Welcome 2015 : નવા વર્ષે દીપિકા-અનુષ્કા વચ્ચે કાંટાની ટક્કર


એનએચ-10, બૉમ્બે વેલ્વેટ, દિલ ધડકને દો



વર્ષ 2015ની વાત કરીએ, તો આ વર્ષે અનુષ્કાની એક-બે નહીં, પણ ત્રણ મોસ્ટઅવેટેડ ફિલ્મો સિલ્વર સ્ક્રીન પર આવનાર છે. માર્ચમાં અનુષ્કાના પ્રોડક્શન હેઠળની પહેલી ફિલ્મ એનએચ 10 આવશે કે જેમાં અનુષ્કા પોતે લીડ રોલમાં છે. મેમાં રણબીર કપૂર સાથે અનુરાગ કશ્યપની બૉમ્બે વેલ્વેટ અને જૂનમાં ઝોયા અખ્તરની દિલ ધડકને દો ફિલ્મ આવશે.
અનુષ્કા શર્મા આ ત્રણે ફિલ્મો અંગે ખૂબ જ ઉત્સાહિત છે. અને હોય પણ કેમ નહીં, છેલ્લા બે વર્ષોથી અનુષ્કા પડદા પર કંઇક કમાલ નથી કરી શક્યાં. કદાચ એટલે જ તેમના સમકાલીન અભિનેત્રી દીપિકા પાદુકોણે તેમના કરતાં ઘણા આગળ નિકળી સ્ટાર બની ગયાં.
પીકૂ, બાજીરાવ મસ્તાની, તમાશા



બીજી બાજુ વર્ષ 2015માં દીપિકા પાદુકોણેની પણ ત્રણ ફિલ્મો રિલીઝ થવાની છે. એપ્રિલમાં શૂજીત સરકારની પીકૂ કે જેમાં દીપિકા અમિતાભ બચ્ચન સાથે લીડ રોલમાં છે. વર્ષાંતે દીપિકાની વધુ બે ફિલ્મો એક સાથે રિલીઝ થશે. તેમાં સંજય લીલા ભાનુશાળીની બાજીરાવ મસ્તાની તથા ઇમ્તિયાઝ અલીની તમાશાનો સમાવેશ થાય છે. બંને ફિલ્મો ખૂબ જ ખાસ છે.
બાજીરાવ મસ્તાનીમાં દીપિકા હાલના બૉયફ્રેન્ડ રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા સાથે નજરે પડશે, તો તમાશામાં એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે દેખાશે.
ખેર, હવે જોવાનું એ રહેશે કે નવું વર્ષ એટલે કે 2015 કોના નામે રહેશે? અનુષ્કા કે દીપિકા? કારણ કે 2015 બંને અભિનેત્રીઓ માટે મહત્વની તક લઈને આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
