ઐશ્વર્યા મજમુદારે રેકોર્ડ કર્યુ હોળી સ્પેશિયલ સોંગ, જાણો ક્યાં સાંભળી શક્શો?
ઐશ્વર્યા મજમુદારે રેકોર્ડ કર્યુ હોળી સ્પેશિયલ સોંગ, જાણો ક્યાં સાંભળી શક્શો?
હોળીનો તહેવાર આવી રહ્યો છે. જોરશોરથી હોળીની તૈયારી ચાલી રહી છે. હોળી પાર્ટીઓ માટે પાર્ટીપ્લોટ બુક થઈ ચૂક્યા છે. અને હાઉસ પાર્ટી માટે તમે પણ કદાચ હોળીના ગીતોનું પ્લેલિસ્ટ તૈયાર કરી રહ્યા હશો. તો આ વર્ષે હોલીના ગીતોના પ્લેલિસ્ટમાં તમને વધુ એક ગીત મળી શકે છે. જી હાં, એક ગુજરાતી હોળી સ્પેશિયલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે.

આ સ્ટાર્સ દેખાશે ગીતમાં
જાણીતી ગુજરાતી સિંગર, અમદાવાદની કોયલ ઐશ્વર્યા મજમુદારે તાજેતરમાં જ નવું સોંગ રેકોર્ડ કર્યુ છે. મળતી માહિતી પ્રમાણે આ ગીત હોળી સ્પેશિયલ સોંગ છે. જે આજે રિલીઝ થવાનું છે. ઐશ્વર્યા મજમુદારે રેકોર્ડ કરેલા આ સોંગમાં જાણીતા એક્ટ્રેસ મૌલિકા પટેલ દેખાશે. તો કેમ છો ફેમ તુષાર સાધુ પણ સ્પેશિયલ અપિરિયન્સમાં દેખાશે.

ઐશ્વર્યા મજમુદારે રેકોર્ડ કર્યુ સોંગ
તુષાર સાધુ છેલ્લે ફિલ્મ ‘કેમ છો'માં દેખાયા હતા. જેમાં તેમની સાથે ગોર્જિયસ એક્ટર કિંજલ રાજપ્રિયા પણ હતા. તો મૌલિકા પટેલ પણ 3 ડોબા, દાવ થઈ ગયો યાર, કમિટમેન્ટ જેવી ગુજરાતી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા મજમુદારના મધુર અવાજમાં આ ગીત સાંભળવા માટે ફેન્સ બેતાબ છે. ઐશ્વર્યાના મોટા ભાગના ગુજરાતી ગીતો હિટ થઈ ચૂક્યા છે.

પ્રિન્સ ગુપ્તાની કોરિયોગ્રાફી
ઐશ્વર્યા મજમુદારનું આ નવું ગીત ‘શ્યામ વ્હાલા' યુટ્યુબ પર ટિપ્સ ગુજરાતીની ચેનલ પર રિલીઝ થવાનું છે. ગીતના શબ્દો ‘રેવા' ફેમ ચેતન ધાનાણીએ લખ્યા છે. અને ગીતની કોરિયોગ્રાફી ડાન્સ ઈન્ડિયા ડાન્સ ફેમ પ્રિન્સ ગુપ્તાએ કરી છે. તો ગીતને ડિરેક્ટ પણ પ્રિન્સ ગુપ્તાએ જ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ ગુપ્તા સંખ્યાબંધ ગુજરાતી ફિલ્મોમાં પણ કોરિયોગ્રાફી કરી ચૂક્યા છે. તો ગીતને અમર કાંધાએ કમ્પોઝ કર્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
