સતીશ કૌશિક લાવે છે બાંગ્લા ફિલ્મની રીમેક ગૅંગ ઑફ ઘોસ્ટ્સ
મુંબઈ, 27 એપ્રિલ : બૉલીવુડ દિગ્દર્શક સતીશ કૌશિક આજકાલ બાંગ્લા ફિલ્મ ભૂતેર ભબિષ્યતની હિન્દી રીમેક ગૅંગ ઑફ ઘોસ્ટ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમનું કહેવું છે હિન્દી રીમેકમાં મૂળ ફિલ્મના કલાકારોમાંથી માત્ર પરમબ્રત ચૅટર્જીને લેવાનો નિર્ણય કરાયો છે અને તે પણ સમજી-વિચારીને.

વર્ષ 2012માં આવેલ બાંગ્લા ફિલ્મ ભૂતેર ભબિષ્યત બાંગ્લા સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાં ગણાય છે. ફિલ્મની વાર્તા એક જૂના બંગલામાં રહેતા ભૂતોની છે કે જે એક મૉલના બાંધકામ માટે બંગલો છોડી જવા નથી માંગતાં. મૂળ ફિલ્મના કલાકારોમાંથી માત્ર પરમબ્રત ચૅટર્જીને જ હિન્દી રીમેકમાં લેવામાં આવ્યું છે. પરમબ્રતે ફિલ્મ કહાનીમાં વિદ્યાબાલન સાથે પોલીસ-સાથી તરીકે મજબૂત હાજરી નોંધાવી હતી.
સતીશ કૌશિકે જણાવ્યું - અમે ફિલ્મની વાર્તામાં નવાપણું લાવવા માંગતા હતાં. મૂળ ફિલ્મ ઘણી રોમાંચક છે, પરંતુ તે સમ્પૂર્ણ ભારતીય બજારના હિસાબે યોગ્ય નથી. તેથી અમે નવેસરથી વાર્તાને ફિલ્માવવા માટે જૂના કલાકારોના સ્થાને નવા કલાકારોને લીધાં.
તેમણે જણાવ્યું કે હિન્દી રીમેક ગૅંગ ઑફ ઘોસ્ટ્સ ફિલ્મમાં પરમબ્રત ચૅટર્જી ઉપરાંત શરમન જોશી, માહી ગિલ, અનુપમ ખેર, સૌરભ શુક્લા, રાજપાલ યાદવ, ચંકી પાન્ડે, અસરાની, વિજય વર્મા, યશપાલ શર્મા, રાજેશ ખટ્ટર, જૅકી શ્રૉફ હશે. પરમબ્રતને રીમેકમાં લેવાનું કારણ કહાની ફિલ્મમાં શાંત મિજાજ પોલીસકર્મી તરીકે પોતાની છાપ છોડવું હોઈ શકે છે, જ્યારે મલયામલ ભાષાની સફળ ફિલ્મ ટ્રૅફિકની હિન્દી રીમેકમાં પણ તેમને મહત્વની ભૂમિકામાં લેવાયાં છે. આ ઉપરાંત યૂટીવી મોશન પિક્ચર્સ તથા નિખિલ અડવાણીના સહ-નિર્માણમાં બનતી એક ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે પણ પરમબ્રત ચૅટર્જીને સહ-કલાકાર તરીકે લાવાયાં છે.
ગૅંગ ઑફ ઘોસ્ટ્સ ફિલ્મ પરમબ્રત ચૅટર્જી માટે મિથુન ચક્રવર્તી બાદ એક બાંગ્લા અભિનેતા તરીકે પોતાને બૉલીવુડમાં સ્થાપિત કરવાની સારી તક હોઈ શકે છે. ફિલ્મનું શૂટિંગ 2જી મેના રોજ શરૂ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
