Best Promotion Man : આમિર સામે સલમાન-શાહરુખ સહિત સૌ ફેલ!
મુંબઈ, 11 ડિસેમ્બર : આમિર ખાન બૉલીવુડ જગતના બેસ્ટ પ્રમોશન મૅન છે અને તેમાં કોઈ શંકા પણ નથી. પોતાની દરેક ફિલ્મ માટે આમિરે કંઇક એવું વિશેષ કર્યુ છે કે જે લોકોમાં સમ્પૂર્ણ ઉત્સુકતા જગાડી દે છે.
જ્યારથી આમિરને મિસ્ટર પરફેક્શનિસ્ટની ઉપાધિ મળી ગઈ છે, તેમણે તેનો ખૂબીપૂર્વક ઉપયોગ તો કર્યો જ છે, સાથે-સાથે ક્યાંય પણ એવું સાબિત નથી થવા દીધું કે તેમને અપાયેલી ઉપાધિ ખોટી છે. પોતાની દરેક ફિલ્મની પ્રમોશનલ સ્ટ્રૅટેજીમાં આમિર સમ્પૂર્ણપણે ભાગીદારી ભજવે છે અને તેથી જ તેમના આ હુનર આગળ સલમાન ખાન તેમજ શાહરુખ ખાન જેવા માંધાતાઓ પણ માત ખાઈ જાય છે.
એવા ઘણા કારણો છે કે જે આમિરને બનાવી દે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ પ્રમોશન મૅન :

સ્ટાર સાથે જોડાઓ, કંટ્રોવર્સી સાથે નહીં
આમિરે પીકે માટે બહુ જ ઇંટેલિજંટ દાવ રમ્યો. મોટાભાગે લોકો પોતાની ફિલ્મો સાથે જોડાયેલ સ્ટાર્સને કોઇકને કોઇક કંટ્રોવર્સીમાં ધકેલે છે અને ફિલમ ચર્ચામાં રહે છે, પરંતુ પીકે માટે આમિરે કંઇક જુદુ જ ટ્રાય કર્યું. તેમણે પોતાની સાથે જોડાયેલ કંટ્રોવર્સી ખતમ કરી અને તેવા સ્ટાર્સની નજીક આવ્યા કે જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી. હા ભાઈ, હવે શાહરુખનું નામ બોલાવડાવીને જ રહેશો કે શું?

નો ટીવી, ડાયરેક્ટ કનેક્શન
ટીવી આજકાલ મોટુ માધ્યમ છે ફિલ્મો પ્રમોટ કરવાનું. લગભગ તમામ મોટા સ્ટાર્સ આજકાલ તેના વડે વધુમાં વધુ ઑડિયંસ જોડવાનો પ્રયત્ન કરે છે, પણ આમિરે આનાથી વિપરીત કર્યું. વધુમાં વધુ લોકો વચ્ચે પહોંચી સીધા તેમની સાથે કનેક્ટ થવું આમિરનો પહેલો દાવ હતો.

યુનિક આઇડિયા
આમિર દરેક ફિલ્મમાં કંઇકને કંઇક હટકે આઇડિયા સાથે આવે છે. થ્રી ઇડિયટ્સમાં ગાયબ થવું હોય કે ગઝનીનું હૅરકટ. પીકે માટે પણ આમિરે એક ટ્રાંઝિસ્ટર તથા ન્યુડ પો્ટરનો ઉપયોગ કર્યો કે જે પીકેની ઓળખ બની ગયું. આ ટ્રાંઝિસ્ટરની કિંમત હાલમાં ડોઢ કરોડ રુપિયા સુધી પહોંચી ગઈ છે.

Shh... સીક્રેટ ના ખોલો
પીકે માટે આમિરે એટલા સીક્રેટ મૂકી દીધાં છે કે તેમને ઉકેલવા પણ એક ઉખાણું બની રહ્યા છે. પહેલા તેમનું નામ, પછી જગત જનની. પછી તેમના વિચિત્ર કૉસ્ચ્યુમ. પછી તેમના વિચિત્ર મેક-અપ્સ. લોકો ધીમે-ધીમે આ સીક્રેટ્સમાં ગુંચવાતા ગયાં. સૌથી મોટુ સીક્રેટ તો અત્યાર સુધી સુશાંત સિંહ રાજપૂત બની રહ્યા છે કે જે આમિરની વાતોમાં રહે છે, પણ પ્રમોશનમાં નથી દેખાતાં.

જૂના રહસ્યો ખોલો
પીકે માટે આમિરે જૂના રહસ્યો ખોલી દર્શકોને જોડી રાખ્યા. ક્યારેક અનુષ્કાનું 3 ઈડિયટ્સ માટેનું ઑડિશન કામે લાગ્યું, તો ક્યારેક શૂટિંગના સીન્સ. ક્યારેક સૌના પાત્ર બનાવવાની મહેનત કરી, તો ક્યારેક ગીતોના બિહાઇંડ ધ સીન.

ટ્વિટર બોનસ
આમિરે પોતાના ટ્વિટર ઍકાઉંટ વડે પણ સતત ભોજપુરીમાં જ વાતો કરી. તેઓ ફિલ્મ વિશે કોઈ પણ અપડેટ આપવાનું ન ચૂક્યાં અને લોકો સાથે જોડાતા ગયાં.

પ્રમોશન એક્સપર્ટ
તો કહો ભાઈ, થયાના આપણા પૂનમિયા કૌશલ... અરે પીકે બાબૂ... પ્રમોશન એક્સપર્ટ!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
