ચારુ અસોપા અને રાજીવ સેન મામલે હવે કરણ મહેરાએ તોડ્યુ મૌન, ખોલ્યા ચોંકાવનારા રાઝ
રાજીવ સેને પત્ની ચારુ પર ટીવી એક્ટર કરણ મહેરા સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે કરણ મહેરાએ મૌન તોડીને પોતાનુ નિવેદન આપ્યુ છે.
Charu Asopa and Rajeev Sen: સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ભાભી ચારુ અસોપા છેલ્લા ઘણા થોડાક દિવસોથી ચર્ચામાં છે. તેમના ઘરેલુ ઝઘડાઓના કારણે બંને હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે. પરસ્પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે. રાજીવ સેને પત્ની ચારુ પર ટીવી એક્ટર કરણ મહેરા સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે કરણ મહેરાએ મૌન તોડીને પોતાનુ નિવેદન આપ્યુ છે.

ચારુને કરણ મહેરા સાથે અફેર હોવાનો રાજીવનો આરોપ
સુષ્મિતા સેનના ભાઈ અને ભાભી એટલે કે રાજીવ સેન અને ચારુ અસોપા તેમના છૂટાછેડા પહેલા કડવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. બંને મીડિયામાં દરરોજ ઇન્ટરવ્યુ આપી રહ્યા છે અને દરેક વખતે નવા ખુલાસા કરી રહ્યા છે. હાલમાં રાજીવ સેને કહ્યુ હતુ કે તેની પત્ની ચારુ અસોપાનું ટીવી એક્ટર કરણ મહેરા સાથે અફેર હતુ. રાજીવ સેને જણાવ્યુ હતુ કે ચારુની માતા પણ આ બાબતથી વાકેફ હતી અને તેમણે રાજીવને આ અંગે જાણ કરી હતી.

કરણ મહેરાએ આપ્યુ નિવેદન
હવે ટીવી એક્ટર કરણ મહેરાએ આ આરોપો પર પોતાનો જવાબ આપ્યો છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતા તેણે કહ્યુ - મને ખબર નથી કે રાજીવ સેન કયા રોમાન્સ વિશે વાત કરી રહ્યા છે. મે ગયા જૂનમાં એક કાર્યક્રમમાં ચારુ અસોપા સાથે થોડા સમય માટે વાત કરી હતી. તે પછી અમે આજ સુધી ક્યારેય મળ્યા નથી. જૂન પહેલા હું લગભગ 10 વર્ષ પહેલા ચારુને મળ્યો હતો. નિશા રાવલ કેસ પછી હું દિલ્લી જતો રહ્યો અને ત્યાં જ રહેવા લાગ્યો.

'રાજીવ સેન પર કરીશ માનહાનિનો દાવો'
કરણ મહેરાએ આગળ કહ્યુ- રાજીવ સેને મારા પર આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. આ ખૂબ જ ભયંકર છે. હું હવે રાજીવ સેન સાથે કોઈ સંપર્ક કરવા માંગતો નથી. તેણે કહ્યુ- મારી પાસે તેનો નંબર નથી અને ન તો મને તેના ફોન નંબરની જરૂર છે. હું તેની સામે માનહાનિનો દાવો દાખલ કરીશ.

રાજીવે ચારુ પર લગાવ્યા હતા આ આરોપ
તમને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુમાં રાજીવ સેને કહ્યુ હતુ કે ચારુની માતાએ મને ઘણી વોઈસ નોટ્સ મોકલી હતી. તેમાંથી એક ટીવી અભિનેતા કરણ મહેરા સાથેનો ચારુનો રોમાંસ છ. જે તેની માતાએ જાહેર કર્યો હતો. ચારુએ કરણ મહેરા સાથે રોમેન્ટિક રીલ કરી હતી. તેણે મારા પર તેની સાથે ચીટિંગ કરવાનો અને તેના પર શંકા કરવાનો આરોપ લગાવે છે. આપણે કઈ દુનિયામાં રહીએ છીએ?

શું છે કરણ મહેરા સાથે રીલની સચ્ચાઈ
રાજીવ સેનના આ આરોપ પછી ચારુએ કહ્યુ- આ એકદમ બકવાસ છે. મે કરણ સાથે ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં કામ કર્યુ છે અને છેલ્લા 12 વર્ષથી હું તેને મળી નથી. થોડા મહિના પહેલા એક ફંક્શન હતુ જ્યાં કરણ મહેરા આવ્યા અને અમે રીલ પોસ્ટ કરી. રીલમાં રોમેન્ટિક કંઈ નથી. અમે ત્યાં માત્ર એટલા માટે ઉભા છીએ કે અમે સેલિબ્રિટી છીએ. તેમને જોઈને કોઈ એમ ન કહી શકે કે કરણ અને મારુ અફેર છે.

ચારુના રાજીવ સાથે છે બીજા લગ્ન
માહિતી મુજબ ચારુ અસોપાએ રાજસ્થાનમાં એક મારવાડી બિઝનેસમેન સાથે પહેલા લગ્ન કર્યા હતા. બંને વચ્ચે અણબનાવ થયો અને નવેમ્બર 2016માં ચારુએ તેના પતિથી છૂટાછેડા લઈ લીધા. આ પછી ચારુ નીરજ માલવિયા સાથે રિલેશનશિપમાં હતી. મીડિયા રિપોર્ટ મુજબ બંનેએ રાજસ્થાનમાં સગાઈ પણ કરી હતી પરંતુ આ સંબંધ પણ વર્ષ 2017માં તૂટી ગયો હતો. આ પછી વર્ષ 2019માં ચારુ અસોપાએ સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા. ચારુના આ બીજા લગ્ન છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
