Pics : શોકગ્રસ્ત પ્રિયંકા : ડૉનનો સધિયારો, પણ દબંગ-ખેલાડી ક્યાં?
મુંબઈ, 12 જૂન : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ ઘેરા આઘાતમાં છે. પિતાના મોતથી તેઓ ભાંગી પડ્યાં છે. તેવામાં પ્રિયંકા ચોપરાના નજીકના મિત્રો અને બૉલીવુડની જાણીતી હસ્તીઓ તેમને સધિયારો આપી રહ્યાં છે.
ખાસ તો શાહરુખ ખાન પોતાના ખભાની સર્જરી છતાં પ્રિયંકાના પિતા ડૉ. અશોક ચોપરાના અંતિમ સંસ્કાર વખતે હાજર રહ્યા હતાં, તો કરણ જૌહર પણ પ્રિયંકાને સધિયારો આપતા જણાતા હતાં. અંતિમ સંસ્કાર વખતે બૉલીવુડની બીજી પણ અનેક હસ્તીઓ હાજર હતી, તો ગઈકાલે યોજાયેલ અશોક ચોપરાના બેસણામાં પણ દીપિકા પાદુકોણે ઉપરાંત આશુતોષ ગોવારીકર, ફરહાન અખ્તર, રીતેશ દેશમુખ તેમજ જેનેલિયા ડિસૂઝા, ઇલિયાના તથા ઇમરાન ખાન જેવા બૉલીવુડ કલાકારો હાજર રહ્યા હતાં.
આમ તમામ ઘટનાક્રમ વચ્ચે એક વાત આંખે ઉડીને વળગે તેવી હતી અને તે એ હતી કે બૉલીવુડના દબંગ સલમાન ખાન તથા ખેલાડી અક્ષય કુમાર આ બંનેની ગેરહાજરી. સલમાન ખાન તથા અક્ષય કુમાર બંને પ્રિયંકા ચોપરાના શોકમાં કેમ શામેલ નથી થયાં? આવો પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે અને તે અંગે ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. સલમાન કે અક્ષય પ્રિયંકા ચોપરાના પિતાના અંતિમ સંસ્કાર કે બેસણા બંને પ્રસંગોએ ગેરહાજર રહ્યાં. જોકે બેસણા વખતે સલમાનના બહેન અર્પિતા ખાન જરૂર હાજર રહ્યા હતાં, પરંતુ અક્ષય તરફથી તો કોઈ પણ પ્રિયંકાના ગમમો સધિયારો આપવા પહોંચ્યું નહિં.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો.

શાહરુખ ખાન
પ્રિયંકા ચોપરાના પિતાના અંતિમ સંસ્કાર વખતે કિંગ ખાન શાહરુખ ખાન પહોંચ્યા હતાં. તેમણે પ્રિયંકાને ગળે લગાવી તથા તેમને સધિયારો આપ્યો હતો. શાહરુખે પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થને પણ સાંત્વન આપ્યુ હતું.

પડદા ઉપરથી ગાયબ જોડી
ફિલ્મી સફરની વાત કરીએ, તો પણ જણાઈ આવે છે કે પ્રિયંકા ચોપરાએ સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે છેલ્લા ઘણા વખતથી કોઈ ફિલ્મ કરી નથી.

સલમાન-પ્રિયંકા
પ્રિયંકા સલમાન સાથે છેલ્લે 2008માં ગૉડ તુસ્સી ગ્રેટ હો ફિલ્મમાં દેખાયા હતાં. જોકે પ્રિયંકા-સલમાન સાહિબ બીવી ગુલામમાં સાથે કામ કરી રહ્યાં છે.

સલમાન-પ્રિયંકા
પ્રિયંકા-સલમાન મુઝસે શાદી કરોગીમાં પહેલી વાર સાથે આવ્યા હતાં. તે પછી સલામ-એ-ઇશ્કમાં પણ બંનેની જોડી વખણાઈ હતી.

અક્ષય-પ્રિયંકા
અક્ષય સાથે 2010માં જાને કહાં સે આઈ હૈ ફિલ્મમાં દેખાયા હતાં. તેઓ બંનેની આગામી સમયમાં પણ કોઈ ફિલ્મ નથી આવી રહી.

અક્ષય-પ્રિયંકા
અક્ષય-પ્રિયંકાની પ્રથમ ફિલ્મ અંદાઝ હતી કે જે સુપરહિટ રહી હતી. તે પછી મુઝસે શાદી કરોગી, ઐતરાઝ, વક્ત ફિલ્મોમાં પણ બંનેએ સાથે કામ કર્યુ હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
