ગણેશ આચાર્ય પર કેસ, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ
ગણેશ આચાર્ય પર કેસ, મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ
મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં 33 વર્ષીય એક મહિલા કોરિયોગ્રાફરે ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન કોરિયોગ્રાફર એસોસિએશનના જનરલ સેક્રેટરી ગણેશ આચાર્ય વિરુદ્ધ રાજ્ય મહિલા આયોગ અને અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીછે. મહિલાએ ગણેશ પર આરોપ લગાવ્યો કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને કામ અપાવવા માટે કમીશન માંગી રહ્યો છે અને એડલ્ટ વિડિયો જોવા માટે મજબૂર કરી રહ્યો છે.

ગણેશ આચાર્ય પર કેસ
એક મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલા કોરિયોગ્રાફરનું કહેવું છે કે જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય જે દિવસે ફિલ્મ એન્ડ ટેલીવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી બન્યા છે, ત્યારથી જ તેમને સતત પરેશાન કરી રહ્યા છે. મહિલાએ દાવો કર્યો કે તેણે ગણેશની વાત ના માની તો ગણેશે પોતાના પદનો ઉપયોગ કરી એસોસિએશનની તેમની સભ્યતા ખતમ કરી દીધી. જેના કારણે મહિલા કોરિયોગ્રાફરની કમાણી બંધ થઈ ગઈ છે. તેમણે એમ પણ જણાવ્યું કે જ્યારે પણ તે અન્ય કોઈ કોરિયોગ્રાફર પાસે કામ માંગે છે તો તે બધા પણ તેને સૌથી પહેલા ગણેશ આચાર્ય સાથેના વિવાદને નિપટાવવાની સલાહ આપે છે.

મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ
પીડિતા મહિલા કોરિયોગ્રાફરે આગળ જણાવ્યું કે 26 જાન્યુઆરીએ ઈન્ડસ્ટ્રીના અન્ય તમામ કોરિયોગ્રાફર એક ક્લબમાં પહોંચ્યા હતા. ત્યારે તે પણ ત્યાં પહોંચી અને બોલી કે એક લાખ રૂપિયા જમા કરાવ્યા છતાં તેની સભ્યતા રદ્દ કેમ થઈ ગઈ. ત્યારે આચાર્યએ તેને જોઈ ગુસ્સામાં આવી ગયા અને ત્યાંથી જવા માટે કહી દીધું. જ્યારે તેમણે ના પાડી તો આચાર્યએ પોતાના સાથી કોરિયોગ્રાફરને ત્યાંથી પેલીને હટાવવા કહી દીધું. જે બાદ બે મહિલા કોરિયોગ્રાફરે આરોપ લગાવનાર મહિલા સાથે મારપીટ અને દુર્વ્યવહાર કર્યો.

વિવાદ
મહિલા કોરિયોગ્રાફરે પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું કે જ્યારે તે ગણેશની ઑફિસમાં કામ કરવા માટે જતી હતી, તો તે તેનાપર અનુચિત ટિપ્પણી કરતો હતો. સાથે જ અશ્લીલ વીડિયો જોવા માટે પણ ફોર્સ કરતો હતો. પરંતુ તે ક્યારેય સહમત ના થઈ. મહિલાએ એમ પણ દાવો કર્યો કે ગણેશ આચાર્યએ બાકી ડાંસર્સ પર પોતાના ભાગના પૈસામાં 500 રૂપિયા વધુ દેવાનું પણ દબાણ બનાવ્યું હતું જેના પર તે સહમત ના થઈ. આ કારણે જ ગણેશ આચાર્ય તેને માનસિક રૂપે પરેશાન કરવા લાગ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
