પીપલ્સ ચૉઇસ ફંક્શનમાં સિતારાઓ : જુઓ તસવીરો
મુંબઈ, 29 ઑક્ટોબર : પીપલ્સ ચૉઇસ ઍવૉર્ડ ટેલીવિઝન, બૉલીવુડ, રમત-ગમત અને સંગીત ક્ષેત્રની તેવી હસ્તીઓને અપાય છે કે જેમની લોકો પસંદગી કરે છે. પબ્લિક વોટિંગ પ્રમાણે આ સન્માન કલાકારોને અપાય છે. આ વખતે આ ઍવૉર્ડ ફંક્શનનું આયોજન કલર્સ ચૅનલે દ્વારા યોજાયો હતો.
ગત 27મી ઑક્ટોબરની રાતે પણ આ ઍવૉર્ડ ફંક્શનની ધૂમ રહી. આ શોની સૌથી વધુ ખાસ વાત એ રહી કે આ ઍવૉર્ડ ફંક્શનમાં લગ્ન બાદ પ્રથમ વાર સૈફ અલી ખાન અને કરીના કપૂર એક સાથેકોઈ જાહેર મંચે નજરે પડ્યાં.
આ ઍવૉર્ડ સમારંભનું આયોજન મુંબઈમાં કરાયુ હતું. તેમાં સિતારાઓની મહેફિલ ગુલઝાર થઈ. પ્રિયંકા ચોપરાએ આ શોમાં યશ ચોપરાની ચર્ચિત ફિલ્મોના ગીતો પર પરફૉર્મ કર્યું અને તેમને સમગ્ર બૉલીવુડ તરફથી શ્રદ્ધાંજલિ આપી.
આ ઍવૉર્ડ ફંક્શનની વધુ એક ખાસ વાત સફેદ રંગ હતો કે જે પહેરી ફિલ્મી સિતારાઓએ ગઝબનો ચકળાટ ઊભો કર્યો. આવો તસવીરોમાં બતાવીએ કે કઈ રીતે સફેદ રંગમાં સિતારાઓએ શોમાં ચાર ચાંદ લગાવી દીધાં.

કરીના કપૂર
સૈફ સાથે લગ્ન બાદ પહેલી વાર કરીના કપૂર કોઈ જાહેર મંચ ઉપર દેખાયાં. સફેદ રંગના શોલ્ડરકટ ગાઉન તેમજ લાલ રંગની રાતી લિપસ્ટિકમાં કરીના કોઈક કયામતથી ઓછા નહોતાં લાગતાં.

કૅટરીના કૈફ
સફેદ કલરની શૉર્ટ ડ્રેસમાં કરીના કોઈક ઢિંગલી કરતાં ઓછા નહોતાં લાગતાં, પરંતુ સફેદ રંના લિબાઝમાં તેમની જાંબુડિયા રંગની હાઈ હિલે આખી મજા બગાડી નાંખી.

પ્રિયંકા ચોપરા
સફેદ રંગની શૉર્ટ ડ્રેસમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર લાગતાં હતાં. તેની ઉપર ગોલ્ડન બ્રેસલેટ તેમને ભીડમાંથી જુદા તારતો હતો.

પરિણીતી ચોપરા
સફેદ રંગમાં પરિણીતી ચોપરાએ પણ કહેર વરસાવ્યો. તેમને જોઈ તમામ લોકો હેરાન રહી ગયાં.

ભાગ્યશ્રી
ફિલ્મ મૈંને પ્યાર કિયા દ્વારા બૉલીવુડમાં હલચલ મચાવનાર ભાગ્યશ્રી પણ સફેદ સાડીમાં બહુ જ સુંદર દેખાતા હતાં.

પૂનમ ધિલ્લોન
વીતેલા જમાનાની સુંદર હસીનાઓમાંની એક પૂનમ ધિલ્લોન પણ જ્યારે સફેદ કલરની સાડીમાં આવ્યાં, તો તેમણે કમસિન હસીનાઓને પણ ભૂ પીવડાવી દીધું.

માધુરી દીક્ષિત
બૉલીવુડ દિવા માધુરી દીક્ષિત પોતાના પતિ શ્રીરામ નેને સાથે ઍવૉર્ડ ફંક્શનમાં પહોંચ્યાં. જોકે તેઓ સફેદ ડ્રેસમાં નહોતાં, પરંતુ લાલ-રાતા રંગમાં તેમની ડ્રેસે તેમની સુંદરતાને વધુ નિખાર્યાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
