Video : મહિલાઓની હાલત સાંભળવા શાક માર્કેટ પહોંચ્યા રાહુલ ગાંધી, વીડિયો વાયરલ
Rahul Gandhi : ઉભરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણી વખત સામાન્ય લોકોને મળવા પહોંચી જાય છે. હાલમાં જ રાહુલ ગાંધી શાક માર્કેટમાં શાકભાજી કરતી મહિલાઓને મળવા પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી દિલ્હીની કડકડતી ઠંડી વચ્ચે અચાનક શાકભાજી ખરીદવા માટે માર્કેટ પહોંચ્યા હતા. અહીં તેમણે મહિલાઓ સાથે કિંમતોને લઈને વાતચીત કરી.

અહીં રાહુલ ગાંધીએ મહિલાઓ પાસેથી વધી રહેલી કિંમતો પર ચર્ચા કરી. રાહુલ ગાંધીએ પોતે શાક માર્કેટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં રાહુલ ગાંધી મહિલાઓ સાથે દિલ્હીના ગિરીનગર શાક માર્કેટમાં દુકાનદારો સાથે શાકભાજીની ડીલ કરતા જોવા મળે છે.
શાકમાર્કેટમાં લસણની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલો છે તે સાંભળીને રાહુલ ગાંધી વેપારી સામે ધ્યાનથી જોતા જોવા મળે છે, જ્યારે તેમની સાથે ઉભેલી મહિલા કહે છે કે સોનું ખરીદવું વધુ સારું છે. કોબીજ, વટાણા, ડુંગળી અને બટાટા જેવા મોસમી શાકભાજીના વધતા ભાવથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ચિંતિત દેખાયા.
રાહુલ ગાંધીએ શાક માર્કેટમાં મહિલાઓ સાથે વાત કરી અને મહિલાઓએ આશા વ્યક્ત કરી કે કદાચ હવે રાહુલ ગાંધીએ આ મુદ્દો ઉઠાવ્યા બાદ સરકાર જાગશે અને ભાવમાં ઘટાડો થશે.
“लहसुन कभी ₹40 था, आज ₹400!”
— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2024
बढ़ती महंगाई ने बिगाड़ा आम आदमी की रसोई का बजट - कुंभकरण की नींद सो रही सरकार! pic.twitter.com/U9RX7HEc8A
વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, જે 40 રૂપિયા પ્રતિ કિલો હતું તે 400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયુ છે. વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસનું રસોડાનું બજેટ બગાડ્યું છે, સરકાર કુંભકરણની જેમ સૂતી છે.












Click it and Unblock the Notifications
