Video: પૂનમ પાંડેએ સર્વાઈકલ કેન્સરના ફેક મોત પર તેને અસંવેદનશીલ ગણાવનાર ટ્રોલર્સને આપ્યો જોરદાર જવાબ
Poonam Pandey: અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે પોતાના મૃત્યુની ખોટી સ્ટોરી બનાવવા બદલ ટ્રોલ થઈ રહી છે. જ્યારથી પૂનમ પાંડેએ પોતાના મૃત્યુની મજાક ઉડાવી છે ત્યારથી તેની ચારે બાજુથી ટીકા થઈ રહી છે. હવે પૂનમ પાંડેએ ટ્રોલ કરનારાઓને જવાબ આપ્યો છે.
પૂનમ પાંડેને સોશિયલ મીડિયા પર સસ્તી, અસંવેદનશીલ, પબ્લિસિટી સ્ટંટ, સસ્તી પીઆર અને શરમજનક કહેવામાં આવી રહી છે. પૂનમ પાંડેએ 3 ફેબ્રુઆરીની રાત્રે ફરી એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે ટ્રોલર્સને જવાબ આપ્યો.

પૂનમ પાંડે વીડિયોમાં કહે છે, 'હું તે બધા લોકોને કહેવા માંગુ છું જેઓ મને અસંવેદનશીલ અને શરમજનક કહી રહ્યા છે કે મારી માતાને ગળાનું કેન્સર હતુ. મેં જોયું છે કે તે કેટલું મુશ્કેલ હોય છે. મેં મારા ઘરમાં આ બધાનો સામનો કર્યો છે. હું સારી રીતે જાણું છું કે કેન્સર કેટલું ખતરનાક છે. મેં જે કર્યું તે પબ્લિસિટી સ્ટંટ નહોતું, આના દ્વારા હું માત્ર કંઈક સારું પ્રચાર કરવા માંગતી હતી અને તે પણ દરેકના કલ્યાણ માટે.
પૂનમ પાંડેએ કહ્યું, "કેન્સર એક એવી બીમારી છે જેણે ઘણી મહિલાઓના જીવ લીધા છે. મેં મારા લાઈવ સેશનમાં કહ્યું હતું કે આમાં કોઈ પાર્ટીના પૈસા સામેલ નથી. આમાં કોઈ મેડિકલ કંપની સામેલ નથી કે મેં કોઈની પાસેથી પૈસા લીધા નથી. મેં એક મહિલા સાથે મળીને તેનો પ્રચાર કર્યો છે, તે પણ માત્ર જાગૃતિ ફેલાવવા માટે, તેની પાછળ બીજો કોઈ હેતુ નહોતો.''
પૂનમ પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, "જે લોકોને સર્વાઇકલ કેન્સર વિશે ખબર ન હતી તેઓને મારા પ્રમોશન પછી તેની જાણ થઈ. હવે લોકો ગુગલિંગ કરી રહ્યા છે, સર્વાઇકલ કેન્સર વિશે માહિતી મેળવી રહ્યા છે. આ વિષય ટ્રેન્ડમાં છે. મહિલાઓ મને મેસેજ કરીને કહે છે કે તેઓ રસી લઈ રહી છે. મેં આ બધું પ્રચાર માટે નથી કર્યું. મારે પ્રચારની જરૂર પણ નથી. હું જાણતી હતી કે મૃત્યુ વિશે જૂઠું બોલવા બદલ મારી ટીકા થશે. તેમ છતાં મેં તે કર્યું. હવે તમે લોકો જાણો છો કે હું જીવિત છું, તેથી તમે લોકો મને નિશાન બનાવવા લાગ્યા.''
અંતે પૂનમ પાંડેએ કહ્યું, "જો તમને સર્વાઇકલ કેન્સર વિશે ખબર હોત તો મારે આ બધું કરવાની જરૂર ન પડી હોત. હું એક વાત સ્પષ્ટ કરું, મારી પીઆર ટીમ આમાં સામેલ નહોતી.''
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
