Video: આદિત્ય નારાયણના રિસેપ્શનમાં ખુશીથી ઝુમતા દેખાયા ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા
ભારતી અને હર્ષ આદિત્ય નારાયણની રિસેપ્શન પાર્ટીમાં ઘણા ખુશ જોવા મળ્યા.
મુંબઈઃ બૉલિવુડના દિગ્ગજ સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણે પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે 1 ડિસેમ્બરે લગ્ન કરી લીધા છે. મુંબઈમાં જ બંનેના રિસેપ્શનનુ આયોજન પણ થયુ છે. આ સમારંભમાં ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો શામેલ થયા. આ દરમિયાન જેમની હાજરીથી સૌ કોઈ ચોંકી ગયા તે છે કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા. બંને પતિ-પત્નીની હાલમાં જ ડ્રગ્ઝ કેસમાં ધરપકડ થઈ હતી. પરંતુ બાદમાં બંનેને જામીન મળી ગયા. બંને આદિત્ય નારાયણની રિસેપ્શન પાર્ટીમાં ઘણા ખુશ જોવા મળી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો
ડ્રગ્ઝ કેસમાં નામ આવ્યા બાદ આવુ પહેલી વાર છે જ્યારે ભારતી સિંહ અને હર્ષ કોઈ સાર્વજનકિ સમારંભમાં દેખાયા છે. કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને પોતાના ફેન્સ સાથે ફોટો લેતા દેખાઈ રહ્યા છે. ભારતી સિંહે રિસેપ્શનમાં ભાગ લેવા માટે સફેદ રંગના આઉટફીટ પહેર્યા છે. વળી, હર્ષ સૂટ પહેરેલ દેખાય છે. ફેન્સ સાથે ફોટો પડાવીને બંને ખુશ દેખાઈ રહ્યા છે.

કેમ ધરપકડ થઈ હતી ભારતી અને હર્ષની?
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ ધરપકડ કરી હતી. તેમના ઘર અને ઑફિ, પર જ્યારે એજન્સીએ રેડ પાડી ત્યારે તેમને ગાંજો મળ્યો હતો. પછી બંનેને રવિવારની સાંજે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા. ત્યારબાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. ભારતી સિંહને કલ્યાણ જેલ મોકલવામાં આવી અને હર્ષને તલોજા જેલમાં મોકલવામાં આવ્યા. બંનેને બાદમાં મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. લેટેસ્ટ રિપોર્ટમાં એનસીબીએ ભારતી અને હર્ષના જામીનને NDPs કોર્ટમાં પડકાર્યા છે.

લાલ ગાઉનમાં દેખાઈ શ્વેતા
આદિત્ય નારાયણની વાત કરીએ તો તેણે પોતાના રિસેપ્શનમાં કાળા રંગનુ ટેક્સેડો પહેર્યુ છે. વળી, શ્વેતા લાલ રંગના ગાઉન, ડાયમંડ નેકલેસ, વેડિંગવાળી ચૂડીઓ અને ઈયરિંગ્ઝમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેમના લગ્ન અને રિસેપ્શનના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. એક ફોટામાં આદિત્ય પોતાની પત્ની શ્વેતા, પિતા ઉદિત નારાયણ અને મા દીપા નારાયણ સાથે દેખાઈ રહ્યા છે.
અહીં ક્લિક કરીને જુઓ ભારતી-હર્ષનો વીડિયો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
