જુઓ તસવીરો : જેટીએચજે સાથે જોડાયેલી કૅટની યાદો
મુંબઈ, 12 નવેમ્બર : જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે સાથે યશ રાઝ ફિલ્મ્સની હીરોઇનોની લિસ્ટમાં સૌથી છેલ્લે પોતાનો નામ સમાવિષ્ટ કરનાર સેક્સી એક્ટ્રેસ કૅટરીના કૈફ તાજેતરમાં જ કોલકાતામાં યોજાયેલ પોતાની ફિ્લ્મનું પ્રમોશન કરવાં પહોંચ્યાં. આ ઇવેન્ટ દરમિયાન કૅટરીનાએ ફિલ્મ સાથે જોડાયેલી પોતાની અનેક યાદો વહેંચી. કૅટરીનાએ જણાવ્યું કે યશજી સાથે તેઓ લાંબા સમયથી કામ કરવા માંગતા હતાં, પરંતુ તેમને ક્યારેય તક મળી નહિં. છેલ્લે જતાં-જતાં યશજીએ તેમને આ તક આપી જ દીધી.
કૅટરીના કૈફે એક ઇન્ટર્વ્યૂ દરમિયાન જણાવ્યું કે જ્યારે તેમણે પ્રીતિ ઝિંટા તથા શાહરુખ ખાનની વીર ઝારા ફિલ્મ જોઈ હતી, ત્યારથી જ તેઓ યશજીના ફૅન થઈ ગયા હતાં અને ઇચ્છતા હતાં કે આવી રોમાન્ટિક ફિ્લ્મ કરવાની તક તેમને પણ મળે. કૅટે જણાવ્યું કે વીર ઝારાનું પેલું સીન કે જેમાં શાહરુખ ખાન ખૂબ જ રોમાન્ટિક અંદાજમાં પ્રીતિ ઝિંટાને પોતાની બાંહોંમાં ઉઠાવે છે, તે જોઈ કૅટરીનાના રુઆંટા ઊભા થઈ ગયા હતાં અને તેઓ ઇચ્છતા હતાં કે ક્યારેક તેઓ પણ આ પ્રકારનું પાત્ર ભજવે.
જેટીએચજે રિલીઝ થતાં અગાઉ શાહરુખ અને કૅટની જોડી હિટ થવા લાગી છે. યશ ચોપરાની આ છેલ્લી રોમાન્ટિક જોડી છે. શાહરુખ અને કૅટરીના કૈફ વચ્ચે અનેક રોમાન્ટિક સીન્સ ફિલ્માવવામાં આવ્યાં છે. આ સાથે જ બંનેના અંતરંગ દૃશ્યો જોઈ તો બધા હેરાન છે. કૅટને શાહરુખની જોડીની લોકપ્રિયતા જોઈ તમામને આ વાતનો વિશ્વાસ થઈ ગયો છે કે ફિલ્મ તો હિટ થવાની જ છે. કૅટે એમ પણ જણાવ્યું કે ફિલ્મના શુટિંગ દરમિયાન તેઓ ઘણાં નર્વસ હતાં, પરંતુ શાહરુખે તેમને ઘણું કમ્ફર્ટેબલ ફીલ કરાયું.
આવો શૅર કરીએ કૅટરીના કૈફના જબ તક હૈ જાન સાથે જોડાયેલા સંસ્મરણો તસવીરોમાં :

પૂર્ણ થયું સ્વપ્ન
કૅટરીના કૈફે જણાવ્યું કે વીર ઝારા જોયા પછીથી તેમની ઇચ્છા યશજી સાથે અને તે પણ શાહરુખ ખાન સાથે રોમાન્ટિક પાત્ર ભજવવાની હતી, પરંતુ જેટીએચજે સાથે આ સ્વપ્ન પૂર્ણ થયું.

રુઆંટા ઊભા થઈ ગયાં
કૅટે જણાવ્યું કે વીર ઝારાના એક સીનમાં શાહરુખ ખાન ખૂબ જ રોમાન્ટિક અંદાજમાં પ્રીતિ ઝિંટાને પોતાની બાંહોંમાં ઉઠાવે છે, તે જોઈ તેમના રુઆંટા ઊભા થઈ ગયા હતાં.

મિસ કરે છે યશજીને
જેટીએચજેની યાદો શૅર કરતાં કૅટે જણાવ્યું કે શુટિંગ દરમિયાન જ્યારે પણ કોઈ સીન કરતાં અમે મુશ્કેલી અનુભવતાં, તો યશ ચોપરા થોડીક વાર માટે શુટિંગ થંભાવી દેતાં અને જૉક્સ સંભળાવી વાતાવરણ હળવું કરી નાંખતાં. આજે પણ તેમની હયાતીનો અનુભવ તમામને થાય છે.

સફેદ શિફૉનનું દુઃખ
કૅટે જણાવ્યું કે યશ ચોપરાની અંતિમ ઇચ્છા હતી કે કૅટ સફેદ શિફૉન સાડીમાં એક રોમાન્ટિક સૉંગ શુટ કરે. આજે પણ મને યાદ આવે છે અને આ વાતનું ઘણું દુઃખ છે.

શાહરુખ સાથે કામ કરવું મોટું ઍચીવમેંટ
કૅટરીનાએ જણાવ્યું કે જ્યારે જેઓ પ્રથમ વાર શાહરુખ ખાન સાથે કામ કરતા હતાં, ત્યારે ઘણાં નર્વસ હતાં, પરંતુ શાહરુખ ખાને તેમને કમ્ફર્ટેબલ કરી.

અનુષ્કા સાથે ખૂબ જામી બૉડિંગ
અનુષ્કા શર્મા અને કૅટ વચ્ચે ઝગડાંના સમાચારો પણ કેટલાંક સમય અગાઉ આવ્યા હતાં, પરંતુ કૅટે તમામ સમાચારો ફગાવતાં જણાવ્યું કે અનુષ્કા સાથે શુટિંગ ખૂબ સારી રહી. તેઓ ખૂબ જ સમજું એક્ટ્રેસ છે.

લંડન-લદ્દાખમાં શુટિંગ મુશ્કેલ
કૅટે જણાવ્યું કે જ્યારે ફિલ્મના ગીત ઇશ્ક શાવાનું શુટિંગ ચાલતુ હતું, ત્યારે લંડનનું તાપમાન -2, -3 ડિગ્રી સેલ્સિયલ હતું. એવામાં ગીતનું શુટિંગ ખૂબ મુશ્કેલ હતું. શાહરુખ જ્યારે સમય મળ્યો, ત્યારે ધાબળું લાવી મને આપી દેતાં.

યશજીની વિદાય શૉકિંગ
યશજીના આકસ્મિક નિધને જેટીએચજેની સમગ્ર ટીમ શૉક્ડ હતી. કૅટનું પણ એમ જ માનવું છે કે યશજીની વિદાયથી એક વિચિત્ર અપૂર્ણતા આવી ગઈ છે.

સાંસ છે કૅટનું ફેવરિટ ગીત
કૅટે જણાવ્યું કે જેટીએચજે ફિલ્મનું સાંસ ગીત તેમને સૌથી વધુ પસંદ છે. આ ગીતમાં એ. આર. રહેમાન તેમજ યશ ચોપરાએ સારું કામ કર્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
