શાહરુખ-અજય બાદ હવે આમિર-અક્ષયની ટક્કર
મુંબઈ, 22 નવેમ્બર : હજુ થોડા દિવસ અગાઉ જ ફિલ્મની રિલીઝ અંગે બૉલીવુડના કિંગ ખાન શાહરુખ તેમજ એક્શન કિંગ અજય વચ્ચે જોરદાર જંગ છેડાયો હતો. અજયે યશરાજ બૅનર વિરુદ્ધ ફિલ્મની રિલીઝ અંગે દાદાગિરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યુ હતું કે તેઓ કહી રહ્યા છે કે ફિલ્મ જબ તક હૈ જાન માટે અજય દેવગણ પોતાની ફિલ્મ સન ઑફ સરદારની રિલીઝ ડેટ આગળ વધારી દે. જંગ એટલો વધી ગયો હતો કે અજય કોર્ટ પહોંચી ગયા હતાં, પરંતુ બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ અને સફળ રહી.
ફરી એક વાર બૉક્સ ઑફિસે આ જ પ્રકારનો નવો જંગ છેડાવા જઈ રહ્યો છે. આ વખતે બાથ ભીડશે આમિર ખાન અને અક્ષય કુમાર. તેમની ફિલ્મો એક જ સપ્તાહના અંતરે રિલીઝ થવાની છે. આમિરની તલાશ 30મી નવેમ્બર તેમજ અક્ષયની ખિલાડી 786 ફિલ્મ 7મી ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. તલાશ આમિર ખાનના હૃદયની ખૂબ જ નજીક છે, તો અક્ષય ફરી એક વાર પોતાના લકી ખેલાડી નંબર સાથે આવી રહ્યાં છે.
નોંધનીય બાબત એ છે કે બંને જ સિતારાઓ ફિલ્મના નિર્માતાઓ પણ છે. તેથી બંનેના પ્રયત્નો છે કે તેઓ પોતાની ફિલ્મ સારી રીતે રિલીઝ કરે. તેથી બંને સામ, દામ, દંડ, ભેદ સાથે પોતાની ફિલ્મ રિલીઝ કરવામાં જોતરાયેલાં છે. તલાશ એક થ્રિલર છે, તો ખિલાડી 786 એક મસાલા ફિલ્મ છે. આમિર સાથે કરીના કપૂર તથા રાણી મુખર્જી છે, તો અક્ષય સાથે અસીન નજરે પડશે.
લોકો કહે છે કે આમિર ખાન માર્કેટિંગના ઉસ્તાદ છે. તેથી અક્ષયે ભોં ભેગા થવું પડશે. જોઇએ લોકોની આ વાતમાં કેટલું તથ્ય છે. જોકે એટલું તો નક્કી જ છે કે અક્ષયની ફિલ્મ કરતાં લોકોને આમિરની ફિલ્મનો ઇંતેજાર વધુ હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
