મિથુન ચક્રવર્તીના પુત્રના લગ્ન અટક્યા, પંડાલમાં પહોંચી પોલિસ
હિંદી સિનેમાના સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તી (મિમોહ) ની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી.
હિંદી સિનેમાના સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તી (મિમોહ) ની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બળાત્કાર, છેતરપિંડી અને બળજબરીથી એબોર્શનના આરોપમાં ફસાયેલા મિમોહના લગ્ન 7 જુલાઈના મદાલસા શર્મા સાથે થવાના હતા પરંતુ દિલ્હી પોલિસ મંડપમાં પહોંચી ગઈ અને તેના લગ્ન રોકી દીધા. ત્યારબાદ મદાલસા શર્માની મા અભિનેત્રી શીલા શર્મા કે જે અત્યાર સુધી મિમોહમાં પક્ષમાં હતી તેણે એવુ કહ્યુ કે જેથી એવુ લાગે છે કે તે હવે નથી ઈચ્છતી કે તેમની પુત્રીના લગ્ન મિમોહ સાથે થાય.

મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહના લગ્ન કેન્સલ
એક દિવસ પહેલા જ દિલ્હીની એક અદાલતે એક મહિલા દ્વારા નોંધાવેલા કથિત બળાત્કાર, છેતરપિંડી અને બળજબરીથી એબોર્શન મામલે અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્ની અને પુત્રને આગોતરા જામીન આપી દીધા હતા. વિશેષ ન્યાયાધીશ આશુતોષ કુમારે ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી અને તેના પુત્ર મહાક્ષયને એ કહેતા આગોતરા જામીન આપ્યા હતા કે સમાજમાં તેમના મૂળ ઉંડા છે

મિમોહ પર બળાત્કાર, છેતરપિંડી અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો આરોપ
તમને જણાવી દઈએ કે મહાક્ષય ચક્રવર્તી (મિમોહ) પર બળાત્કાર, ઠગ અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવનાર એક ભોજપુરી અભિનેત્રી છે જેણે મિમોહ સાથે તેની મા યોગિતા બાલી પર પણ આ ષડયંત્રમાં શામેલ હોવાની વાત કહી છે.

મિમોહે પીડિતાનું કર્યુ યૌન શોષણ
પીડિત તરફથી તેના વકીલે મીડિયામાં આરોપ લગાવ્યો હતો કે મિમોહે પીડિતાનું યૌન શોષણ કર્યુ, તે બંને ચાર વર્ષથી એકબીજાને જાણતા હતા. ઘટનાને અંજામ આપતા પહેલા મિમોહે પીડિતાને કોઈ નશીલી વસ્તુ પીવડાવી હતી ત્યારબાદ મહાક્ષયે અભિનેત્રી સાથે બળાત્કાર કર્યો. ત્યારબાદ જ્યારે પીડિતા તેના બાળકની મા બનવાની હતી, તેણે ઈમોશ્નલી બ્લેકમેઈલ કરીને ગર્ભપાત કરાવ્યો. ત્યારબાદ લગ્ન કરવાનું ખોટુ વચન આપીને તેની લાગણીઓ સાથે રમત રમતો રહ્યો.

મિમોહના લગ્ન કેન્સલ, બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાતનો આરોપ
હવે તે તેને છેતરીને બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. તેના પરિવારવાળા પણ પીડિતાને સ્વીકારવા માટે તૈયાર નથી. જ્યારે કે તે આજે પણ મિમોહ સાથે લગ્ન કરવા તૈયાર છે. આ આરોપો વચ્ચે મિમોહની થનારી સાસુ શીલા શર્માએ કહ્યુ હતુ કે તે મિમોહના આ ભૂતકાળની હકીકત વિશે જાણે છે. તેમને ખબર છે કે હકીકત શું છે એટલા માટે તે દીકરીના લગ્ન તેની સાથે કરાવવા રાજી છે પરંતુ હવે જ્યારે લગ્ન કેન્સલ થઈ ગયા છે તો તેમણે કહ્યુ કે તે અત્યારે કોઈ પણ પોઈન્ટ પર કંઈ બોલી શકે તેમ નથી. તે પોતાની વાત મીડિયા સમક્ષ મૂકશે પરંતુ મને હજુ થોડો સમય આપો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
