું હતું, જેની જાણકારી તેના દીકરા ઑસ્કર ડીક્સે વેરાઈટી પત્રિકાને હાલ આપી છે. માર્ગરેટ નોલનના નિધનના સમાચાર સાંભળી ડાયરેક્ટર એડગર રાઈટે તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે.

એડગર રાઈટે પોતાના ટ્વીટમાં લખ્યું કે મને જણાવવામાં દુખ થઈ રહ્યું છે કે માર્ગરેટ નોલન હવે નથી રહી. તેઓ બીટલ્સ અને આઈકૉનિક બોન્ડ સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓ કૈરી ઑન કાસ્ટનો પણ ભાગ રહી છે. નોલને પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તે 1960ના શરૂઆતી વર્ષોમાં વિક્કી કૈનેડી નામથી પણ ઓળખાતી હતી. પરંતુ જ્યારે તેમણે એક્ટિંગ શરૂ કરી તો ફરી પોતાના જન્મના નામ સાથે ઓળખાવવા લાગી.
નોલને 1964માં બીટલ્સ બેન્ડની ફિલ્મ અ હાર્ડ ડેઝ નાઈટમાં કામ કર્યું હતું. પરંતુ તે મુખ્ય રૂપે ગોલ્ડફિંગર માટે જ ઓળખાય છે. જો કે તેમણે 1980ના દશકમાં એક્ટિંગથી દૂરી બનાવી લીધી હતી પરંતુ વર્ષ 2011માં ધી પાવર ઑફ થ્રી સાથે દમદાર વાપસી કરી. જે બાદ તેઓ પરમાકલ્ચર પર ધ્યાન આપવા માટે સ્પેન ચાલ્યા ગયાં. પછીં વર્ષ 2019માં રાઈટે તેમણે પોતાની આગામી ફિલ્મ લાસ્ટ નાઈટ ઈન સાહોમાં એક સપોર્ટિંગ રોલ માટે કાસ્ટ કરી હતી. નોબલનના બે દીકરા છે, ઓસ્કર ડીક્સ (જેઓ સિનેમાટોગ્રાફર છે) અને લ્યૂક ઓ'સુલિવાન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
