‘ડૉક્ટરનો ઇનકાર છતાં બર્થ ડે પાર્ટીમાં આવ્યા યશ’
મુંબઈ, 23 ઑક્ટોબર : યશ ચોપરાના નિધન બાદ બિગ બી અમિતાભ બચ્ચન સતત આઘાતમાં છે. હંમેશની જેમ આ વખતે પણ પોતાના દુઃખને તેમણે શબ્દોમાં ઢાળી પોતાના બ્લૉગે પોસ્ટ કર્યો છે. અમિતાભે સૌપ્રથમ તો પોતાના જન્મ દિવસના જશ્ન દરમિયાન ત્યાં ઉપસ્થિત યશજીની તસવીરો અપલોડ કરી છે અને પછી નીચે લખ્યું છે કે આ તસવીરો યશ ચોપરાની છેલ્લી તસવીરો છે.
અમિતાભે લખ્યું છે કે યશ ચોપરા બહુ જ વહેલાં આ ફાની દુનિયાને અલવિદા કરી ગયાં. તેમણે હજું જીવવું જોઇતુ હતું. અમિતાભે જણાવ્યું કે યશજી પહેલા તેમના મિત્ર હતાં અને પછી ફિલ્મમેકર.
અમિતાભે લખ્યું - મેં તેમને છેલ્લી વાર જેમ કે આપ મારા દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરોમાં જોઈ શકો છો પોતાના જન્મ દિવસના જશ્ન દરમિયાન જોયા હતાં. તે વખતે પણ તેમની તબીયત ખરાબ હતી અને ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી. આમ છતાં તેઓ મારા જન્મ દિવસના જશ્નમાં હાજર રહ્યાં અને મારા મારા જન્મ દિવસે હાજર રહેવાનો વાયદો પાળ્યો. ડિનર દરમિયાન તેઓનો તેવા ચાર લોકોમાં સમાવેશ થતો હતો કે જેમણે તે રાત્રે સ્પીચ આપી હતી. તેમના શબ્દો હજુ પણ મારા કાને ગુંજારવ કરે છે. તેમણે મારા કામની કાયમ તારીફ કરી, પરંતુ સૌથી વધુ તેમણે જે વાત વખાણી, તે એ હતી કે હું એક સારો પુત્ર અને એક સારો માણસ છું.
અમિતાભે આગળ લખ્યું - પબ્લિક સમારંભમાં તે તેમની છેલ્લી સ્પીચ અને હાજરી હતી. ગઈકાલે તેમના અંતિમ સંસ્કાર અગાઉની છેલ્લી તસવીર લોકો જોઈ શકે છે. તેમના ગયા બા હવે આપણી સાથે જે કાયમ રહેશે, તે છે તેમની રચનાત્મકતા, તેમના ભાવ, તેમના કાવ્ય, તેમની ફિલ્મો અને સૌથી મહત્વની તેમની માનવતા.
યશ ચોપરાનો અંતિમ સંસ્કાર ગઈકાલે બપોરે મુંબઈમાં કરવામાં આવ્યો. તેમાં ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન પણ ઉપસ્થિત હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન







Click it and Unblock the Notifications
