જુઓ તસવીરો : શ્રીએ બોનીને આપી 65 લાખની કાર
મુંબઈ, 12 નવેમ્બર : બૉલીવુડમાં હાલ ગિફ્ટ આપવાનું પ્રચલન જોર પકડતું જાય છે. તેમાં દીવાળીએ વધુ રંગ ઉમેર્યું છે. આ જ શ્રેણીમાં એક જમાનાના જાણીતાં અભિનેત્રી શ્રીદેવીએ દીવાળી પ્રસંગે પોતાના પતિને એક શાનદાર ગિફ્ટ આપી છે. હા જી. શ્રીદેવીએ પોતાના પતિ બોની કપૂરને 65 લાખ રુપિયાની શાનદાર કાર પોર્શે કેયને આપી છે.
આપને જણાવી દઇએ કે સેલિબ્રિટીઓ વચ્ચે પોર્શેનો એક જુદો જ જલવો છે. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન તથા દેશને પ્રથમ વિશ્વ કપ અપાવનાર કપિલ દેવે પણ પોર્શેની પ્રથમ પેનામેરા ડીઝલ ખરીદી છે. પોર્શેને પણ ભારતીય બજારોમાં સેલિબ્રિટીઓના કારણે ખૂબ લોકપ્રિયતા હાસલ થઈ રહી છે. પોર્શે દ્વારા યોજાયેલા નાનકડા કૅમ્પમાં શ્રીદેવીએ પોતાના પતિ બોની કપૂરને પોર્શે કેયને કારની ચાવી સોંપી. આ પ્રસંગે શ્રીદેવી ખૂબ ખુશ નજરે પડ્યાં.
આવો તસવીરો વડે જાણીએ શ્રીદેવી દ્વારા ગિફ્ટમાં બોનીને મળેલ આ નવી કાર વિશે.

શ્રીદેવીએ પતિને સોંપી ચાવી
શ્રીદેવી પોતે આ પ્રસંગે ઉપસ્થિત હતાં અને તેમણે મીડિયા સામે પોતાના પતિને પોર્શેની શાનદાર કાર કેયનેની ચાવી સોંપી.

શ્રીદેવી 100મા ગ્રાહક
આપને જણાવી દઇએ કે પોર્શે ભારતીય બજારમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ખાસકર બૉલીવુડ અને ક્રિકેટ જગતની જાણીતી હસ્તીઓ આ કારની ખાસ દીવાની છે. શ્રીદેવી પોર્શે કેયનેના દેશના 100માં ગ્રાહક બન્યાં છે.

પોર્શેની કારોના ફૅન છે શ્રીદેવી
આ પ્રસંગે શ્રીદેવી ખૂબ ખુશ નજરે પડ્યાં. તેમણે જણાવ્યું કે તેઓ પોર્શેની કારોના એક મોટા ફૅન છે. આ ઉપરાંત પોતાના પતિને આ ગિફ્ટ આપી શ્રીદેવી પોતે ખૂબ જ ખુશ છે.

ખુશખુશાલ શ્રીદેવી
શ્રીદેવીની ખુશીનો અંદાજો આપ પોતે જ આ તસવીર વડે લગાવી શકો છો. તાજેતરમાં જ બૉલીવુડમાં લાંબાગાળા બાદ શ્રીદેવીએ પોતાની શ્રેષ્ઠ ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશ વડે કમબૅક કર્યું છે.

દમદાર એંજિન
પોર્શેની આ શાનદાર કારમાં કમ્પનીએ 3 લીટરની ક્ષમતાના દમદાર એંજીનનો પ્રયોગ કર્યો છે કે જે કારને 254 બીએચપીને શ્રેષ્ઠ શક્તિ પ્રદાન કરે છે. ઉપરાંત આ કારમાં ઓછા ઈંધણ ખર્ચ માટે સ્ટૉપ-સ્ટાર્ટ ટેક્નિકનો પણ પ્રયોગ કરાયો છે.

શાનદાર સ્પીડ
બૉની કપૂરને મળેલી આ શાનદાર કાર સ્પીડની બાબતમાં પણ બેહદ ખાસ છે. આ કાર લગભગ 220 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે.

મજેદાર સફર
કમ્પનીએ આ કારના બહેતર રાઇડિંગ માટે 8-સ્પીડ ટ્રીટટ્રૉનિક ઑટોમૅટિક ગૅર બૉક્સનો પ્રયોગ કર્યો છે કે જે લાંબા અંતરની યાત્રા દરમિયાન ડ્રાઇવરને બહેતર સફરની તક પ્રદાન કરે છે.

સુંદર બાહ્ય દેખાવ
પોર્શે કેયનેનો લુક પણ સુંદર છે.

આંતરિક લુક પણ આકર્ષક
આ કારનો આંતરિક લુક પણ આકર્ષક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
