'રામાયણ'માં રાવણ નહિ બને યશ, આખરે કેમ લીધો આ નિર્ણય, સામે આવ્યુ મોટુ કારણ
Ramayan: નિતેશ તિવારીની આગામી ફિલ્મ 'રામાયણ'ની સોશિયલ મીડિયા પર હાલમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થયું છે. અહેવાલ છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં, સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં અને સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે કન્નડ ફિલ્મના સુપરસ્ટાર યશ ફિલ્મ 'રામાયણ'માં રાવણની ભૂમિકા ભજવશે. પરંતુ હવે ઝૂમ પરના એક અહેવાલ મુજબ, અભિનેતા આ ફિલ્મ સાથે માત્ર એક નિર્માતા તરીકે સંકળાયેલો છે અને તે રાવણના રોલમાં જોવા મળશે નહીં.

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું- KGF સ્ટાર યશે રાવણના રોલને નકારી કાઢ્યો છે. તે આ ફિલ્મ સાથે માત્ર મેકર તરીકે જોડાયેલો છે. એવા સમાચાર હતા કે તેણે રાવણનું પાત્ર ભજવવા માટે 150 કરોડ રૂપિયાની ફી માંગી હતી. આ માટે મેકરે તેને 80 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. જો કે હવે યશ આ ફિલ્મ સાથે નિર્માતા તરીકે જ જોડાયેલો છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ના સેટ પરથી ઘણી તસવીરો લીક થઈ છે. આવી સ્થિતિમાં હવે નિર્માતાઓએ સેટ પર નો-ફોન પૉલિસી પણ લાગુ કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ફિલ્મમાં કુંભકરણનો રોલ કરવા માટે બૉબી દેઓલનો સંપર્ક કરવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે સાઉથના ફેમસ એક્ટર વિજય સેતુપતિ રાવણના સૌથી નાના ભાઈ વિભીષણની ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય લારા દત્તા અને શીબા ચઢ્ઢા પણ આ ફિલ્મનો ભાગ હશે. લારા દત્તા ભગવાન રામની સાવકી માતા કૈકેયીનું પાત્ર ભજવશે જ્યારે શીબા મંથરાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2025ની દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મમાં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવી રહેલા બૉલિવુડ અભિનેતા રણબીર કપૂરના ફિટનેસ કોચ લોકોને અભિનેતાની તાલીમની ઝલક બતાવી છે. ઈન્સ્ટાગ્રામ પર રણબીરના ટ્રેનરે તેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે શર્ટ વગર વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રણબીર કપૂર પોતાના ફિટનેસ ટ્રેનર સાથે દોડી રહ્યો છે, વજન ઉતારી રહ્યો છે અને વિવિધ પ્રકારની કસરતો કરી રહ્યો છે. આ સિવાય તેણે સ્વિમિંગ, સાઇકલિંગ અને અન્ય ઘણી બાબતોને તેની ટ્રેનિંગમાં સામેલ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
