કૅટને શિફૉન સાડીમાં ફિલ્માવવા માંગતા હતાં યશજી
મુંબઈ, 23 ઑક્ટોબર : પોતાના સુરમયી સંગીત, મનમોહક નજારા તેમજ સફેદ શિફૉનની સાડી માટે જાણીતાં યશ ચોપરાની અંતિમ ઇચ્છા તેમની સાથે જ ખતમ થઈ ગઈ. પોતાની દરેક ફિ્લ્મની જેમ તેઓ છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનની અભિનેત્રી કૅટરીના કૈફને પણ સફેદ શિફૉનની સાડીમાં સ્વિટ્ઝરલૅન્ડ ખાતે ફિલ્માવવા માંગતાં હતાં, પરંતુ અફસોસ કે આવું બની શક્યુ નહિં અને તેઓ અધવચ્ચે ચાલી નિકળ્યાં.

આ માહિતી ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ટ્વિટર ઉપર આપી. મનીષે લખ્યું છે કે જબ તક હૈ જાનની અભિનેત્રી કૅટરીના કૈફને યશ ચોપરા શિફૉનની સાડમાં પોતાની મનપસંદ જગ્યા સ્વિટ્ઝરલૅન્ડ ખાતે આવેલ આલ્પ્સ પર્વતોએ ફિલ્માવવા માંગતા હતાં. તેમણે આ અંગે મનીષ જોડે વાત પણ કરી હતી અને જણાવ્યુ હતું કે તેઓ જ્યારે ગીતનું શુટિંગકરે, તો મનીષે સાથે રહેવું.
આપને જણાવી દઇએ કે યશ ચોપરા દિગ્દર્શિત છેલ્લી ફિ્લમ જબ તક હૈ જાનમાં શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 13મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.
યશજીની ફિલ્મો ભલે તે સિલસિલા હોય, ચાંદની, ડર કે દિલ તો પાગલ હોય, તમામ ફિલ્મોની અભિનેત્રીઓ સફેદ શિફૉનની સાડીમાં સ્વિટ્ઝરલૅન્ડમાં પ્રણયાલાપ કરતાં દેખાય છે. તેથી જો યશજી કૅટરીનાને શિફૉનની સાડીમાં ફિલ્માવવા માંગતા હતા, તો તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
