'બ્રહ્માસ્ત્ર' નિર્દેશક અયાન મુખર્જી પર કંગના રનોત ભડકી, ધાર્મિક ભાવનાઓનુ શોષણ કરવાનો લગાવ્યો આરોપ
બૉલિવુડની પંગા ક્વીન કંગના રનોતે શુક્રવારે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થતાની સાથે જ આખી ટીમ પર પ્રહારો કર્યા છે.
મુંબઈઃ બૉલિવુડની પંગા ક્વીન કંગના રનોતે શુક્રવારે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થતાની સાથે જ આખી ટીમ પર પ્રહારો કર્યા છે. કંગનાએ ડાયરેક્ટર અયાન મુખર્જી, નિર્માતા કરણ જોહર અને આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિત બ્રહ્માસ્ત્ર પર સીધો કટાક્ષ કર્યો. કંગનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને ફિલ્મ માફિયા પર ભારતમાં સ્ટુડિયોને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જી પર કર્યો કટાક્ષ
કંગના રનોતે બ્રહ્માસ્ત્રના દિગ્દર્શક અયાન મુખર્જી પર નિશાન સાધ્યુ હતુ. કંગનાએ ફિલ્મના નિર્માતા કરણ જોહર તેમજ મુખ્ય કલાકારો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ટીકા કરી હતી. બ્રહ્માસ્ત્રની રિલીઝ પર દર્શકોએ પ્રતિક્રિયા આપતા જ કંગનાએ ફિલ્મ નિર્માતા પર 'જૂઠ' વેચવાનો આરોપ લગાવ્યો. અભિનેત્રીએ એમ પણ કહ્યુ કે બૉલિવુડનુ જૂથ તેમની ફિલ્મના પ્રમોશન માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

કરણ જોહર માટે કહી આ વાત
બ્રહ્માસ્ત્રમાં મૌની રોય, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છે. કંગનાએ ફિલ્મના નેગેટિવ રિવ્યુનો સ્ક્રીનશૉટ શેર કર્યો અને લખ્યુ, 'જ્યારે તમે જૂઠ વેચવાનો પ્રયત્ન કરો છો ત્યારે આવુ થાય છે, કરણ જોહર દરેક શોમાં લોકો આલિયા ભટ્ટ અને રણબીરને બેસ્ટ એક્ટર અને અયાન મુખર્જીને જીનિયસ કહેવા માટે મજબૂર કરે છે. ધીમે ધીમે તેણે આ જૂઠ પર વિશ્વાસ કરવાનુ શરુ કરી દીધુ.

'કરણ જોહરને દરેકની સેક્સ લાઈફ પર વધુ રસ હોય છે'
કરણ જોહરના ચાલી રહેલા ચેટ શો કૉફી વિથ કરણ સીઝન 7નો ઉલ્લેખ કરતા કંગના રનૌતે કહ્યુ, 'કરણ જોહર જેવા લોકોને તેના આચરણ માટે પૂછપરછ થવી જોઈએ, તે તેની ફિલ્મોની સ્ક્રિપ્ટ કરતા દરેકની સેક્સ લાઈફમાં વધુ રસ ધરાવે છે. જે વિવાદાસ્પદ ખુલાસા માટે જાણીતુ છે.'

કંગનાએ કેઆરકેની ધરપકડ માટે લગાવ્યો આ આરોપ
કગનાએ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન વિશે પણ ટિપ્પણી કરી હતી. કંગનાએ કેઆરકેની ધરપકડ માટે બૉલિવુડમાં જૂથવાદનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ લખ્યુ હતુ કે, 'તેમનો જૂથવાદ હવે તેમને ડંખી રહ્યો છે. બેબી પીઆર સાથે લગ્ન, મીડિયાને નિયંત્રિત કરી, કેઆરકેને જેલમાં નાખ્યા, સમીક્ષાઓ ખરીદી, ટિકિટ ખરીદી... એ બધી બેઈમાની કરી શકે છે પરંતુ એક સારી પ્રામાણિક ફિલ્મ બનાવી શકતા નથી.'

અયાન મુખર્જીને જિનીયસ કહેનારને જેલમાં નાખવા જોઈએ
કંગનાએ આગળ લખ્યુ કે આ ફિલ્મના 600 કરોડના બજેટ વિશે એક એવા દિગ્દર્શકને બીજુ શું સમજાવવુ કે જેણે તેના જીવનમાં ક્યારેય સારી ફિલ્મ બનાવી નથી. ભારતમાં ફૉક્સ સ્ટુડિયોને આ ફિલ્મને ફંડ આપવા માટે ખુદને વેચવુ પડ્યુ. હજુ કેટલા સ્ટુડિયો વેચાઈ જશે આ જોકરના કારણે? જે કોઈ અયાન મુખર્જીને બ્રહ્માસ્ત્ર માટે જીનિયસ કહે છે તેને જેલની સજા થવી જોઈએ.

અયાન મુખર્જીએ ધાર્મિક ભાવનાઓનુ શોષણ કરવાની પણ કોશિશ કરી
કંગના રનોતે આગળ લખ્યુ કે, 'અયાન મુખર્જીને જીનિયસ કહેનારા દરેકને તાત્કાલિક જેલમાં મોકલવા જોઈએ. 600 કરોડ બળીને રાખ થઈ ગયા. ધાર્મિક લાગણીઓનુ પણ શોષણ કરવાનો પ્રયાસ કર્યો.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
