Pics : કેમ શત્રુ બન્યાં બિગ બી અને શૉટગન ?
મુંબઈ, 11 ડિસેમ્બર : ફરી એક વાર બિહારી બાબુ શત્રુઘ્ન સિન્હાએ ઇચ્છા જતાવી છે કે તેઓ અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માંગે છે. તેમને હવે જુનું દોસ્તાના યાદ આવી રહ્યું છે. તેમને અમિતાભ બચ્ચનમાં હવે તમામ ખૂબીઓ નજરે આવી રહી છે. શત્રુઘ્ને જણાવ્યું છે કે અમિતાભ સાથે તેમની ફિલ્મની વાત ચાલી રહી છે. જો ભગવાને ઇચ્છશે તો ખૂબ જલ્દીથી એલાન થઈ જશે કે અમે કઈ ફિલ્મમાં સાથે આવી રહ્યાં છીએ.
આપને જણાવી દઇએ કે ગુસ્સાવાળા શત્રુઘ્ન સિન્હાનું દિલ એટલા માટે પિગળ્યું કે તેમની બીમારીના સમયે તમામ મતભેદો ભુલાવી અમિતાભ બચ્ચન તેમને જોવા પહોંચ્યા હતાં. જુલાઈમાં શૉટગન હૉસ્પિટલમાં હાર્ટ સર્જરી માટે દાખલ થયા હતાં. પછી શૉટગન પણ બિગ બીની બર્થ ડે પાર્ટીમાં જોડાયા હતાં.
પરંતુ અહીં અમે આપને બતાવવા જઇ રહ્યાં છે કે શત્રુઘ્ન અને અમિતાભ વચ્ચે સંબંધો તંગ કેમ, ક્યારે અને કેવી રીતે બન્યા હતાં. હકીકતમાં બિગ બી શૉટગન પછી ફિલ્મોમાં આવ્યા હતાં. છતાં અમિતાભ એવા મુકામે પહોંચી ગયાં કે જે શત્રુઘ્નનું સ્વપ્ન હતું. નામ, પૈસો, શહોરત, આબરૂ, ઍવૉર્ડ શત્રુઘ્નને પણ મળ્યાં, પણ અમિતાભ કરતાં ઓછાં.
એવું માનવામાં આવે છે કે શૉટગનને કાયમ એવું લાગતું કે બિગ બીને જરૂર કરતાં વધુ મહત્વ અપાય છે કે જેના તેઓ હકદાર ક્યારેય નહોતાં. આજ કારણ છે કે અમિતાભ તો ટોચે પહોંચી ગયાં, પરંતુ શત્રુઘ્ન સિન્હા પ્રતિભાશાળી હોવા છતાં સફળ રહ્યાં, પરંતુ તેઓ અમિતાભ જેવા મુકામે ન પહોંચ્યાં.
આવો તસવીરો વડે બતાવીએ અમિતાભ-શત્રુઘ્નની કેટલીક રસપ્રદ વાતો.

સલામત રહે દોસ્તાના હમારા...
અમિતાભ-શત્રુઘ્ને પ્રથમ વાર 1980માં શાન ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. ફિલ્મમાં શત્રુનો રોલ અમિતાભના એક્શન સામે ફીકો પડ્યો.

સલામત રહે દોસ્તાના હમારા...
અમિતાભ-શત્રુઘ્ને 1980માં જ સુપર હિટ દોસ્તાના ફિલ્મમાં કામ કર્યું કે જેના ગીતો આજે પણ લોકો ગણગણે છે. ખાસ કરીને બને ચાહે દુશ્મન જમાના હમારા... સલામત રહે દોસ્તાના હમારા...

સલામત રહે દોસ્તાના હમારા...
અમિતાભ-શત્રુઘ્ને 1981માં ફિલ્મ નસીબમાં કામ કર્યુ. આ પણ એક મોટી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મ બાદ બંને વચ્ચે મતભેદના સમાચારો આવવા લાગ્યાં.

સલામત રહે દોસ્તાના હમારા...
અમિતાભ-શત્રુઘ્ને યશ ચોપરાની ફિલ્મ કાલા પત્થરમાં પણ કામ કર્યુ હતું. આ ફિલ્મમાં જેવી દુશ્મની બંને વચ્ચે બતાવાઈ છે, તેવી જ દુશ્મની પછીની રીયલ લાઇફમાં દેખાવા લાગી.

સલામત રહે દોસ્તાના હમારા...
અમિતાભના જ જાણીતા શો કેબીસીની બિહારી આવૃત્તિ કે બને કરોડપતીના હોસ્ટ શત્રુઘ્ન બન્યાં, પરંતુ શો ચાલ્યો નહીં.

સલામત રહે દોસ્તાના હમારા...
વર્ષો પછી આ વખતે શત્રુઘ્ન સિન્હા અમિતાભની બર્થ ડે પાર્ટીમાં નજરે પડ્યાં.

સલામત રહે દોસ્તાના હમારા...
વર્ષો પછી બંને ફરી એક વાર કોઈ ફિલ્મમાં સાથે નજરે પડે તેવી શક્યતા પેદા થઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
