વેલકમ બૅકનું શૂટિંગ શરૂ : મૈં બબલી હુઈ... પર ઠુમક્યાં સંભાવના-જ્હૉન!
મુંબઈ, 25 માર્ચ : અનીસ બઝ્મીની વેલકમ ફિલ્મની સિક્વલ વેલકમ બૅકનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મમાં જાણીતા ભોજપુરી અભિનેત્રી સંભાવના સેઠનું હૉટ આયટમ સૉંગ પણ હશે કે જેમાં સંભાવના અને જ્હૉન અબ્રાહમ ઠુમકા લગાવતાં નજરે પડશે.
વેલકમ ફિલ્મમાં અક્ષય કુમાર અને કૅટરીના કૈફની જોડી હતી, જ્યારે વેલકમ બૅકમાં આ જોડીનું સ્થાન લીધું છે જ્હૉન અબ્રાહમ અને શ્રુતિ હસને. વેલકમના અન્ય કલાકારો પરેશ રાવલ, અનિલ કપૂર અને નાના પાટેકર વેલકમ બૅકમાં પણ જાળવી રાખવામાં આવ્યાં છે, જ્યારે ફિરોઝ ખાનના રોલ અંગે હજીય સ્પષ્ટ થયું નથી.
ચાલો તસવીરો સાથે જોઇએ અને જાણીએ વધુ વિગતો :

વેલકમ બૅકનું શૂટિંગ શરૂ
ફિરોઝ નડિયાદવાલા નિર્મિત અને અનીસ બઝ્મી દિગ્દર્શિત વેલકમ બૅકનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

વેલકમ બૅકની ટીમ
વેલકમ બૅક ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ, અનિલ કપૂર, શ્રુતિ હસન, નાના પાટેકર અને પરેશ રાવલ લીડ રોલમાં છે.

સંભાવનાનું આયટમ સૉંગ
વેલકમ બૅક ફિલ્મમાં સંભાવના સેઠનું એક આયટમ સૉંગ છે કે જેમાં તેઓ જ્હૉન અબ્રાહમ સાથે ઠુમકા લગાવતા નજરે પડશે.

મૈં બબલી હુઈ તૂ બંટી હુઆ...
સંભાવનાએ આ આયટમ સૉંગ અંગે જણાવ્યું - આ આયટમ સૉંગના બોલ છે મૈં બબલી હુઈ તૂ બંટી હુઆ... આ ગીત મારા કૅરિયરને નવી દિશા આપશે. આ ગીતને હું પોતાના ડાન્સ નંબર કહી શકુ છું.

સુપરહિટ વેલકમ
વેલકમ બૅક સને 2007માં આવેલી સુપરહિટ ફિલ્મ વેલકમની સિક્વલ છે.

જોડી બદલાઈ
વેલકમમાં અક્ષય-કૅટની જોડી હતી, જ્યારે વેલકમ બૅકમાં જ્હૉન-શ્રુતિ રંગ જમાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
