What!!! સુઝાન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકશે રણબીર!!!
મુંબઈ, 7 ઑગસ્ટ : હૅડિંગ વાંચીને ચોંકી ગયા ને? એ રણબીર કપૂર સુઝાન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યા છે કે જેમનું અફૅર કૅટરીના કૈફ સાથે પુરબહારમાં ચાલી રહ્યું છે? રણબીર કપૂર એ સુઝાન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યાં છે કે જેમણે થોડાક સમય પહેલા જ હૃતિક રોશન સાથે છુટાછેડા લીધાં છે?
પરંતુ આ વાત એકદમ સાચી છે કે રણબીર કપૂર પોતાના લગ્નનો પ્રસ્તાવ લઈ સુઝાન પાસે જઈ રહ્યાં છે. અમે જ્યારે કહેતા હોઇએ કે આ સમાચાર એકદમ સાચા છે, ત્યારે તમને પણ આંચકો લાગ્યો હશે, કારણ કે સૌ જાણે છે કે રણબીર કપૂર અને કૅટરીના કૈફનું લવ અફૅર બૉલીવુડમાં મોસ્ટ ટૉક્ડ લવ અફૅર છે અને બંને ટુંકમાં લગ્ન કરનાર હોવા અંગેના સમાચારો પણ સમયાંતરે આવતા રહે છે.
એટલુ જ નહીં, રણબીર અને કૅટ એક-બીજાના દીવાના પણ છે. તાજેતરમાં કૅટરીના કૈફ ફ્રાંસના કોર્સિકા શહેર પહોંચી ગયા હતાં કે જ્યાં રણબીર કપૂર તમાશા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતાં. કૅટ રણબીર સાથેની દૂરી સહન નહોતા કરી શક્યાં અને તેમને મળવા છેક કોર્સિકા પહોંચી ગયા હતાં કે જ્યાં કૅટે રણબીર સાથે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.
હવે આપના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે કૅટરીના કૈફ જેવા લવિંગ લવ-પાર્ટનર સાથે છેહ કરી રણબીર કપૂર સુઝાન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ કેમ મૂકવા જઈ રહ્યાં છે. શું રણબીર નથી જાણતા કે સુઝાન હૃતિક રોશનના એક્સ-વાઇફ છે અને બે બાળકોના માતા પણ છે?
ચાલો આપના પ્રશ્નનો જવાબ આપીએ સ્લાઇડર દ્વારા :

તમાશામાં વ્યસ્ત રણબીર
રણબીર કપૂર હાલમાં ઇમ્તિયાઝ અલીની ફિલ્મ તમાશાના શૂટિંગમાં વ્યસ્ત છે કે જેમાં તેમના હીરોઇન એક્સ ગર્લ-ફ્રેન્ડ દીપિકા પાદુકોણે છે.

પ્રથમ શિડ્યુઅલ સમાપ્ત
તમાશાનું શૂટિંગ ફ્રાંસના કોર્સિકો શહેરમાં ચાલતુ હતું કે જેનું પ્રથમ શિડ્યુઅલ સમાપ્ત થઈ ગયું છે.

લંડન જશે રણબીર
જાણવા મળે છે કે રણબીર કપૂર હવે કોર્સિકોથી લંડન જઈ રહ્યાં છે.

મળશે સુઝાનને
રણબીર કપૂર લંડન ખાતે સુઝાનને મળશે. તમારા મનમાં પ્રશ્ન ઉઠ્યો હશે કે સુઝાન તો હૃતિક રોશનના પત્ની હતાં. શું રણબીર કૅટને છોડી ડાયવૉર્સી સુઝાન સાથે લગ્ન કરશે?

કૅટના માતા છે સુઝાન
હા જી, આ સુઝાન એટલે હૃતિક રોશનના એક્સ-વાઇફ નહીં, પણ કૅટરીના કૈફના માતા કે જેમને મળવા રણબીર લંડન ઉપડી રહ્યાં છે.

ચર્ચાઓ પુરજોશમાં
રણબીર કપૂર કૅટના માતાને મળવા લંડન જતા હોવાના સમાચારો બાદ રણબીર-કૅટના લગ્ન અંગેની ચર્ચાઓ પુરજોશમાં ચાલી નિકળી છે.

કૅટ સાથે લગ્નનો પ્રસ્તાવ
કહે છે કે રણબીર કપૂર કૅટરીના કૈફના માતા સમક્ષ કૅટ સાથે પોતે લગ્ન કરવા માંગતા હોવાનો પ્રસ્તાવ મૂકશે.

કૅટ સાથે જશે સેંટ ટ્રોપેઝ
એમ પણ જાણવા મળે છે કે રણબીર કપૂર કૅટના માતા સુઝાનને મળ્યા બાદ સેંટ ટ્રોપેઝ જઈ કૅટરીના કૈફ સાથે રજાઓની ઉજવણી કરશે.

કૅટે રણબીર સાથે ઉજવ્યો જન્મ દિવસ
તાજેતરમાં જ કૅટરીના કૈફનો જન્મ દિવસ હતો. કૅટે મુંબઈથી બહાર ફ્રાંસમાં કોર્સિકો પહોંચી રણબીર કપૂર સાથે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
