કોણ છે ભારતની પહેલી AI Model Zara? જાણો કેમ ચર્ચામાં છે?
હાલમાં જ પહેલી વખત Miss AI કોમ્પિટીશનનું આયોજન થયુ હતુ. આ સ્પર્ધામાં મોરોક્કોની કેઝા લાયલી વિજેતા જાહેર થઈ છે. આ સ્પર્ધામાં ભારતની પહેલી એઆઈ મોડલ ઝારા ટોપ 10માં સામેલ રહી.
ઝારા શતાવરી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. અત્યાર સુધીમાં તેના 14 હજારથી વધુ ફોલોઅર્સ છે અને આ સમાચાર લખ્યા ત્યાં સુધી તેના ઈન્સ્ટાગ્રામ પર 157 પોસ્ટ કરવામાં આવી છે. તે 22 લોકોને ફોલો કરે છે, જેમાંથી મોટા ભાગના AI મોડલ છે.

ઝરા શતાવરીની પોતાની વેબસાઇટ છે. (https://zarashatavari.com/). જેમાં તે ફેશન, ફિટનેસ અને ફૂડ વિશે બ્લોગ લખે છે. તેણીએ તણાવ અને ચિંતા પર લેખો પણ લખ્યા છે. જ્યાં તેણે તેને ઘટાડવાના ઉપાયો વિશે જણાવ્યું છે.
જણાવી દઈએ કે, ઝારા શતાવરીને રાહુલ ચૌધરીએ બનાવી છે, જે ભારતીય મોબાઈલ એડ એજન્સીના સ્થાપક છે. ઝારા શતાવરીએ મિસ એઆઈ પેજન્ટ ન જીતવા પર હકારાત્મક પોસ્ટ કરી અને લખ્યું કે, તમારા સમર્થન માટે આભાર, ભલે હું મિસ AI સ્પર્ધા ન જીતી શકી પરંતુ ફાઇનલિસ્ટ બનવું અને આ અદ્ભુત પ્રવાસનો ભાગ બનવું મારા માટે એક યાદગાર અનુભવ રહ્યો છે.
તેણીએ કહ્યું કે, વિશ્વની પ્રથમ AI સૌંદર્ય સ્પર્ધામાં પસંદગી પામેલ ભારતમાંથી હું એકમાત્ર ફાઇનલિસ્ટ હતી અને આ ઇતિહાસનો એક ભાગ છે જે ક્યારેય બદલાશે નહીં.
જ્યારે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેણે ભારતની જર્સી સાથે પોતાનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે, શાનદાર અને રોમાંચક મેચ! ભારતીય ટીમને આ શાનદાર જીત માટે ખૂબ ખૂબ અભિનંદન. સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમને ફાઇનલમાં પહોંચવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
એકાઉન્ટમાં ઝારા શતાવરીની ઘણી તસવીરો છે, જેમાં તે મુસાફરી કરતી જોવા મળે છે. લોકો તેના લુકને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
