વિદ્યા બાલન પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર પર અભિનેત્રીએ આપ્યો આ જવાબ
એક વાર ફરીથી વિદ્યા બાલનના એક વીડિયોના કારણે આ રીતના સમાચાર આવી રહ્યા છે કે વિદ્યા બાલન પ્રેગ્નેન્ટ છે.
ફિલ્મ અભિનેત્રીઓના લગ્ન બાદ તેમના ફેન્સને એ ઉત્સુકતા રહે છે કે તે ક્યારે મા બનવાની છે? જો કે ઘણી અભિનેત્રીઓ આ સમાચારને છૂપાવતી આવી છે જ્યારે અમુક વિશે અફવાઓનું બજાર હંમેશા ગરમ રહે છે. 'કહાની', 'ડર્ટી પિક્ચર', 'ઈશ્કિયા' અને 'પા' જેવી ફિલ્મોમાં ભૂમિકા નિભાવી ચૂકેલી વિદ્યા બાલન વિશે પણ એવા સમાચાર ઘણી વાર આવ્યા છે. વર્ષ 2012માં તેમના લગ્ન બાદ આવા સમાચારોનું બજાર ગરમ રહ્યુ છે. વળી, એક વાર ફરીથી તેના એક વીડિયોના કારણે આ રીતના સમાચાર આવી રહ્યા છે કે વિદ્યા બાલન પ્રેગ્નેન્ટ છે.

લગ્ન બાદથી જ આવી અફવાઓનો સામનો કરી રહી છે વિદ્યા
વિદ્યાએ મીડિયામાં ચાલી રહેલા સમાચારો પર પ્રતિક્રિયા આપી છે. સ્પૉટબૉય સાથે ઈન્ટરવ્યુમાં વિદ્યા બાલને આ સમાચારોનું ખંડન કરીને કહ્યુ કે લગ્ન બાદથી તે આવી અફવાઓનો સામનો કરી રહી છે. વિદ્યાએ કહ્યુ કે તે પ્રેગ્નેન્ટ નથી અને તેને એ વાત કહેવામાં કોઈ શરમ નથી કે તેનુ પેટ ફ્લેટ નથી. વિદ્યાએ કહ્યુ કે આના કારણે ઘણી વાર તેના વિશે આવા સમાચાર આવતા રહે છે.

મારુ પેટ ફ્લેટ નથી - વિદ્યા
વિદ્યા બાલને કહ્યુ કે જો કોઈ અલગ રીતના ડ્રેસ મારી સ્કિન પર ફિટ થાય તો તમને લાગે છે કે હું પ્રેગ્નેન્ટ છુ. માફી ઈચ્છુ છુ પરંતુ શું તમારી પાસે કરવા માટે બીજુ કોઈ કામ નથી? વિદ્યાએ કહ્યુ કે તેને 7 વર્ષમાં ઘણી વાર આવી અફવાઓનો સામનો કરવો પડ્યો છે. વિદ્યાએ કહ્યુ કે જ્યારે પહેલી વાર અફવા આવી તો તેના લગ્નને માત્ર 1 મહિનો થયો હતો.

15 ઓગસ્ટે રિલીઝ થઈ છે વિદ્યાની ફિલ્મ ‘મિશન મંગલ'
તમને જણાવી દઈએ કે વિદ્યા બાલનની ફિલ્મ મિશન મંગલ 15 ઓગસ્ટે રિલીઝ થઈ છે અને બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે અને આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ અને કૃતિ કુલ્હારી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
