વિશ્વરૂપ કમાશે 350 કરોડ રુપિયા : કમલ હસન
મુંબઈ, 7 જાન્યુઆરી : કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપ ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) પર રિલીઝ થવા અંગે ઘણાં વિવાદોથી ઘેરાયેલી છે. આ ફિલ્મ તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ઇન્ડિયન ફિલ્મ સર્કિટની પણ મેગા બજેટ ફિલ્મ છે. ફિલ્મનું બજેટ 100 કરોડ સુધીનું છે. સાથે જ આશા સેવાઈ રહી છે કે બૉક્સ ઑફિસે પણ આ ફિલ્મ સારો બિઝનેસ કરશે. અત્યાર સુધી જે પણ થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થનાર છે, તેમણે એક મોટી રકમ આપી છે. સાથે જ ડીટીએચ સેટેલાઇટે પણ ફિલ્મ રિલીઝના રાઇટ્સ માટે સારી એવી રકમ નિર્માતાઓને આપી છે.

કમલ હસનના જણાવ્યા મુજબ વિશ્વરૂપ 95 કરોડ રુપિયાના બજેટમાંથી બની છે અને તેઓ ઇચ્છે છે કે આ ફિલ્મ તેના નિર્માતાઓને 100 ટકા પ્રોફિટ આપે. એનડીટીવી સાથે વાતચીત દરમિયાન કમલ હસને જણાવ્યું - હું વિશ્વરૂપ પાસેથી 100 ટકા પ્રોફિટ પામવાની આશાવ સેવુ છું. તેના માટે ફિલ્મે 350 કરોડ રુપિયા કમાવવા પડશે કે જેમાં થિયેટરો તથા ડીટીએચનો પણ પ્રોફિટ શામેલ હશે.
જાણવા એમ પણ મળે છે કે કમલ હસને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમને ફિલ્મની રિલીઝ અંગે ઘણી ધમકીઓ મળી રહી છે કે ફિલ્મ પાયરેટેડ કરાશે અને સાથે જ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરોનો વિજળી પુરવઠો કાપી દેવાશે.
કમલ હસને મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું - મને ધમકીઓ મળી રહી છે કે ફિલ્મની પાયરેસી થશે અને જે થિયેટરોમાં ફિલ્મ દર્શાવાશે, ત્યાં વિજળી કાપી દેવાશે. કારણ કે આ વસ્તુઓ કાનૂનની વિરુદ્ધ છે, તેથી મેં એડીજીપી સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
હાલ તો દરેકને કમલ હસનની વિશ્વરૂપ ફિલ્મની રિલીઝનો આતુરતાપૂર્વકનો ઇંતેજાર છે. સૌ કૌઈ જોવા માંગે છે કે આ વખતે કમલ હસને શું નવુ કર્યું છે પોતાની ફિલ્મમાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
