ઉનાળામાં કેવો હોય છે ગુજરાતી એક્ટ્રેસસિસનો લૂક, જુઓ
ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આપણા કપડા પર પણ તેની અસર પડી રહી છે. સ્વાભાવિક રીતે સિઝન પ્રમાણે આપણે કપડા અને એસેસરિઝ પહેરતા હોઈએ છીએ. ત્યારે સ્ટાઈલિશ, કૂલ અને હોટ દેખાવા માટે તમે ગુજરાતી એક્ટ્રેસિસન
ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આપણા કપડા પર પણ તેની અસર પડી રહી છે. સ્વાભાવિક રીતે સિઝન પ્રમાણે આપણે કપડા અને એસેસરિઝ પહેરતા હોઈએ છીએ. ત્યારે સ્ટાઈલિશ, કૂલ અને હોટ દેખાવા માટે તમે ગુજરાતી એક્ટ્રેસિસની સ્ટાઈલ પણ કૉપી કરી શકો છો. જુઓ આપણી ગુજ્જુ ગર્લ્સ કેવા ગ્લેર્સ પહેરે છે ?

દીક્ષા જોશી
આજકાલ રેટ્રોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફેશન એસેસરીઝમાં અને ખાસ કરીને ગ્લેર્સમાં રેટ્રો ફ્રેમ્સ ખૂબ જ ચલણમાં છે. ત્યારે તમે પણ દીક્ષા જોશીએ પહેરેલા આ પ્રકારના ગુલાબી સ્પેક્સ ઉનાળામાં પહેરી શકો છો. તમને જો ડાર્ક ગ્લેર્સ પસંદ ન હોય તો આ ગુલાબી શૅડ્સ તમારા ખાસ કામના છે.

એશા કંસારા
એશા કંસારાએ પહેર્યા છે કેટ્સ આઈ ફ્રેમના શેડ્સ. ઉનાળામાં તમે પણ આ પ્રકારના શેડ્સ પહેરી શકો છો. ખાસ તો એશાની જેમ બ્લેક આઉટફિટ્સ પર ખુલ્લા વાળ સાથે આ પ્રકારના ગ્લેર્સ તમને શાનદાર લૂક આપશે.

કિંજલ રાજપ્રિયા
આ ફોટોમાં કિંજલ ફૂલ સમર લૂકમાં દેખાઈ રહ્યા છે. સ્કાયબ્લૂ શર્ટ અને લાઈટ ક્રીમ કલરના પેન્ટ પર કિંજલે ટોપીની બ્લેક શેડ્સ પહેર્યા છે. કિંજલે બ્લેક શેડ્સ સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે. આ પ્રકારની ફ્રેમના શેડ્સ પણ ઓપ્શન બની શકે છે.

જાનકી બોડીવાલા
જો તમે કોલેજમાં ભણો છો, અથવા તો જીન્સ અને ટી શર્ટ તમારા ફેવરિટ કે રૂટિન અટાયર છે, તો પછી ક્યુટ જાનકી બોડીવાલા જેવા રાઉન્ડ શેપના ગ્લેર્સ પણ તમને સ્યુટ થશે. ગોલ્ડન ફ્રેમના બ્લેક ગ્લેર્સ એવરગ્રીન છે.

મોનલ ગજ્જર
વન મોર ઓપ્શન ફોર રાઉન્ડ ફ્રેમ્સ. મોનલ ગજ્જરની આ સેલ્ફીમાં એમના શેડ્સ ખૂબ જ નજીકથી દેખાય છે. આંખોને આખા કવર કરતા આ સનગ્લાસિસ તડકાથી બચવામાં ખૂબ જ મદદગાર બની શકે છે. વળી હાલ તે ટ્રેન્ડમાં પણ છે.

આરોહી પટેલ
આરોહીએ આ ફોટોમાં ચશ્મા ભલે આંખ પર નથી પહેર્યા, પણ બ્લેક થીક ફ્રેમના બ્લેક ગ્લેર્સથી તે પોતાનો સમર લૂક કમ્પલિટ કરી રહી છે. જો તમારે પણ ચશ્મા ખાલી ફેશન પૂરતા પહેરવા હોય, તો તમે પણ આરોહીની સ્ટાઈલથી ગ્લેર્સ આ રીતે કૅરી કરી શકો છો.

દીક્ષા જોશી
અગેઈન દીક્ષા જોશીના વધુ એક ગ્લેર્સની સ્ટાઈલ તમને પસંદ આવી શકે છે. આમ તો દીક્ષા જોશીનો આ એરપોર્ટ લૂક છે. પરંતુ તેમના આ લાઈટ ફ્રેમમાં ડાર્ક ગ્લેર્સ વજનમાં પણ હલકા હોય છે.

કૌશાંબી ભટ્ટ
વન્સ મોર. શર્ટ અને પેન્ટ પર જાનકી બોડીવાલાના ગ્લેર્સ પણ તમારી પહેલી પસંદગી બની શકે છે. ગુલાબી શેડ્સ કે લાઈટ શેડ્સ પહેરવા તમારી પસંદ હોય તો પણ આ એક સારો ઓપ્શન છે.

મહેક ભટ્ટ
ઓળખો છો આમને ? આ છે આપણી ‘તોરલ' એટલે કે મહેક ભટ્ટ. સાવજ એક પ્રેમ ગર્જનાના ‘તોરલ'નો ટ્રાવેલિંગ સમયનો આ લૂક તમે પણ વેકેશનની ટૂરમાં કૉપી કરી શકો છો. ખુલ્લાવાળ અને લાઈટ ક્લોથિંગ્સ પર આ ડાર્ક બ્લેક શેડ્સ ઓસ્સમ લૂક આપી રહ્યા છે.

સંવેદના સુવાલકા
જો તમે બ્લેક ગ્લેર્સ પહેરીને કંટાળ્યા હો, તો સંવેદનાના ગ્લેર્સની ફ્રેમ તમને પસંદ આવશે. જો કે ઉનાળામાં આંખ ખેંચતા તડકાથી બચવા માટે કાચ તો બ્લેક જ સારા. પરંતુ તમે ફ્રેમમાં આ ગુલાબી રંગને અપનાવી શકો છો.

ઐશ્વર્યા મજમુદાર
જો બ્લેકની જેમ તમે કેટ આઈ કે રાઉન્ડ ફ્રેમના ગ્લેર્સ પહેરીને પણ કંટાળ્યા હોય તો ઐશ્વર્યાએ પહેરેલા ગ્લેર્સ પણ આજકાલ ફેશનમાં ઈન છે. આ ઉપરાંત બધા વચ્ચે તે તમને અલગ પણ બતાવશે.

આલીશા પ્રજાપતિ
નોર્મલ કેઝ્યુઅલ ક્લોથ્સ પર આલીશાની જેવા શેડ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે. ફેશનની ફેશન અને આંખને બચાવવા માટે આ પ્રકારના ગ્લેર્સ બેસ્ટ ઓપ્શન છે.

રશ્મી દેસાઈ
ટેલિવૂડ એક્ટ્રેસ અને ગુજ્જુ ગર્લ રશ્મિ દેસાઈ પણ ડબલ શૅડના ગ્લેર્સ પસંદ કરી શકે છે. જો તમારે આખા બ્લેક કાચવાળા શેડ્સ ન પહેરવા હોય તો આ પ્રકારના ડબલ શેડ્સવાળા ગ્લેર્સ તમે ટ્રાય કરી શકો છો.
આ પણ વાંચો: એક્ટર અને સિંગરની સાથે સાથે કૂલ મોમ પણ છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
