બેકલેસ ડ્રેસમાં 'કચ્ચા બાદામ' ગીત પર ઉર્ફી જાવેદે કર્યો ડાંસ, Video થયો વાયરલ
કચ્ચા બાદામ ગીત પર ઉર્ફીનો ડાંસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ સોશિયલ મીડિયા પર હાલમાં એક ગીત પર ડાંસ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્યુએન્ઝર સાથે-સાથે સેલિબ્રિટી પણ ગીત કચ્ચા બાદામ પર ડાંસ વીડિયો બનાવી રહ્યા છે. આ કડીમાં ઓટીટી બિગ બૉસથી ફેમસ થયેલી ઉર્ફી જાવેદે પણ આ ગીત પર હૉટ ડાંસ કર્યો છે. ઉર્ફી સોશિયલ મીડિયામાં પોતાના વીડિયો અને ફોટા માટે ખૂબ જ ચર્ચામાં રહે છે. તેના લાખો ફેન્સ તેના ફોટો અને વીડિયોને ખૂબ લાઈક કરે છે. વળી, અમુક લોકો ઉર્ફીને તેની ડ્રેસિંગ સેન્સ માટે પણ ટ્રોલ કરતા રહે છે.

ઉર્ફીએ પહેર્યુ બ્લેક બેકલેસ હાલ્ટર
ઉર્ફી જાવેદે આ ડાંસ વીડિયોમાં વાદળી જીન્સ સાથે બ્લેક બેકલેસ હાલ્ટર નેક ટૉપ પહેર્યુ હતુ. ઉર્ફીએ આ ગીત પર ડાંસ કરીને ઈન્ટરનેટ પર લોકોનુ ધ્યાન આકર્ષિક કરી લીધુ.

ફેન્સ કરી રહ્યા છે ઉર્ફીની પ્રશંસા
ઉર્ફીના ડાંસ મૂવ્ઝથી ફેન્સ ઘણા પ્રભાવિત છે. તેના વીડિયોના કમેન્ટ સેક્શનમાં દિલની ઈમોજી પુષ્કળ માત્રામાં આવી છે. પ્રશંસકોમાંથી એકે લખ્યુ કે સ્ટાર્ટિંગમાં દેખાઈ મને લાગ્યુ સુધરી ગઈ, અચાનક મુડી અને સમય જ બદલાઈ ગયો.
ઉર્ફીનો ડાંસ વીડિયો થયો વાયરલ
ઉર્ફી જાવેદને બડે ભૈયાકી દુલ્હનિયામાં અવનિની ભૂમિકા નિભાવવા માટે ઓળખવામાં આવે છે. તે મેરી દુર્ગામાં આરતી, બેપનાહમાં બેલા અને પંચ બીટ સિઝન 2માં મીરા તરીકે પણ જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
