તસવીરોમાં જુઓ ઐશની ટૉપ 10 ફિલ્મો
મુંબઈ, 1 નવેમ્બર : મિસિસ બચ્ચન એટલે કે ઐશ્વર્યા રાયે આજે પોતાનો 39મો જન્મ દિવસ ઉજવ્યે. આ અગાઉ ભલે ઐશ્વર્યાએ પોતાનો જન્મ દિવસ ખૂબ ધૂમધામ સાથે ઉજવ્યો હોય, પરંતુ આ વખતે તેઓ પહેલાં કરતાં વધુ ખુશ દેખાયા. તેનું કારણ છે પુત્રી આરાધ્યા. આરાધ્યા સાથે ઐશ્વર્યા પહેલી વાર પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે.
1લી નવેમ્બર, 1973ના રોજ જન્મેલ ઐશે 1994માં વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો. ઐશની પ્રથમ ફિલ્મ ઇરુવર તામિળમાં બની હતી. તેનાં દિગ્દર્શક મણિરત્નમ હતાં. હિન્દીમાં તેમની પ્રથમ ફિલ્મ ઔર પ્યાર હો ગયા હતી. હિન્દી ફિલ્મોમાં સંજય લીલા ભાનુશાળી દ્વારા બનાવાયેલ હમ દિલ દે ચુકે સનમ તથા પછી દેવદાસ ફિલ્મથી ઐશે સફળતાનો સ્વાદ ચાખ્યો કે જે આજે પણ બરકરાર છે.
સલમાન ખાનને લઈને ઐશ્વર્યા રાય અનેક વાર વિવાદોમાં ઘેરાયાં. તેમની અનેક ફિલ્મો બૉક્સ ઑફિસે ફ્લૉપ રહી, પરંતુ આમ છતાં તેમના અભિનય અને સૌંદર્યે તેમને કાયમ ટૉપની અભિનેત્રીઓની યાદીમાં જાળવી રાખ્યાં. સલમાન ઉપરાંત અભિષેક બચ્ચન, શાહરુખ ખાન અને રજનીકાંત સાથે પણ તેમણે ફિલ્મો કરી.
આવો તસવીરો વડે જાણીએ ઐશ્વર્યા રાયની અત્યાર સુધીની ફિલ્મી સફરની કેટલીક હિટ ફિલ્મો વિશે :

હમ દિલ દે ચુકે સનમ
1999માં રિલીઝ થયેલ હમ દિલ દે ચુકે ફિલ્મથી ઐશ્વર્યા રાયે બૉલીવુડની ટૉપ એક્ટ્રેસિસમાં પોતાના નામનો સમાવેશ કરાવી લીધો. સલમાન ખાન સાથે તેમની જોડી બૉક્સ ઑફિસે ખૂબ વખણાઈ. સાથે જ ઐશ્વર્યાનાં સૌંદર્યને સંજય લીલા ભાનુશાળીએ સુંદર રીતે કૅમેરે કંડાર્યું કે ફિલ્મ જોનાર પ્રત્યેક દર્શક ઐશ્વર્યાનો દીવાનો બની ગયો.

તાલ
તાલ ફિલ્મમાં ઐશ્વર્યાની જોડી અક્ષય ખન્ના સાથે બની. આ ફિલ્મ પણ ઐશના ફિલ્મી કરિયરની હિટ ફિલ્મોમાંની એક હતી. સુભાષ ઘાઈ નિર્મિત ફિલ્મના ગીતો અને ઐશના સુંદર અભિનયે બૉક્સ ઑફિસે ધમાલ મચાવી.

મોહબ્બતેં
એમ તો શાહરુખ અને ઐશ્વર્યાએ સાથે અનેક ફિલ્મો દેવદાશ, જોશ અને મોહબ્બતેં કરી, પરંતુ મોહબ્બતે તેમની સૌથી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં શાહરુખ-ઐશની જોડી લોકોને ગમી. સાથે જ શાહરુખની બૉલીવુડમાં સેકેંડ ઇનિંગ પણ આ ફિલ્મ સાથે જ શરૂ થઈ.

દેવદાસ
મોહબ્બતેં બાદ દેવદાસ 2002માં રિલીઝ થઈ. શાહરુખ, ઐશ તથા માધુરી દીક્ષિતના સુંદર અભિનયથી આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ. આ ફિલ્મ માટે ઐશને બેસ્ટ ફિલ્મફૅર એક્ટ્રેસ એવૉર્ડ પણ મળ્યો.

બંટી ઔર બબલી
2005માં રિલીઝ થયેલ બંટી ઔર બબલી ફિલ્મ અભિષેક બચ્ચન તેમજ રાણી મુખર્જીના કરિયરની સૌથી મોટી હિટ હતી. આ ફિલ્મમાં અમિતાભે પણ મુખ્ય પાત્ર ભજવ્યુ હતું. જોકે ઐશ આ ફિલ્મમાં માત્ર એક ગીત કજરારે... કજરારે... માં નજરે પડ્યાં, પરંતુ આ ગીત ફિલ્મની યુએસપી બની ગયું. આ ગીતમાં ત્રણેય ફૅમિલી મેમ્બર્સ પ્રથમ વાર એક સાથે દેખાયાં.

ધૂમ 2
હિટ ધૂમ ફિલ્મ સિરીઝની બીજી સિક્વલમાં ઐશ્વર્યા રાયે ચોરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તે હૃતિક રોશન સાથે કાસ્ટ કરાયા હતાં. ધૂમ 2માં ઐશે હૃતિક સાથે કિસિંગ સીન પણ કર્યુ હતું કે જે ઘણું વિવાદાસ્પદ રહ્યુ હતું.

ગુરુ
ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચને રાવણ, કુછ ના કહો, સરકાર રાઝ જેવી અનેક ફિલ્મો સાથે કરી, પરંતુ સૌથી હિટ ફિલ્મ રહી ગુરુ. 2007માં રિલીઝ થયેલ આ ફિલ્મ તે વર્ષની હિટ ફિલ્મોમાંની એક હતી.

ગુઝારિશ
ઐશ અને હૃતિકની ધૂમ 2 બાદ વધુ એક ફિલ્મ ગુઝારિશ આવી. આ ફિલ્મ બૉક્સ ઑફિસે એટલી સફળ ન રહી, પરંતુ ફિલ્મ માટે ઐશને બેસ્ટ એક્ટ્રેસ એવૉર્ડ માટે નૉમિનેટ કરાયા હતાં.

રોબોટ
ઐશ્વર્યા રાયની સૌથી લેટેસ્ટ હિટ ફિલ્મ છે રોબોટ. આ ફિલ્મમાં ઐશે રજનીકાંત સાથે કામ કર્યુ હતું. આ ઓરિજનલી તેલુગુ ફિલ્મ હતી. તેને હિન્દીમાં બનાવવામાં આવી હતી. 2010ની હિટ ફિલ્મોમાં રોબોટનો સમાવેશ થાય છે.

જોધા અકબર
ઐશ્વર્યા રાયે હૃતિક રોશન સાથે ફિલ્મ જોધા અકબરમાં પણ દેખા દીધી હતી. આ ફિલ્મ ઐતિહાસિક વાર્તા સાથે સંકળાયેલી હોવાના કારણે રિલીઝ વખતે થોડોક વિવાદ જાગ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
