પ્રિવ્યૂ : રીયલ લવ-સ્ટોરીને રીલ ટચ એટલે વાયજેએચડી
મુંબઈ, 30 મે : રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે અભિનીત યે જવાની હૈ દીવાની ફિલ્મ રૂપેરી પડદે આવતીકાલે આવી રહી છે. ફિલ્મ અંગે અત્યાર સુધી જેટલી પણ માહિતી મળી છે, તે જોતાં સ્પષ્ટ છે કે આ ફિલ્મ રણબીર-દીપિકાની રીયલ લવ-સ્ટોરી પર આધારિત છે કે જેને રીલ ટચ આપવામાં આવ્યું છે.
રણબીર-દીપિકાની છેલ્લી ફિલ્મ બચના ઐ હસીનો હતી અને કહે છે કે પછી તેમના વચ્ચે બ્રેક-અપ થયું. બ્રેક-અપ બાદ બંનેની આ પહેલી ફિલ્મ છે. ફિલ્મના પ્રમોશન માટે બંનેએ એડી-ચોટીનો જોર લગાવ્યો છે. દર્શકો પણ આ જોડીનો જાદુ જોવા આતુર છે.
વાર્તા : અયાન મુખર્જી દિગ્દર્શિત યે જવાની હૈ દીવાની ફિલ્મ ચાર મિત્રોની વાર્તા છે કે જેઓ કૉલેજ બાદ મળે અને ટ્રિપ ઉપર જાય છે. બની (રણબીર કપૂર) એક ખૂબજ મસ્તીખોર છોકરો છે. તે એક ટ્રાવેલ શોમાં વીડિયોગ્રાફર છે. તે જીવનને બાંધી રાખવા માંગતા નથી અને ખુલીને જીવવા માંગે છે. લગ્નમાં તે વિશ્વાસ નથી ધરાવતો. તેને થોભવું પણ નથી ગમતું. નૈના (દીપિકા પાદુકોણે) એક બહુ જ સિમ્પલ, સારી, સીધી-સાદી અને ટૅલેંટેડ છોકરી છે. તે ડૉક્ટર બનવા માંગે છે. નૈનાના રોલમાં ફિલ્મની શરુઆતથી માંડી અંત સુધી અનેક પરિવર્તનો આવે છે. પહેલા તે થોડીક મૌન-પુસ્તકિયું કીડા જેવી છોકરી હોય છે, પણ પછી ધીરે-ધીરે તેના રોલમાં ઘણા પરિવર્તનો આવે છે અને તે પણબની સાથે એક ફ્રીડમ પસંદ કરતી અને મસ્તી કરતી છોકરી બની જાય છે.

બની માટે નૈનાનો પ્રેમ
બનીને કૉલેજકાળથી નૈના પસંદ કરે છે, પણ તે ક્યારેય કહેતી નથી. બની સાથે બીજી મુલાકાત થાય છે, ત્યારે તેઓ એક ટ્રિપ ઉપરજાય છે. નૈના અને બની એક-બીજા સાથે ઘણો વખત પસાર કરે છે અને ફરી એક વાર નૈના બનીને પસંદ કરવા લાગે છે અને તેનો પ્રેમ એક વાર પુનઃ જાગૃત થાય છે.

રોકાવા નથી માંગતો બની
બનીને ફ્રીડમ પસંદ છે. તે નૈનાને કહે છે કે તે જીવનમાં ક્યારેય રોકાવા નતી માંગતો. લગ્ન કરી તે પોતાના જીવનમાં ક્યારેય ઠહેરાવ નથી માંગતો. તે ભાગવા માંગે છે. તેથી જ નૈના ફરી એક વાર બનીથી દૂર જવા મજબૂર થઈ જાય છે.

બની અને નૈનાનો પ્રેમ
બની ભલે ફ્રીડમ પસંદ કરતો હોય, પણ નૈના સાથે એટલો વક્ત ગાળ્યા બાદ અને તેને એટલી નજીકથી જાણ્યા બાદ બની પણ તેને પસંદ કરવા લાગે છે. બની અને નૈનાની આ પ્રણય-કથા અનેક વળાંકોમાંથી પસાર થાય છે. આખરે તે પોતાના ગંતવ્યે પહોંચી જ જાય છે.

શું થશે નૈના-બનીનું
ફિલ્મનું ગંતવ્ય શું હશે? આખરે બની અને નૈના એક-બીજાના બનશે કે કેમ? બંને વચ્ચે આવતી મજબૂરીઓને તેઓ કઈ રીતે હૅંડલ કરશે? તમામ પ્રશ્નોના ઉત્તરો આવતીકાલે રૂપેરી પડદે જોવા મળશે.

નૈના-બનીની નહીં, રણબીર-દીપિકાની વાર્તા
યે જવાની હૈ દીવાની ફિલ્મમાં નૈના અને બનીની જે વાર્તા છે, તે હકીકતમાં ક્યાંકને ક્યાંક રણબીર કપૂર અને દીપિકા પાદુકોણેની રીયલ વાર્તા પણ છે. પહેલા પ્રેમ, પછી જુદાઈ અને પુનઃ મુલાકાત તથા પુનઃ પ્રેમ. તો રણબીર-દીપિકાની રીયલ લવ-સ્ટોરીને રીલ ટચ સાથે જોવા પહોંચી જાઓ સિનેમા હૉલ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
