કબીર ખાનના જેમ્સ બૉન્ડ : જુઓ તસવીરો
મુંબઈ, 2 નવેમ્બર : બૉલીવુડના ટાઇગર સલમાન ખાન માટે કઈં પણ કરવું અશક્ય નથી. બાદશાહ શાહરુખ ખાન અને ટાઇગર સલમાન ખાન વચ્ચે કાયમ જંગ છેડાયેલો જ રહે છે. જે એક કરે, બીજો તે જ કરી પોતાને સાબિત કરવામાં લાગી જાય. હવે જ્યારે બંને એક-બીજાને અવગણે, તો કોઈ બીજો જ આવી તેમની વચ્ચે શમતી આગમાં ઘી નાંખી દે. એવું જ કામ કર્યું છે એક થા ટાઇગરના દિગ્દર્શક કબીર ખાને.
તાજેતરમાં જ શાહરુખ ખાને પોતાની જબ તક હૈ જાન ફિ્લ્મની પ્રેસ કૉન્ફ્રેંસ દરમિયાન ફિલ્મની બંને એક્ટ્રેસ સાથે જેમ્સ બૉન્ડ સ્ટાઇલમાં તસવીરો ખેંચાવી તથા જણાવ્યું કે તેઓ પણ જેમ્સ બૉન્ડ બનવા માંગે છે એટલે કે તેઓ પણ જેમ્સ બૉન્ડનું પાત્ર ભજવવાનાં ઇચ્છુક છે. સલમાને શાહરુખની વાત પર કોઈ રિએક્શન ન આપ્યું, તો તેમના દિગ્દર્શક કબીર ખાને એક નિવેદન જારી કરી નાંખ્યું અને કહ્યું કે સલમાન ખાન બૉલીવુડના જેમ્સ બૉન્ડ બની શકે છે.
કબીર ખાને આ વાત કહી જેમ્સ બૉન્ડની લેટેસ્ટ ફિલ્મ સ્કાયફૉલના પ્રીમિયર પ્રસંગે. હવે કબીર ખાને સલમાનને બૉલીવુડના જેમ્સ બૉન્ડ કયાં-કયા માપદંડોને આધારે જણાવ્યાં, તે તો કબીર ખાન જ જણાવી શકે છે, પરંતુ અમે સલમાન ખાનની અત્યાર સુધીની ફિલ્મોમાં સલમાનના સુપર હીરો ટાઇપનાં ગુણોની વ્યાખ્યા જરૂર કરી શકીએ.
આવો બતાવીએ કે સલમાન ખાનમાં કયાં-કયાં ગુણો છે કે જેમના કારણે કબીર ખાન તેમને જેમ્સ બૉન્ડ કહી રહ્યાં છે.

વૉન્ટેડ
2009માં આવેલ વૉન્ટેડ ફિલ્મમાં સલમાન ખાન અને આયશા ટાકિયાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી સલમાને બૉલીવુડમાં પોતાની એક્શન ઇમેજ સાથે એન્ટ્રી કરી. સલમાનના સ્ટંટ તેમજ તેમના સુપર હીરો ટાઇપના સ્ટંટે તેમની આ ફિલ્મને આ વર્ષની સૌથી હિટ ફિલ્મ બનાવી નાંખી. સલમાને આ ફિલ્મમાં એક ગૅંગસ્ટરની ભૂમિકા ભજવી હતી. તેમનો ડાયલૉગ ખૂબ લોકપ્રિય બન્યો - મૈંને એક વાર જો કમિટમેંટ કર દિયા તો ફિર મૈં અપને આપકી ભી નહીં સુનતા.

દબંગ
વૉન્ટેડ બાદ 2010માં આવેલ અરબાઝ ખાન તેમજ મલાઇકા અરોરા ખાન નિર્મિત દબંગ ફિલ્મમાં સલમાન ખાને દબંગ પોલીસ કર્મચારી ચુલબુલ પાન્ડેનું પાત્ર ભજવ્યું. ફિલ્મના અંતે સલમાનની શર્ટ ફાટીને ઉડી જાય છે અને સલમાન પોતાની સિક્સ પૅક બૉડી સાથે ગુંડોનો સફાયો કરે છે. આ સીન જોઈ તમામના હોશ ઉડી ગયા હતાં અને સમગ્ર સિનેમા હૉલમાં તાળીઓ ગુંજી ઉઠતી હતી.

રેડી
2011માં રિલીઝ થયેલ રેડી ફિ્લ્મમાં સલમાન અને અસીને મુખ્ય પાત્ર ભજવ્યા હતાં. આ ફિલ્મમાં સલમાનના એક્શન સીન્સ ઉપરાંત તેમનો ડાયલૉગ ‘જિંદગી મેં તીન ચીજોં કો કભીઅંડરરેસ્ટિમેટ ના કરના - આઈ, મી એન્ડ માયસેલ્ફ' ખૂબ ફેમસ થયો. આ ફિલ્મ 2010ની સૌથી હિટ ફિલ્મ રહી. સાથે જ બૉક્સ ઑફિસે તેણે અનેક નવા રેકૉર્ડ બનાવ્યાં.

બૉડીગાર્ડ
2012માં રિલીઝ થયેલ બૉડીગાર્ડ ફિલ્મમાં સલમાન અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મ પણ વૉન્ટેડ, દબંગ તેમજ રેડીની જેમ સુપર હિટ રહી. સલમાનના એક્શનની ખૂબ પ્રશંસા થઈ.

એક થા ટાઇગર
20102માં જ ઈદના દિવસે કબીર ખાન દિગ્દર્શિત એક થા ટાઇર ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મે સલમાનની છેલ્લી તમામ ફિલ્મોના રેકૉર્ડ તોડી નાંખ્યાં. વિદેશોમાં પણ તે હિટ રહી. આ ફલ્મમાં સલમાનના એક્શને સૌને હચમચાવી મુક્યાં. સૌએ સલમાનને એક્શન હીરોનું બિરૂદ આપી દીધું. 2012ની આ અત્યાર સુધી સૌથી હિટ ફિલ્મ છે.

દબંગ 2
આ વર્ષે ડિસેમ્બરમાં સલમાન ખાનની દબંગની સિક્વલ દબંગ 2 ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સલમાનના અપોઝિટ છે. અત્યાર સુધીના લુક્સ મુજબ આ ફિલ્મ પણ સલમાનની એક્શન સિરીઝની એક હિટ ફિલ્મ સાબિત થઈ શકે છે.

શેર ખાન
દબંગ 2 બાદ આવતા વર્ષે એટલે કે 2013માં સલમાનની શેર ખાન ફિલ્મ રિલીઝ થશે. નામથી જ જેમ લાગી રહ્યું છે, આ ફિલ્મ પણ સલમાનની એક્શન ફિલ્મ જ હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
