મેં નાના પાટેકરનું ભયંકર રૂપ જોયું છે: ડિમ્પલ કાપડિયા
હાલમાં બોલિવૂડ સ્ટાર ડિમ્પલ કાપડિયાનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ પર આખું બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. તનુશ્રી દત્તા ઘ્વારા નાના પાટેકર અંગે ઘણા એવા ખુલાસા કરવામાં આવ્યા જેને કારણે આ વિવાદ રોજ વધી રહ્યો છે. આ મામલે આમિર ખાન, અમિતાભ બચ્ચન, ફરહાન અખ્તર, સોનમ કપૂર, પ્રિયંકા ચોપરા સહીત ઘણા સ્ટાર સામે આવ્યા. પરંતુ હાલમાં બોલિવૂડ સ્ટાર ડિમ્પલ કાપડિયાનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો: તનુશ્રી દત્તાની નાની બહેન સામે આવી, વિવાદ પર આખી વાત જણાવી

ડિમ્પલ કાપડિયાનો જૂનો વીડિયો વાયરલ
તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પછી બોલિવૂડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ખુબ જ જૂનો છે જેમાં ડિમ્પલ કાપડિયા નાના પાટેકરના સ્વભાવ અને ભયાનક રૂપ વિશે વાત કરી રહી છે. ક્રાંતિવીર, અંગાર અને અંકુશ જેવી ઘણી ફિલ્મોમાં નાના પાટેકર સાથે કામ કરી ચુકેલી ડિમ્પલ કાપડિયા ઘ્વારા નાના પાટેકર અંગે ઘણા ખુલાસા કરવામાં આવ્યા અને તેમના ભયાનક રૂપ વિશે પણ ચર્ચા કરવામાં આવી.

નાના પાટેકરનો ગુસ્સાવાળો સ્વભાવ
આ વીડિયોમાં ડિમ્પલ કાપડિયા ઘ્વારા નાના પાટેકરના ગુસ્સાવાળા સ્વભાવ વિશે વાત કરવામાં આવી છે. તેઓ કહે છે કે નાના પાટેકર ખુબ જ અલગ પ્રકારના વ્યક્તિ છે. તેમના સ્વભાવને કારણે તેમને ખુબ જ ઓછા લોકો પસંદ આવે છે. તેમની સ્વભાવ અને તેમની હરકતો પણ ખુબ જ અલગ છે. ડિમ્પલ કાપડિયા જણાવે છે કે તેમનો અભિનય તેમની બધી જ ખરાબ આદતો પર પરદો પાડી દે છે.
|
ડિમ્પલે નાના પાટેકર વિશે મોટી વાત જણાવી
આ જુના વીડિયોમાં ડિમ્પલ કાપડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ટેલેન્ટ આગળ ખૂન પણ માફ છે. તેમને જણાવ્યું કે નાના તેમની સાથે ખુબ જ સારી રીતે રહેતા હતા પરંતુ મેં તેમનું ભયાનક રૂપ પણ જોયું છે. આ વીડિયો 8 વર્ષ જૂનો છે, જે હાલમાં સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
