કોણ છે મેથિયાસ બો? જેની સાથે તાપસી પન્નુએ ગુપચુપ રીતે લગ્ન કર્યા?
ડંકી સ્ટાર તાપસી પન્નુએ હાલમાં જ ખાનગી રીતે લગ્ન કરી લીધા હોવાના અહેવાલ છે. તેને તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કર્યા છે ત્યારે ફેન્સ હવે તેના વિશે સર્ચ કરી રહ્યા છે.
આ કપલે હજુ સુધી તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી. 2014 માં જ્યારે મેથિયાસ ઈન્ડિયા ઓપનમાં રમી રહ્યો હતો ત્યારે તાપસી પન્નુ અને મથિયાસ બોની ડેટિંગની અફવાઓ શરૂ થઈ હતી. તાપસી પન્નુ ઘણીવાર તેને ચિયર્સ કરતી જોવા મળી છે.

અહેવાલો અનુસાર, 20 માર્ચે પ્રી-વેડિંગ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી અને બોલિવૂડમાંથી બહુ ઓછા લોકો સેલિબ્રેશનનો ભાગ બન્યા. દોબારા અને થપ્પડ જેવી ફિલ્મોમાં સહકલાકાર પાવેલ ગુલાટી તેમજ હસીન દિલરૂબા જેવી તેની ફિલ્મોની નિર્માતા કનિકા ઢીલ્લોને આમાં હાજરી આપી. આ લગ્નનો ભાગ બનવા અનુરાગ કશ્યપ ખાસ પહોંચ્યો હતો.
2014થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા
2014 માં મેથિયાસ ઈન્ડિયા ઓપનમાં રમી રહ્યો હતો ત્યારે તાપસી પન્નુ અને મથિયાસ બોની ડેટિંગની અફવાઓ સામે આવી હતી. તાપસી પન્નુ ઘણીવાર તેને ચીયર કરતી જોવા મળી હતી. પછી મંજૂરીની મહોર ત્યારે પડી જ્યારે બંનેએ એકબીજાની અંગત અને વ્યાવસાયિક સિદ્ધિઓ એકસાથે ઉજવવાનું શરૂ કર્યું અને સાથે તસવીરો પોસ્ટ કરવાનું ચાલુ કર્યુ.
મેથિયાસ બો કોણ છે?
43 વર્ષીય મેથિયાસ બોનો જન્મ 11 જુલાઈ 1980ના રોજ થયો છે. તે ડેનિશ બેડમિન્ટન ખેલાડી છે. તેણે 1988માં આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનું શરૂ કર્યું અને 2012 ઓલિમ્પિકમાં મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો. 2015માં તેણે યુરોપિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો.
તે ચીનના કુનશાનમાં યોજાયેલા 2016 થોમસ કપમાં ડેનમાર્કની વિજેતા ટીમનો પણ ભાગ હતો. હવે તે ભારતીય રાષ્ટ્રીય બેડમિન્ટન ટીમના મુખ્ય ડબલ્સ કોચ છે.
પહેલી મુલાકાત કેવી રીતે થઈ?
અહેવાલો અનુસાર, બંનેની પહેલી મુલાકાત 2013માં ઈન્ડિયન બેડમિન્ટન લીગ દરમિયાન થઈ હતી. મેથિયાસ બો લખનૌ સ્થિત ટીમ અવધ વોરિયર્સનો એક ભાગ હતો, જ્યારે તાપસી પન્નુ ચેમ્પિયન હૈદરાબાદ હોટશોટ્સની બ્રાન્ડ એમ્બેસેડર હતી. અહીંથી જ તેમના સંબંધો આગળ વધવા લાગ્યા.
જો કે તાપસી તેના અંગત જીવન વિશે ખૂબ જ સતર્ક રહે છે. તેણીએ એકવાર એક મુલાકાતમાં ઉલ્લેખ કર્યો હતો કે તેઓ શરૂઆતમાં રૂબરૂ મળ્યા પહેલા ટ્વિટર પર જોડાયેલા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
