11 મેંના રોજ એશ્વર્યા રાય સાથે શું થયુ કે હાથ તુટી ગયો? જાણો કેમ છુપાવાઈ રહ્યું છે સત્ય?

હાલમાં જ ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. અહીં તેના તુટેલા હાથે તમામ લોકોનું ધ્યાન તેના તરફ ખેચ્યુ હતુ.

ઐશ્વર્યા રાય તેની લાડલી દીકરી આરાધ્યા સાથે કાન્સ ઈવેન્ટમાં હાજરી આપવા મુંબઈ એરપોર્ટ પહોંચી ત્યારે તેના પ્લાસ્ટરવાળા હાથને જોઈને લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા.

aishvarya rai

લોકો જાણવા માંગતા હતા કે પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયને આ ઈજા કેવી રીતે થઈ. હવે સમાચાર આવી રહ્યા છે કે ઐશ્વર્યા રાયનો તેના માતા-પિતાના ઘરે અકસ્માત થયો હતો જેના કારણે તેના હાથમાં આ ઈજા થઈ.

મિડ ડે સાથે વાત કરતા ઐશ્વર્યા રાયના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે 11 મે 2024ના રોજ ઐશ્વર્યા રાય સાથે એક મોટો અકસ્માત થયો. આ જ અકસ્માતમાં તેનો હાથ તૂટી ગયો.

ઐશ્વર્યા રાયના નજીકના સૂત્ર અનુસાર, 11 મે 2024ના રોજ ઐશ્વર્યા રાય અચાનક લપસીને તેની માતાના ઘરે પડી ગઈ હતી. આ ઘટનામાં તેના હાથનું હાડકું તૂટી ગયું હતું અને તેને પ્લાસ્ટર કરવું પડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ઐશ્વર્યા ખરાબ રીતે ઘાયલ થઈ હતી.

તેના હાથ પર પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે પરંતુ સોજો હજુ પણ છે જેના કારણે તેને હવે સર્જરી કરાવવી પડશે. ડૉક્ટરોએ ઐશ્વર્યા રાયને હાથની સર્જરી માટે પહેલેથી જ કહ્યું હતું પરંતુ અભિનેત્રીએ કાન્સ 2024માં હાજરી આપવાની હતી જેના માટે તેણે થોડો સમય માંગ્યો હતો.

હાલમાં ઐશ્વર્યા રાય કાન્સ 2024માં પોતાનો જાદુ બતાવીને 20 મે 2024ના રોજ મુંબઈ પરત ફરી છે. મુંબઈ પરત ફરતાની સાથે જ તેમણે મતદાન મથક પર જઈને મતદાન કર્યું હતું.

ઐશ્વર્યા રાય આવતા અઠવાડિયે હાથની સર્જરી કરાવશે. જો કે, સર્જરી બાદ પણ તેણે લગભગ એક મહિના સુધી ખભા પર સ્લિંગ પહેરવી પડશે. આ સિવાય તેની ફિઝિયોથેરાપી પણ એક મહિના સુધી ચાલુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X