જુઓ વણચર્ચાયેલી શાહરુખ-અનુષ્કાની કેમેસ્ટ્રી
મુંબઈ, 10 નવેમ્બર : વર્ષ 2008ની હિટ રબ ને બના દી જોડી ફિલ્મથી અનુષ્કાએ સોનેરી પડદે પગલું મુક્યુ હતું. ફિલ્મમાં અનુષ્કાના હીરો શાહરુખ હતાં. ઉંમરમાં ઘણો ફરક ધરાવતી આ જોડીને દર્શકોએ પસંદ કરી અને ફિલ્મ જોરદાર હિટ થઈ. તેથી આ વખતે પણ આ બંને પાસેથી દર્શકોને ઘણી આશાઓ છે. ફિલ્મ જબ તક હૈ જાન એટલે કે જેટીએચજેમાં ફરી એક વાર આ જોડી મોટા પડદે ચમકવાં તૈયાર છે.
જોકે આ ફિલ્મ અંગે જેટલી ચર્ચા કૅટરીના કૈફ અને શાહરુખ ખાન અંગે થઈ રહી છે, તેટલી ચર્ચા અનુષ્કા અને કિંગ ખાન અંગે નથી થતી, પરંતુ આ તમામ વાતોથી નિશ્ચિંત અનુષ્કાનું કહેવું છે કે ફિલ્મમાં તેમનો રોલ ખૂબ દમદાર છે. ફિલ્મ જોયાં બાદ દર્શકોને ખબર પડી જશે કે મારા પાત્રની ખૂબીઓ શું છે? પોતાના રોલ અંગે વધુ વાત ના કરતાં અનુષ્કા બસ એટલું જ કહે છે કે આ ફિલ્મ મારા હૃદયની ખૂબ નજીક છે, કારણ કે આ ફિલ્મ દ્વારા મને યશ ચોપરા સાથે કામ કરવાની તક મળી. મને ખુશી છે કે મારું નામ આ ફિલ્મ દ્વારા ઇતિહાસમાં નોંધાઈ ગયું.
આવો આપને બતાવીએ જબ તક હૈ જાન ફિલ્મની શાહરુખ-અનુષ્કાની કેટલીક તસવીરો :

ખૂબ જામી કેમેસ્ટ્રી
ખૂબ જામી કેમેસ્ટ્રી
શાહરુખ-અનુષ્કા વચ્ચેની કેમેસેટ્રી ખૂબ સારી જામી છે. પડદા ઉપર બંને એક-બીજાની ખૂબ નજીક દેખાઈ રહ્યાં છે.

દીવાળી ધડાકાની આશા
બંને સ્ટાર્સે પ્રથમ જ હિટ ફિલ્મ રબ ને બના દી જોડી દ્વારા બૉક્સ ઑફિસે તહેલકો મચાવ્યો હતો. આ વખતે પણ બંને પાસે દીવાળી ધડાકાની આશા છે.

ખફા-ખફા
ફિલ્મના એક દૃશ્યમાં અનુષ્કા શાહરુખ ખાનથી ખફા નજરે પડે છે, પરંતુ શાહરુખની ભાવ-ભંગિમાઓ કઈંક ઓર જ કહી રહી છે.

હીર ગીત
ફિલ્મ જબ તક હૈ જાનના હીર ગીતનું દૃશ્ય. આ ગીત ટૉપ ટેનમાં સ્થાન પામી ચુકી છે.

સ્મિત
ફિલ્મના એક દૃશ્યમાં એક સાથે સ્મિત ફરકાવતાં શાહરુખ-અનુષ્કા. બંને સ્ટાર્સ અંગે કહેવાય છે કે બંને કામ પ્રત્યે ખૂબ સમર્પિત રહે છે.

રોમાન્ટિક-ઇમોશનલ
ફિલ્મનું આ ખૂબ જ રોમાન્ટિક અને ઇમોશનલ દૃશ્ય છે કે જે લોકોને ખૂબ ગમશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
