વિધુ વિનોદ ચોપરાએ વ્યક્ત કર્યું કાશ્મીરી પંડિતોનું દર્દ

Vidhu Vinod Chopra
મુંબઈ, 5 ફેબ્રુઆરી : ફિલ્મકાર વિધુ વિનોદ ચોપરાએ સોમવારના રોજ કાશ્મીરી પંડિતો અંગે રાહુલ પંડિતાના અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ નામના પુસ્તકનું વિમોચન કર્યું અને જણાવ્યું કે આ હકીકતમાં તેમની જ વેદના છે.

સાઇઠ વર્ષીય ચોપરાએ આ પ્રંસેગ જણાવ્યું - મારા માટે રાહુલ પંડિતાનું આ પુસ્તક પંડિતોની નહીં, પણ મારી પોતાની વાર્તા છે. બિલ્કુલ આવું જ મારી સાથે થયુ હતું. પરિંદા ફિલ્મના પ્રીમિયર માટે મારા માતા અહીં આવ્યા હતાં, પરંતુ તેઓ ક્યારેય પાછા ન ફરી શક્યાં. અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ સને 1990માં કાશ્મીરી પંડિતો ઉપર થયેલ અત્યાચારો અને ખીણમાંથી હિજરતનું દસ્તાવેજ છે.

ચોપરાએ જણાવ્યું - હું રાહુલનો આભાર જ વ્યક્ત કરી શકું કે જેમણે કાશ્મીરી પંડિતો અને ગેર-મુસ્લિમોની વ્યથા દુનિયા સામે મૂકી કે જેમને રાતોરાત હિજરત કરવી પડી. અમારા ઘરો લુંટાઈ ગયાં અને મારો ભાઈ તલવારથી ઈજાગ્રસ્ત થયાં. મુસ્લિમો અને ગેર-મુસ્લિમો બંનેએ દેશમાં ખૂબ દુઃખ સહન કરવા પડ્યાં છે અને હવે સમય તેમના ઘા ઉપર મલમ લગાવવનો છે.

તેમણે જણાવ્યું - આ માત્ર અમારો જ નહીં, પણ સૌની ત્રાસદી છે. મુસ્લિમોએ પણ તેટલી જ તકલીફ વેઠવી પડી, જેટલી કે અમને. નોંધનીય છે કે ચોપરાનો જન્મ કાશ્મીરના એક પંજાબી પરિવારમાં થયો હતો. તેઓ શ્રીનગરમાં ઉછર્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X