"સલમાન તો છે જ, પરંતુ પૈસાના મામલે અક્ષય કુમારની સલાહ લઇશ"
કૉફી વિથ કરણમાં આવેલા આમિર ખાને કહ્યું કે, પૈસાના મામલે તેઓ અક્ષય કુમારની સલાહ લેવાનું પસંદ કરશે, જ્યારે સામાન્ય બાબતોમાં તેઓ સલમાનની સલાહ લેશે.
કૉફી વિથ કરણના આ અઠવાડિયાના એપિસોડમાં સુપર પરફેક્શનિસ્ટ આમિર ખાન દેખા દેશે અને તેમનો સાથે આપશે દંગલની તેમની ઓન-સ્ક્રિન ડોટર્સ. આ અઠવાડિયે કૉફી કાઉચ પર આમિર ખાન, સાન્ય મલ્હોત્રા અને ફાતિમા શેખ જોવા મળશે.

સલમાન ખાન બાદ આમિર ખાનનો આ એપિસોડ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. આ એપિસોડના એક સેક્શનમાં જ્યારે આમિર ખાનને પૂછવામાં આવ્યું કે તેઓ બોલિવૂડમાં કોની સલાહ લેવાનું પસંદ કરશે? તો આમિરે જવાબ આપ્યો, સલમાન ખાન.. કારણ કે તેઓ જરા અલગ, જરા વાંકુ વિચારે છે અને તેમણે જે વિચાર્યું હોય એ સાચું પણ ઠરે છે. પરંતુ પૈસાના મામલે હું અક્ષય કુમારની સલાહ લેવાનું પસંદ કરીશ.' આનું કારણ જણાવતાં આમિરે કહ્યું કે, 'અહીં કોફી વિથ કરણમાં જ ટ્વિંકલે જણાવ્યું હતું કે અક્ષય પાસે પૈસા ભરેલી તિજોરી છે.' 
અહીં વાંચો - કરણ જોહરની આગામી ફિલ્મમાં આર્યન ખાન અને સારા અલી ખાન જોડી જમાવશે!!
હવે સલમાન ખાન કે અક્ષય કુમાર આનો શું જવાબ આપશે એ જાણવું મજેદાર રહેશે. જો કે, હાલ તો કૉફી વિથ કરણના આ મજેદાર એપિસોડની રાહ જોવાઇ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
